દ્રાક્ષનું ફળ દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે. આ નાનુ એવું ફળ સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણકારી હોય છે. આયુર્વેદમાં દ્રાક્ષના ફાયદાઓ વિશે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિ મુજબ દ્રાક્ષ ફાઈબર, વિટામિન સી, વિટામિન ઈ, મેગ્નીશિયમ, સાઇટ્રિક ઍસિડ જેવા પોષક તત્વોથી ભરપૂર છે.
દ્રાક્ષ શું છે?
દ્રાક્ષનું વૃક્ષ ભારતના ઘણા ભાગમાં જોવા મળે છે અને આ વૃક્ષનો દરેક ભાગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. યૂનાની અને અરબી ગ્રંથોમાં પણ દ્રાક્ષના ફાયદાઓનો ઉલ્લેખ જોવા મળે છે. રંગ, આકાર અને સ્વાદ મુજબ દ્રાક્ષના ઘણા પ્રકાર જોવા મળે છે, જેમાં કાળી દ્રાક્ષ, રીંગણી કલરની દ્રાક્ષ અને લાંબી દ્રાક્ષ મુખ્ય છે. બીજ વગરની નાની દ્રાક્ષને જ સૂકવીને કિશમિશ બનાવવામાં આવે છે. આ લેખમાં આગળ અમે તમને દ્રાક્ષના ફાયદા અને ઉપયોગ સાથે જોડાયેલ જાણકારી વિસ્તારમાં જણાવવામાં જઈ રહ્યા છીએ.
બીજી ભાષાઓમાં દ્રાક્ષના નામ
દ્રાક્ષનું વાનસ્પતિક નામ વાઇટસ વાઈનિફેરા છે અને તે વાઇટેસી કુળનો છોડ છે. ચાલો જાણીએ અન્ય ભાષાઓમાં દ્રાક્ષને કયા નામથી ઓળખવામાં આવે છે.
- English – ગ્રેપ્સ, કોમન ગ્રેપ વાઇન
- Sanskrit – દ્રાક્ષા, સ્વાદુફલા, મધુરસા, મુદ્રિકા, ગોસ્તની, સ્વાદ્રી
- Hindi – દાખ, મુનકકા, દ્રાક્ષ, અંગુર
- Urdu – અંગુર
- Odia – દ્રાકયા, ગોસ્તોની
- Kannad – દ્રાક્ષાક્ષા, અંગુર
- Konkani – ધાકુ
- Gujrati – ધરાખ, દરાખ
- Tamil – કોટ્ટન, કોડીમુનડરી
- Telugu – દ્રાક્ષા, ગોસ્તની દ્રાક્ષા
- Bengali – મનેકા, અંગુર ફળ
- Panjabi – અંગુર, બુરી
- Marathi – અંગુર, દ્રાક્ષ
- Malyalam – ગોસ્તની, મુનટરી
- Arbi – એનાએબ, અનબ, હબુસ સજીવ, અબ જોશ
- Persian – અંગુર, મવેજ
દ્રાક્ષના ઔષધિય ગુણ
દ્રાક્ષનું ફળ શીતળ, આંખ માટે ફાયદાકારક, પુષ્ટિકારક, પાક અથવા રસમાં મધુર, સ્વરને ઉત્તમ કરનાર, કષાય, મળ તથા મૂત્રને કાઢનાર, વીર્યવર્ધક, પૌષ્ટિક, કફકારક અને રુચિકારક છે. તે તરસ, તાવ, ઉધરસ, કમળા જેવા રોગોમાં ઉપયોગી છે. કાચી દ્રાક્ષ ગુણોમાં હલકી ગુણવત્તાવાળી, ભારે અને કફ પિત્તશામક હોય છે. કાળી દ્રાક્ષ અથવા ગોળ મુનકકા વીર્યવર્ધક, ભારે અને કડપિતશામક છે.
કિશમિશ
બીજ વગરની નાની કિશમિશ મીઠી, શીતળ, વીર્યવર્ધક અને સ્વાદિષ્ટ હોય છે. તે ઉધરસ, તાવ, રક્તપિત વગેરે રોગોમાં ઉપયોગી છે અને તે મોઢાની કડવાશ દૂર કરે છે.
