જાણો સ્વાસ્થ્ય માટે ભીંડા કઈ રીતે ફાયદાકારક છે અને તેના નુકશાન વિશે

તમે ભીંડાનું શાક ઘણી વખત ખાધુ હશે અને એ પણ ચોક્કસ વાત છે કે તે પણ ફક્ત શાક રૂપે જ ખાધુ હશે. ભીંડામાથી ઘણા પ્રકારની વાનગીઓ જેમ કે ભીંડાનું શાક, ભુજીયા, સુપ, રાયતું અને કઢી વગેરે બનાવવામાં આવે છે. લોકો તેને ખૂબ જ પ્રેમથી ખાય છે. શું તમે જાણો છો કે જે ભીંડાને તમે ખૂબ સમાન્ય શાક માનો છો, તેનાથી રોગોનો ઉપચાર પણ કરી શકાય છે. વાસ્તવમાં ભીંડો ખાવાના અનેક ફાયદા છે. જો તમે ભીંડાના સેવનથી થતાં ફાયદા જાણશો, તો તમે પણ આશ્ચર્યમાં પડી જશો.

ભીંડાના ફાયદા

ભિંડાનો ઉપયોગ ભીંડાના શાક તરીકે થાય છે. તેના ફળ આંગળી જેમ લાંબા હોય છે. ભીંડા નો આખો છોડ વાળથી ભરેલો હોય છે. તેના ફૂલ પીળા રંગના હોય છે. તેના ફળ લીલા રંગના હોય છે. ભીંડાના ફળ આગળની તરફથી અણીદાર અને પાતળા હોય છે. ભીંડાની અંદર ગોળાકાર, ચીકણા દ્રવ્ય યુક્ત ઘણા બીજ હોય છે. ભીંડાના ઉપયોગથી મોઢાનો સ્વાદ સુધરે છે, અને વાત પિત રોગ સાથે સાથે આંતરડા સંબંધી સમસ્યા પણ દૂર થાય છે.

અન્ય ભાષાઓમાં ભીંડાના નામ

ભીંડાનું વાનસ્પતિક નામ એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ (લિન.) મોએન્ચ, સિન-હિબિસ્કસ એસ્ક્યુલેન્ટસ લિન છે., અને તે માલવેસી કુળની છે. તે વિશ્વભરમાં આ નામોથી પણ ઓળખવામાં આવે છે.

  • હિન્દી- ભીંડી, રામતોરાઈ
  • ઉર્દૂ- ભીંડી
  • અંગ્રેજી- લેડીઝ ફિંગર, ગુમ્બો, ઓકરા
  • સંસ્કૃત- ટીંડીશા, ભીંડા, સુથાર ફળ, ગંધમુલા
  • કોંકણી-બેન્ડો
  • કન્નડ- બેન્ડેકાઈ
  • ગુજરાતી- ભીંડો
  • તમિલ- વેન્ડી
  • તેલુગુ- વેન્દા
  • બંગાળી- ભીંડી, ઢેરસા (ધેરસા)
  • નેપાળી- રામતુરિયા
  • જાબી – ભીંડી, ભીંડા
  • મલયાલમ- વેન્ટા
  • મરાઠી- ભીંડી
  • અરબી- બામિયા (બામ્યા)
  • પર્શિયન- બામિયાહ

ભીંડાના ફાયદા

અત્યાર સુધી તમે જાણ્યું કે સમગ્ર વિશ્વમાં ભીંડાને કયા કયા નામથી બોલાવાય છે. ચાલો જાણીએ કે ભીંડાનો ઔષધીય ઉપયોગ કેવી રીતે કરી શકાય છે અને ઔષધિય ઉપયોગ સમયે ભીંડા ની માત્રા અને પદ્ધતિ શું હોવી જોઈએ.

ઇજાના રુજાવ માટે ભીંડાના ફાયદા

ભીંડો ઇજાના રૂજાવ માટેના કામમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે. જો કોઈ વ્યક્તિને ઈજા હોય, અને તે સારું થઈ રહ્યું નથી તો ભીંડાના પાનને પીસીને ઇજા પર લગાવો. તેનાથી ઇજા ઝડપથી સારી થઈ જશે.

ચામડીના રોગોની સારવાર માટે ભીંડા ના ફાયદા

ભીંડાનો ઉપયોગ એક-બે નહીં, પરંતુ ચામડીના અનેક રોગોની સારવાર માટે થાય છે. ચામડીના ઘા , વાળની ​​સમસ્યા અથવા અન્ય ચામડીના રોગો. ભીંડાના પાનનો રસ બીમાર ત્વચા પર લગાવો. તેનાથી ચામડીના રોગોમાં તરત ફાયદો થાય છે.

