છોકરો હોય કે છોકરી, દરેક લોકોના જીવનમાં લગ્ન પછી કેટલાક બદલાવ આવી જાય છે. જો તમારા પણ લગ્ન થઈ ચૂક્યા છે તો અનુભવ કર્યો હશે કે તમે લગ્ન પહેલા જેવા હતા તેવા રહ્યા નથી. જવાબદારી વધવાથી તમે સમય મુજબ ઘરથી બહાર ઓછો સમય આપી શકો છો.
આજકાલ તમે જ્યારે પણ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હશો, તો જોવા મળશે કે તમારા મિત્ર અથવા સંબંધીઓના લગ્ન થઈ રહ્યા છે. તેમજ કેટલાક સગાઈ તો કેટલાક હનીમૂનના પણ ફોટા શેર કરી રહ્યા છે. તેને જોઈને તમારા પરિવારના લોકો પણ તમને તે કહેશે કે લગ્ન કરી લો, નહિતર ઉંમર નીકળી જશે.
છોકરા હોય કે છોકરી, દરેક લોકોના જીવનમાં લગ્ન પછી બદલાવ આવી જાય છે. આ વાતનો તમે પણ અનુભવ કર્યો હશે કે જે મિત્ર લગ્ન પેહલા દરરોજ મળ્યા કરતા હતા, તે આજે ઓછા મળવા લાગ્યા છે. તેનું કારણ છે તેના પર પારિવારિક જવાબદારીઓ વધી જાય છે, જેના કારણે તે તેના માટે ઓછો સમય કાઢી શકે છે.
લાઇફ કોચ અને રાઇટર સરાહા ઇ સ્ટીવર્ટ, M.S.W., C.P.C, મુજબ, જો તમે પણ લગ્ન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો પેહલા નીચે જણાવેલ 8 કામ વિશે વાંચો અને જુઓ કે તમે તેને કર્યું કે નહિ. લગ્ન પેહલા આ કામ કરવાની નિષ્ણાત પણ સલાહ આપે છે.
1. રીલેશનશીપમાં રહો
રીલેશનશીપમાં રેહવા અથવા ડેટ કરવાથી તે જાણ થાય છે કે કોણ આપણા માટે સાચું છે અને કોણ ખોટું. સેકસોલોજિસ્ટ, રીલેશનશીપ નિષ્ણાંત અને રાઇટર ડૉન માઇકલનું કેહવુ છે કે લગ્ન કર્યા પછી દેરક લોકો ખુશ રહે છે અને તેનું જીવન બદલાઈ જાય છે. મારું માનવું છે રીલેશનશીપ એવી પ્રક્રિયા છે જેમાંથી આપણે બધાએ પસાર થવું જોઈએ.
તેમજ સાઈકોથેરેપિસ્ટ Farn Walfish મુજબ, કપલને ઓછામાં ઓછી 1 વાર રીલેશનશીપનો અનુભવ કરવો જોઈએ, જેનાથી ભવિષ્ય માટે આધાર રેખા તૈયાર થઈ શકે.
2. એકલા અથવા રૂમમેટ્સની સાથે રહો.
એકલા અથવા રૂમમેટ્સની સાથે રેહવું એ તમને ઘણુંબધું શીખવે છે. તેમ કરવાથી તમે આર્થિક અને ભાવનાત્મક રૂપે પોતાને તૈયાર કરી શકો છો અને પરિસ્થિતિઓ સામે લડતા પણ શીખવે છે. એકલા અથવા રૂમમેટ્સની સાથે રેહવાથી તમને ઘર જેવી સુવિધાઓ મળી શકતી નથી. જેમકે, માંના હાથનું ભોજન, સ્વચ્છ કપડા, સાફ સફાઈ વાળું ઘર વગેરે. જ્યારે તમે એકલા રહો છો, ત્યારે બધા કામ તમારે જ કરવાના હોય છે.
3. નાંણાકીય મજબૂતી
ભલે તમે નોકરી કરી રહ્યા હોય અથવા તો કોઈ અન્ય કામથી તમારી આવક થઈ રહી હોય, દરેક વ્યક્તિ માટે આર્થિક રીતે સ્વતંત્ર હોવુ ખૂબ જરૂરી છે અને તે લગ્ન પેહલા જ થઈ જવું જોઈએ.