તાજી દ્રાક્ષ લોહીને પાતળું કરવા, છાતીના રોગોમાં ફાયદો પહોચાડવા અને ખૂબ ઝડપથી પચનારા ગુણોથી ભરપૂર હોય છે. તે લોહીને સાફ કરે છે અને શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે.
- દ્રાક્ષનું ફળ કફનીસારક, ઉતેજક અને રક્ત વધારનાર હોય છે.
- દ્રાક્ષના બીજ ઠંડા, સ્વેદલ અને તીખા હોય છે.
- દ્રાક્ષના પાન અતિસારનાશક અને સ્તંભાકર હોય છે.
દ્રાક્ષના ફાયદા અને ઉપયોગ
ઉપર જણાવવામાં આવેલ ઔષધીય ગુણોના કારણે દ્રાક્ષ ઘણી રીતે બીમારીઓમાં ફાયદો પહોંચાડે છે. તો ચાલો જાણીએ કે ક્યાં રોગોના ઘરેલુ ઉપાય માટે તમે દ્રાક્ષનો ઉપયોગ કરી શકો છો.
દ્રાક્ષથી માથાના દુખાવામાં રાહત મળે છે
દ્રાક્ષનો ઉપયોગ કરીને તમે માથાના દુખાવામાં આરામ મેળવી શકો છો, તેના માટે 8-10 કિશમિશ, 10 ગ્રામ સાકર અને 10 ગ્રામ મુલેઠને પીસીને નાકમાં નાખો. તેનાથી માથાના દુખાવામાં ઝડપથી રાહત મળે છે.
દ્રાક્ષ નાકમાં લોહી નીકળવાની સમસ્યાને રોકે છે
ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા થવા લાગે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો દ્રાક્ષનો રસ બે-બે ટીપા નાકમાં નાખો. તેનાથી નાકમાંથી લોહી નીકળવાનું બંધ થઈ જાય છે.
દ્રાક્ષ મોઢાના રોગોમાં ફાયદાકારક છે
10 કિશમિશ અને 3-4 ગ્રામ જાંબુના પાન લો અને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવી લો. તેનાથી કોગળા કરવાથી દાંતનો દુખાવો સારો થાય છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. ઘણીવાર અપચાના કારણે પણ મોઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેનાથી છુટકારો મેળવવા માટે દરરોજ 5-10 ગ્રામ કિશમિશ ખાઓ.
દ્રાક્ષ થાઈરોઈડની સારવારમાં મદદરૂપ છે
થાઇરોઈડના દર્દીઓ માટે દ્રાક્ષ ઘણી ફાયદાકારક છે. દ્રાક્ષના 10 ml રસમાં 1 ગ્રામ હરડે ચૂર્ણ ઉમેરીને સવાર સાંજ નિયમિત પીવાથી થાઈરોઈડ રોગમાં ફાયદો મળે છે.
દ્રાક્ષ ગળાની બળતરા અને સોજાને દૂર કરે છે
જો તમે ગળામાં બળતરા અને સોજાથી પરેશાન રહો છો તો તેનાથી બચવા માટે દ્રાક્ષના રસથી કોગળા કરો.
ઉલટીને રોકવા માટે દ્રાક્ષનો ઉપયોગ કરો
ઉલ્ટી રોકવા માટે 1 ગ્રામ ખાંડ, 500 ગ્રામ પીપર, 1 ગ્રામ કિશમિશ અને 1 ગ્રામ તલનું મધ સાથે સેવન કરો.
શરદી ઉધરસ થી રાહત મેળવવા માટે દ્રાક્ષનો ઉપયોગ
કિશમિશ અને હરિતકીના 40-60 મિલી ઉકાળામાં 10 ગ્રામ સાકર અને 2 ચમચી મધ ઉમેરીને પીવાથી શરદી ઉધરસમાં ફાયદો થાય છે.