ખંજવાળ ની સારવાર માટે ભીંડાનો ઉપયોગ

ઘણીવાર એવું જોવા મળે છે કે, જ્યારે લોકોને ખંજવાળ આવે છે, ત્યારે તેઓ ખંજવાળ ના ઉપચાર માટે ઘણા પ્રકારના નુસખા અજમાવે છે. ઘણીવાર જ્યારે કોઈ ઉપાય કામ કરતું નથી, તો તમે ભીંડાના ફળને પીસીને લેપ બનાવી લો. તેને ખંજવાળ આવતા ભાગ પર લગાવો. તે ખંજવાળ મટાડે છે.

ભીંડાનુ સેવન ઝાડા રોકવા માટે ફાયદાકારક

ઝાડામાં ભીંડાનો ઉપયોગ કરવાથી પણ ફાયદો થાય છે. ઝાડાના રોગમાં ભીંડાના ફળને પીસી લો. તેમાં સાકર ઉમેરો અને તેનું સેવન કરો. તે ઝાડામાં ફાયદાકારક છે.

ભીંડા ના ઉપયોગથી મરડામાં ફાયદો

તમે ભીંડાના ઉપયોગથી મરડામાં લાભ લઇ શકો છો. તે માટે તમે ભીંડાના ફળનું શાક બનાવીને ખાઓ. તે મરડામાં ફાયદાકારક છે.

પેશાબમાં બળતરા ની સમસ્યા માટે ભીંડાનુ સેવન કરવું

જો કોઈ વ્યક્તિને પેશાબમાં બળતરાની સમસ્યા હોય તો તેણે ભીંડાના ફૂલનો ઉકાળો બનાવવો જોઈએ. તેમાં 10-15 મિલી ખાંડ મિક્સ કરીને તેનું સેવન કરો. તેનાથી પેશાબમાં બળતરાની સમસ્યા દૂર થાય છે.

મૂત્ર રોગમાં ભીંડાના સેવનથી ફાયદો

મૂત્ર રોગ જેમ કે પેશાબનું તૂટક તૂટક આવવું, પેશાબ કરતી વખતે સમસ્યા થવી, પેશાબ કરતી વખતે દુખાવો થવો, મૂત્ર નળી સંબંધિત વિકૃતિઓ હોય તો ભીંડાનો ઉપયોગ ફાયદો પહોંચાડી શકે છે. આ રોગમાં ભીંડાના ફૂલનો ઉકાળો બનાવીને દસથી પંદર મિલીની માત્રામાં પીવું. તેનાથી મૂત્ર રોગમાં સુધારો આવે છે.

ભીંડા ના ઉપયોગથી ગોનોરિયામાં ફાયદો

ગોનોરિયા એ યૌન સંબંધિત રોગ છે, જે કોઈ પણ સ્ત્રી કે પુરુષને થઈ શકે છે. ઘણા પુરુષોમાં ગોનોરિયાના લક્ષણો દેખાતા નથી. સામાન્ય રીતે, પુરુષોમાં આ રોગમાં, પેશાબ કરતી વખતે બળતરા થાય છે. શિશ્નમાંથી સફેદ, પીળો કે લીલો સ્રાવ હોય છે. તેવી જ રીતે, સ્ત્રીઓને પણ પેશાબ કરતી વખતે દુખાવો, અથવા બળતરા થાય છે. માસિક સ્રાવની વચ્ચે યોનિમાંથી લોહી પણ બહાર આવે છે. ભીંડાના મૂળના પાવડરમાં 1-2 ગ્રામ ખાંડ ભેળવીને પીવાથી ફાયદો થાય છે. 5-10 મિલી ભીના ફળના ઉકાળાનું સેવન કરવાથી પણ ગોનોરીયામાં લાભ થાય છે.

લ્યુકોરીયા ની સારવારમાં ભીંડા ના ફાયદા

ભીંડાનુ સેવન કરવાથી લ્યુકોરિયામાં પણ ફાયદો થાય છે. તેના માટે 15થી 20 મિ.લિ ફળ નો ઉકાળો બનાવીને તેનું સેવન કરો. તેનાથી લ્યુકોરિયામાં લાભ થાય છે.

યોનિ રોગમાં ભીંડાના ફાયદા

યોનિ સંબંધી વિકારોમાં ભીંડાના મૂળની પેસ્ટ બનાવો. 1-2 ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરો. એક મહિના સુધી સેવન કરવું. તેનાથી યોનિ સંબંધી રોગોમાં ફાયદો થાય છે.