આર્થિક રૂપે મજબૂત હોવાનો અર્થ એ છે કે માની લો લગ્ન પછી કોઈ સમસ્યા આવે છે તો તમે લગ્ન પેહલા કરેલા બેંક બેલેન્સ કે આર્થિક મજબૂતીથી તે મુશ્કેલી ભરેલા સમયમાં રહી શકો અને પરિસ્થિતિઓ સામે લડી શકીએ.
4. જીવનસાથી સાથે લડાઈ કરીને જુઓ
નિષ્ણાંત મુજબ લગ્ન કરતાં પહેલા તે વાતની જાણકારી પણ હોવી જોઈએ કે તમારા જીવનસાથી સમસ્યા અથવા લડાઈ ઝગડાના સમયે તમને કેવી રીતે સંભાળે છે કેમકે તે સફળ લગ્નની ચાવી છે.
ઘણીવાર કપલ વચ્ચે ગેરસમજણ અથવા એક જ મુદ્દા પર અલગ અલગ વિચાર હોવાને કારણે થઈ જાય છે. તેથી લગ્ન પેહલા જીવનસાથી સાથે હેલ્ધી ફાઇટથી તે જાણ કરી શકાય છે કે તમારા જીવનસાથીમાં તમને સંભાળવા, પોતાને સમજવા અને પરિસ્થિતિઓ સામે લડવાની કેટલી ક્ષમતા રાખે છે.
5. દુનિયાની યાત્રા
જો તમને હજી સુધી આસપાસની સુંદર દુનિયાને જોવા અને અનુભવ કરવાનો સમય મળ્યો નથી, તો લગ્ન પહેલા સારો સમય છે કે તમે ફરવા જાઓ. નહીંતર લગ્ન પછી જવાબદારીઓને કારણે ફક્ત પ્લાન બનાવશો અને ઘણી વાર એવી તક આવશે કે એન્ડ ટાઈમે ફરવા જવાનો પ્લાન બંધ રહી શકે છે. પરંતુ તમારા જીવનસાથી પણ ફરવાના શોખીન હોય, તો લગ્ન પછી સાથે ફરી શકાય છે.
6.શોખ વિકસાવો
દરેક વ્યક્તિ નો કોઈને કોઇ શોખ હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જેને કોઈ વસ્તુનો શોખ હોતો નથી. પરંતુ તે લોકોને સમજવું જોઈએ કે શોખ વ્યક્તિને રસિક અને દિલચસ્પ બનાવે છે. લગ્ન પેહલા તમારા શોખ બનાવો જેમકે દોડવું, વાંચવુ, લખવું, યોગ અથવા પુસ્તક વાંચવા વગેરે.
મનપસંદ વસ્તુ કરવાથી મન સારું રહે છે અને તણાવ પણ દૂર રહેશે, તેનાથી તમારું લગ્ન જીવન ઘણું સારું રહેશે.
7. સપોર્ટ સિસ્ટમ બનાવો
લગ્ન કર્યા પછી તમારા ફ્રેન્ડ સર્કલ બદલાઈ જાય છે. લગ્ન પહેલા તમારા ઘણા મેલ- ફિમેલ મિત્ર પણ હોય છે, પરંતુ લગ્ન પછી તમારી તેની સાથે વાતચીત ઓછી થવા લાગે છે. તેથી લગ્ન પહેલાં જ એવું મિત્ર સર્કલ બનાવો, જેની સાથે લગ્ન પછી પણ તમે પરિવારને લઈને ફરવા જઈ શકો. આવું સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ અથવા મિત્ર સર્કલ ઘણું જરૂરી હોય છે.
8. ગ્રૂમિંગ પર ધ્યાન આપો
હંમેશા લોકો તેના ગ્રૂમિંગ પર વધારે ધ્યાન આપતા નથી. જોકે, બધાને સારી રીતે માવજત વાળા લોકો જ પસંદ આવે છે, તેથી સમય કાઢીને તમે ગ્રૂમિંગ પર પણ થોડું ધ્યાન આપો. તેમ કરવાથી તમને આત્મવિશ્વાસ આવશે, જે એક લાંબા સમય સુધી અકબંધ રહેશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team