1 ગ્રામ ખાંડ, 500 ગ્રામ પીપર, 1 ગ્રામ કિશમિશ અને 1 ગ્રામ તલનું મધ સાથે સેવન કરો. તેનાથી શરદી ઉધરસમાં ઝડપથી રાહત મળે છે.
દ્રાક્ષ, આંબળા, ખજૂર, પીપળી અને મરી આ બધાને એક સરખી માત્રામાં લઈને પીસી લો. તેનું સેવન કરવાથી સુકી ઉધરસ અને કાળી ઉધરસમાં ફાયદો થાય છે.
છાતીનો દુખાવો ઘટાડવા માટે દ્રાક્ષના ફાયદા
10-10 ગ્રામ કિશમિશ અને અનાજની ફોતરીને 100 મિલી પાણીમાં પલાળી દો. 2 કલાક પછી ગાળીને તેમાં મિશ્રી અને મધ ઉમેરીને સેવન કરવાથી છાતીના દુખાવાથી રાહત મળે છે.
ટીબીના દર્દીઓ માટે દ્રાક્ષના ફાયદાઓ
ઘી, ખજૂર, કિશમિશ, સાકર, મધ અને પીપળી આ બધાની પેસ્ટ બનાવીને સેવન કરો. આ મિશ્રણ ટીબીની સારવારમાં ખૂબ ફાયદાકારક છે. યોગ્ય માત્રામાં દ્રાક્ષ, સાકાર અને પીપળીના ચૂર્ણમાં તલનું તેલ અને મધ ઉમેરીને સેવન કરવાથી ટીબી રોગમાં ફાયદો થાય છે.
દ્રાક્ષથી હદયના દુખાવામાં રાહત મળે છે
હદયનો દુખાવો થવા પર દ્રાક્ષનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે. હદયના દુખાવાથી રાહત મેળવવા માટે 3 ભાગ કિશમિશ ની પેસ્ટમા 1 ભાગ મધ અને 1/2 ભાગ લવિંગ ઉમેરીને થોડા દિવસ સુધી તેનું સેવન કરો.
કબજિયાત દૂર કરવામાં દ્રાક્ષના ફાયદા
10-20 નંગ દ્રાક્ષને સાફ કરી, બીજ કાઢી, 200 ગ્રામ દૂધને સરખી રીતે ઉકાળી લો. ઉકાળ્યા પછી જ્યારે દ્રાક્ષ ફૂલી જાય ત્યારે સવારે દૂધ અને દ્રાક્ષનું સેવન કરો. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને મળત્યાગમાં સમસ્યા આવતી નથી.
10-20 નંગ દ્રાક્ષ, 5 નંગ અંજીર, વરિયાળી, અમલતા ની પેસ્ટ 3-3 ગ્રામ અને ગુલાબના ફૂલ 3 ગ્રામ, આ બધાનો ઉકાળો બનાવીને સવારે ગુલકંદ ઉમેરીને પીવાથી કબજિયાત દૂર થાય છે અને પેટ સરળતાથી સાફ થાય છે.
પેટ સાફ કરવા માટે રાત્રે સૂતા પેહલા 10-20 નંગ દ્રાક્ષને થોડા ઘીમાં શેકીને ચપટી સિંધવ મીઠું ઉમેરીને સેવન કરવું.
7 નંગ દ્રાક્ષ, 5 નંગ મરી, 10 ગ્રામ શેકેલ જીરું અને 6 ગ્રામ સિંધવ મીઠું ઉમેરીને ચટણી બનાવીને સેવન કરવાથી કબજિયાત અને ભૂખ લાગવાની સમસ્યા દૂર થાય છે.
પેટનો દુખાવો દૂર કરવા માટે દ્રાક્ષનો ઉપયોગ
દ્રાક્ષ અને અરડૂસીનો ઉકાળો બનાવીને 40-60 મિલી માત્રામાં પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.
એસિડિટીને દુર કરવા માટે દ્રાક્ષનો ઉપયોગ
દ્રાક્ષ અને હરડે એકસરખી માત્રામાં લો. તેમાં બંનેની સરખી માત્રામાં ખાંડ ઉમેરો, બધાને ઉમેરીને પીસી લો. તેની 1-1 ગ્રામની ગોળીઓ બનાવીને એક ગોળી સવારે અને એક ગોળી સાંજે ઠંડા પાણીની સાથે સેવન કરવાથી એસિડિટીથી રાહત મળે છે.
10 ગ્રામ દ્રાક્ષ અને 5 ગ્રામ વરિયાળીને 100 મિલી પાણીમાં પલાળી દો. સવારે તેને ગળીને પીઓ, તેનાથી એસિડિટીમાં રાહત મળે છે.
પાઇલ્સ માટે દ્રાક્ષના ફાયદાઓ
દ્રાક્ષના ગુચ્છાને હાંડીમાં બંધ કરી ભસ્મ બનાવી લો. 1-2 ગ્રામ ભસ્મમાં સરખી સાકર ઉમેરો, 5 ગ્રામ ગાયના ઘી સાથે સેવન કરવાથી પાઇલ્સમા લોહી નીકળવાનું બંધ થઈ જાય છે.
કમળામાં દ્રાક્ષનો ઉપયોગ કરો
500 ગ્રામ દ્રાક્ષની પેસ્ટ ( પથ્થર પર પીસેલ ) , 2 કિલો જૂનું ઘી અને 8 લીટર પાણી, બધાને એકસાથે ઉમેરીને પકવો. પક્વ્યા પછી જ્યારે ફક્ત ઘી રહી જાય તો તેને ગાળીને રાખી દો. દરરોજ 3 થી 10 ગ્રામ માત્રામાં તેનું સેવન કરવાથી કમળામાં ફાયદો મળે છે.
પથરીની સારવારમાં દ્રાક્ષના ફાયદા
કાળી દ્રાક્ષ રાખને પાણીમાં ઘોળીને અથવા 40-50 મિલી ગોખરુ કાઢે અથવા 10-20 મિલી દ્રાક્ષના રસ સાથે પીવાથી પથરી દૂર થાય છે.
8-10 નંગ દ્રાક્ષને મરી સાથે પીસીને પીવાથી પથરી તૂટીને નીકળી જાય છે.
પેશાબ દરમિયાન દુખાવાની સમસ્યામા માટે ફાયદાકારક
8-10 દ્રાક્ષ અને 10-20 ગ્રામ સાકરને પીસીને, દહીંના પાણીમાં ઉમેરીને પીવાથી પેશાબ કરતી વખતે દુખાવાની સમસ્યાથી આરામ મળે છે.
દ્રાક્ષ ( 12 ગ્રામ ), પાષાણભેદ,પુનર્નવમૂલ અને અમલતાસનો પલ્પ (6-6 ગ્રામ) વાટીને અડધો લીટર પાણીમાં અષ્ટ માંશ ક્વાથ મેળવી લેવાથી પેશાબમાં આરામ મળે છે.
દ્રાક્ષ અંડકોષમા સોજા વધી જવાની સમસ્યામા સારવાર આપે છે
ઘણા લોકો અંડકોષનો આકાર વધવાની સમસ્યાથી પરેશાન રહે છે. તેના માટે દ્રાક્ષ ઘણું ઉપયોગી ફળ છે. તેના માટે દ્રાક્ષના 5-6 પાન પર ઘી લગાવીને આગ પર ગરમ કરી અંડકોષમાં બાંધવાથી સોજામાં ઘટાડો થાય છે.
બેભાનની સમસ્યામા દ્રાક્ષના ફાયદા
દ્રાક્ષ અને આંમળાને સરખી માત્રામાં લઈને ઉકાળીને પીસી થોડું સૂંથી ચૂર્ણ ઉમેરીને, મધ સાથે ચાટવાથી તાવમાં બેહોશીમાં ફાયદો થાય છે.
25 ગ્રામ દ્રાક્ષ, 12 ગ્રામ સાકર ,12 ગ્રામ દાડમની છાલ અને 12 ગ્રામ ખસને 500 મિલી પાણીમાં આખી રાત પલાળીને રાખો અને સવારે તેને ગાળીને, 3 ડોઝ બનાવીને દિવસમાં 3 વાર પીવો. તેના ઉપયોગથી બેભાન અવસ્થામાં ફાયદો થાય છે.
100 ગ્રામ દ્રાક્ષને ઘીમાં શેકીને થોડું સિંધવ મીઠું ઉમેરીને, દરરોજ 5-10 ગ્રામ ખાવાથી ચક્કર આવવાના બંધ થઈ જાય છે.
દ્રાક્ષ રક્તપિત ની સમસ્યાથી રાહત આપે છે
ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને નાક-કાનમાથી લોહી નીકળવાની સમસ્યા થાય છે. દ્રાક્ષ આ સમસ્યાથી રાહત મેળવવમાં ખૂબ ઉપયોગી છે. રક્તપિત્તની સમસ્યાથી રાહત મેળવવા માટે આ રીતે દ્રાક્ષનો ઉપયોગ કરો.
100 ગ્રામ કીસમીસ, 160 મિલી દૂધ અને 640 મિલી પાણી, ત્રણેયને ધીમા તાપે પકાવો. 160 મિલી બચે ત્યારે થોડી સાકર ઉમેરીને સવાર સાંજ તેનું સેવન કરો. તેના ઉપયોગથી રક્તપિતની સમસ્યા દૂર થાય છે.
- 10-10 ગ્રામ દ્રાક્ષ, મુલેથી અને ગીલોયને વાટીને 500 મિલી પાણીમાં પકાવીને ઉકાળો બનાવો અને 20-30 મિલી માત્રામાં સેવન કરો.
- 10 ગ્રામ દ્રાક્ષ, 10 ગ્રામ સિકામોર મૂળ અને 10 ગ્રામ ધમાસા લઈને તેને વાટીને ઉકાળો બનાવી લો. 20-30 મિલી માત્રામાં સેવન કરવાથી રક્તપિત, દાઝવું અને કફ સાથે ખાસવાથી લોહી નીકળવું વગેરે રોગ ઝડપથી સારા થાય છે.
- દ્રાક્ષના 50-100 મિલી રસમાં 10 ગ્રામ ઘી અને 20 ગ્રામ ખાંડ ઉમેરીને પીવાથી રક્તપિતમાં ફાયદો થાય છે.
- દ્રાક્ષ અને પાકેલા ગુલર ના ફળને એકસરખી માત્રામાં લઈને પીસી મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી રક્તપિત્તમાં ફાયદો થાય છે.
- 1 ભાગ કિશમિશ અને 1 ભાગ હરડેને પાણી સાથે પીસી 200 મિલી બકરીના દૂધની સાથે પીઓ. તેના ઉપયોગથી રક્તપિત્તમાં ફાયદો થાય છે.
- દ્રાક્ષ અને અમલતાસ ના ફળોથી બનેલા ઉકાળા ( 20-40 મિલી ) નું સેવન કરવાથી પિત્તથી થનારા તાવમાં આરામ મળે છે.
દ્રાક્ષના ઉપયોગી ભાગ
દ્રાક્ષના વેલાના નીચેના ભાગનો ઉપયોગ કરવામાં આવે છે.
- પંચાંગ
- પાકેલ ફળ
- સૂકા ફળ
- પાન
- ફૂલ
- કાંડ
દ્રાક્ષનો ઉપયોગ કેવી રીતે કરવો
આયુર્વેદિક નિષ્ણાત મુજબ સામાન્ય રીતે દ્રાક્ષનો ઉપયોગ નીચે જણાવેલ માત્રા મુજબ કરવો જોઈએ.
- દ્રાક્ષ – 10-20 ગ્રામ
- દ્રાક્ષનો રસ – 50-100 મિલી
- ઉકાળો – 10-30 મિલી
- હીમ – 10-20 મિલી
દ્રાક્ષ ક્યાં જોવા અને ઉગાડવામાં આવે છે
ભારતમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને હરિયાણામાં દ્રાક્ષની ખેતી કરવામાં આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team