શીઘ્રપતનમાં ભીંડાના લાભ

શીઘ્રપતન થી ઘણા લોકો પરેશાન રહે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઉપચાર પણ કરાવે છે. શીઘ્રપતનની સમસ્યામાંથી ભીંડાનુ સેવન પણ ફાયદો પહોંચાડે છે. ભીંડાના ફળને પીસી લો. તેમાં સાકર ભેળવી લો. તેનું સેવન કરવાથી વીર્યસ્રાવ ની સમસ્યામાં લાભ મળે છે.

કેન્સરની સારવારમાં ભીંડાના ફાયદા

ભીંડાનું સેવન કેન્સરને રોકવામાં મદદ કરે છે કારણ કે તેમાં અન્ય શાકભાજીની તુલનામાં વધુ એન્ટીઓક્સીડેન્ટ તત્વો હોય છે, જે કેન્સર સામે લડવામાં મદદરૂપ છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે ભીંડા ના ફાયદા

ભીંડામાં ગરમ ગુણો હોવાને કારણે તે શરીરની પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે જેના કારણે તે શરીરના ઝેરીલા તત્વો “એસિડ” ને પચાવવામાં મદદરૂપ થાય છે. એસિડનું પાચન થવાને કારણે કોલેસ્ટરોલ વધવાની સમસ્યા થતી નથી અને હૃદય સ્વસ્થ રીતે કાર્ય કરે છે.

આંખો નું તેજ વધારવા માટે ભીંડાનું સેવન ફાયદાકારક

ભીંડામાં વિટામિન સી, વિટામિન ઈ અને ઝીંક જેવાં કેટલાંક તત્ત્વો મળી આવે છે. જે આંખોનું તેજ એટલે કે આઇ સાઇટ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં ભીંડાનું સેવન મદદરૂપ

ભીંડામાં ગરમ ગુણ હોય છે જે પાચન શક્તિને વધારીને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ કારણોસર, ભીંડાનું સેવન પાચન તંત્રને તેનું કાર્ય વધુ સારી રીતે કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ભીંડાનુ સેવન ફાયદાકારક

સુંદર વધવાનું એક કારણ પાચનનું ખરાબ થવું પણ માનવામાં આવે છે. જેમાં શરીરમાં ઍસિડ બનવાનું શરૂ થાય છે. ભીંડામાં એસિડિક તેમજ ગરમ ગૂણને કારણે તે પાચનને સ્વસ્થ રાખે છે સાથે જ શુગરને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

તૈલીય વાળ માટે ભીંડાના પાવડરનો ઉપયોગ ફાયદાકારક

ભીંડો તમારા માટે લાભદાયક હોય છે. એક રિસર્ચ અનુસાર, તે તમારા વાળને નવજીવન આપવામાં મદદ કરે છે, એટલે કે નિર્જીવ વાળમાં નવી ચમક અને મજબૂતી લાવવામાં મદદ કરે છે.

બર્નિંગ પ્રોબ્લેમ માટે ભીંડાનો ઉપયોગ

જો કોઈ અંગ આગથી બળી જાય, તો ભીંડા નો ઉપયોગ કરો. ભીંડાના પાનને પીસીને બળેલા ભાગ પર લગાવો. તે બળતરા શાંત કરે છે.

ભીંડાના ઉપયોગી ભાગ

ભીંડાનુ સેવન આ રીતે કરી શકાય છે-

  • ભીંડાના છોડના ફૂલ
  • છોડના પાન
  • ભીંડાના ફળ
  • છોડના મૂળ

ભીંડા નો ઉપયોગ કેવી રીતે કરવો?

જો તમે દવા રૂપે ભીંડાનું સેવન કરવા માંગો છો, તો આયુર્વેદિક ડૉક્ટર પાસેથી તેના ઉપયોગ અને માત્રા વિશે ચોક્કસ માહિતી લો.

ભીંડાના નુકશાન

ભીંડો એક શાકભાજી છે, જેનો ઉપયોગ કેટલાક લોકોને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ભીંડાનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  • ઉધરસમાં ભીંડાનું સેવન ન કરવું જોઈએ.
  • પાચન તંત્રના વિકાર (મંદાગ્નિ)માં ભીંડાનું સેવન ન કરવું જોઈએ.
  • વાત રોગમાં ભીંડાનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે.
  • સાઇનસ (પીનસ રોગ)માં ભીંડાનું સેવન ન કરવું જોઈએ.
  • ભીંડાનું વધુ માત્રામાં સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે.

ભીંડો કયા મળી શકે કે ઉગાડવામાં આવે છે?

ભીંડો એક શાકભાજી હોવાથી તેની ખેતી સમગ્ર ભારતમાં થાય છે. ભારતમાં લગભગ 1200 મીટરની ઉંચાઈ સુધી ભીંડાની ખેતી કરી શકાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment