આજે વાત કરીશું એવા દંપતીની જેમને અત્યારના જમાનામાં જે નવી પેઢી છે જેમને સંબંધનું કોઇ મહત્વ જ નથી તેમની માટે એક નવી જ મિશાલ ઊભી કરી છે.
અમદાવાદના ઘોડાસરમાં વિવિધ સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા સીનીયર સીટીઝન ક્લબ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 400 થી વધુ સભ્યોમાં 23 દંપતીએ આ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો જે ગુજરાતનો પ્રથમ સમૂહ લગ્ન હશે. જેમાં 50 વર્ષ લગ્નજીવનને પૂર્ણ કરેલ દંપતીએ ફરીથી લગ્ન કરીને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. અને આમ વિશિષ્ટ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.
આજના જમાનામાં જે દંપતી છે તે લોકોને છૂટાછેડા ઘરમાં ઝઘડા અને એકબીજા સાથે વાત વાતમાં અણબનાવ, અને ઘર છોડીને જતું રહેવું જેવું ખૂબ જ સામાન્ય થઈ ગયું છે ત્યારે તેવી પરિસ્થિતિમાં આ દંપતીએ પોતાના લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ થતાં ફરીથી લગ્નજીવનમાં ફરીથી પ્રભુતામાં પગલા પાડી ને તે લોકોને એક સંદેશ આપ્યો હતો.
લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર દંપતીએ ફરીથી લગ્નનું વિશિષ્ટ આયોજન કરીને સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો. જેમને 50 વર્ષ પહેલાની જૂની યાદોને તાજી કરી ને ફરીથી લગ્ન કર્યું હતું અને અગ્નિને સાક્ષી માનીને ફરીથી ફેરા ફર્યા હતા. આ સિનિયર સિટીઝન રાજાઓ ના વરઘોડા નીકળ્યા હતા અને તેમના પરિવારજનોએ તથા તેમને માથે સાફા બાંધ્યા હતા. આ સમૂહ લગ્નમાં સાચા લગ્નની માફક જ દરેક પ્રકારની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર છેડા બાંધીને, એકબીજાને વરમાળા પહેરાવીને સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. આ દરેક સિનિયર સિટીઝન મહિલાઓએ પોતાના હાથમાં મહેંદી પણ મૂકી હતી, અને તેમના પૌત્ર અને પૌત્રીઓ ખૂબ જ આનંદપૂર્વક આ લગ્નમાં જોડાયા હતા. લગ્નના દરેક રિવાજ મુજબ હાથમાં નાળાછડી બાંધીને, સામૈયો કરીને એકબીજાના ગળામાં વરમાળા પહેરાવીને શાસ્ત્રોક્ત વિધિથી અને સામાજિક રીતરિવાજ મુજબ આ લગ્ન નિભાવવામાં આવ્યા હતા. અને અલગ-અલગ રિવાજના ફોટાને કેમેરામાં કંડારવામાં પણ આવ્યા હતા. તથા લગ્નના અંતે જમણવાર રખાયો હતો.
સુખી દાંપત્યજીવન કોને કહેવાય તે આ વડિલોએ ફરીથી લગ્ન કરીને આજની નવી પેઢીને જણાવ્યું હતું. આ વિશિષ્ટ કાર્યક્રમ દ્વારા આ દંપતી ખૂબ જ આનંદિત રહે તે હેતુથી આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વડીલ દંપતીઓએ આજના જમાના મુજબ લગ્ન બાદ ફરવા જવાનું પણ આયોજન કર્યું હતું પરંતુ કોરોના વધવાને કારણે તે આયોજનને મોકૂફ રાખવામાં આવ્યું.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team