દરેક માતા તેના નવજાત બાળકની સંભાળ વિશે ચિંતામાં રહે છે. તે પોતાના બાળકોના કપડાથી માંડીને માલીશ સુધી દરેક બાબતનું પૂરું ધ્યાન રાખે છે. સાથેજ ઘણી માતાઓનું માનવું છે કે કાજલ લગાવવાથી બાળકને નજર લાગતી નથી અને તેનાથી બાળકનો ચેહરો અને આંખો પણ સુંદર લાગે છે.
બાળકોને કાજલ લગાવવું પણ ઘણા જૂના રિવાજો માંથી એક છે. પરંતુ શું તમને જાણ છે કે કાજલ લગાવવું એ પણ બાળક માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. જો તમે પણ તમારા બાળકને કાજલ લગાવો છો તો કેટલીક બાબતો જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ.
અલબત્ત,દાદી નાનીનું માનીએ તો કાજલ તે રામબાણ ઔષધી છે જે બાળકોને દરેક બીમારીઓ અને તકલીફોથી બચાવે છે. તેના હિસાબે બાળકોની આંખોમાં કાજલ લગાવવાના ઘણા ફાયદા છે, જેમકે….
- તે બાળકોની આંખોને સુંદર, મોટી અને ચમકીલી બનાવે છે.
- સાથેજ બાળકોની આંખોને સૂર્યના તેજ કિરણોથી પણ બચાવે છે.
- બાળકોને ખરાબ નજરથી પણ બચાવે છે.
પરંતુ ડોકટરની સલાહ મુજબ તે એકદમ ખોટું છે. તેના હિસાબે આંખમાં કાજલ લગાવવું બાળક માટે નુકશાનકારક છે.
ચાલો જાણીએ બાળકોને આંખોમાં કાજલ લગાવવાથી કઈ કઈ બીમારીઓ થઈ શકે છે
સંક્રમણ
- કાજલ લગાવવાથી બાળકની આંખોમાં પાણી વહેવાનું શરૂ થઈ શકે છે.
- જેનાથી તેને સંક્રમણનું પણ જોખમ બની રહે છે.
ખંજવાળ
- બાળકને દરરોજ કાજલ લગાવવાથી કાજલ ધીમે ધીમે બાળકની આંખોમાં જામવા લાગે છે.
- જેનાથી તેને ખંજવાળ આવવા લાગે છે.
ધુમ્મસ વાળું દેખાવું
- કાજલ આંખોમાં ફેલાવાને કારણે તેને … દેખાવા લાગે છે.
- જો યોગ્ય રીતે દેખાય નહિ, તો તે તેની આંખો માટે નુકશાનકારક છે.
એલર્જી
- આજકાલ બજારમાં ઘણા પ્રકારના કાજલ આવે છે જેમાં રાસાયણિક પદાર્થોની ભેળસેળ હોય છે.
- જેનાથી તેને એલર્જી પણ થઈ શકે છે.
મગજ
- જો કાજલમાં લેડ વધારે માત્રામાં હોય તો તે બાળકના મગજ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.
- જેનાથી મગજનો વિકાસ સરખી રીતે થઈ શકતો નથી.
શુષ્ક આંખો
- જો કાજલ લગાવ્યા પછી બાળક આંખો ચોળે છે તો તેનો અર્થ તેને બળતરા થઇ રહી છે.
- તરત જ તેની આંખોનું કાજલ દૂર કરવું નહીતર તેમની આંખો શુષ્ક થઈ જશે.
ત્વચા સંબંધિત રોગો
- નાના બાળકોની ત્વચા નાજુક હોય છે. આંખની આસપાસ રસાયણયુકત કાજલ લગાવવાથી ત્વચા ખરાબ થઈ જાય છે.
- સાથે સાથે આંખોની અંદર પણ સમસ્યા થવા લાગે છે અને તેનાથી ઘણાં રોગો થવાનો પણ ભય રહે છે.
- કારણ કે બજારમાં મળતી મોટાભાગની કાજલ માં શિશા નું પ્રમાણ ખૂબ વધારે હોય છે.
- જે તમારા બાળક માટે ખતરનાક હોઇ શકે છે.
સાવચેતીઓ
જો તમારે તમારા બાળકની આંખમાં કાજલ લગાવવું જ હોય તો તે પહેલા કેટલીક સાવચેતીઓ રાખવી ખૂબ જરૂરી છે, જે નીચે મુજબ છે.
- કાજલ લગાવ્યા પછી જો બાળકની આંખમાં બળતરા થઇ રહી હોય તો તરત જ પાણીની છાંટ નાખો.
- પાણી નાખતી વખતે ધ્યાન રાખવું કે કાજલ આંખોની અંદર ન પડે.
- કાજલ લગાવ્યા પછી સુતા પહેલા, યાદ કરીને આંખો ધોઈ કાજલ કાઢીને સૂવું.
- ઘરે બનાવેલું કાજલ જ લગાવવું અને કાજલ બનાવતી વખતે સાફ-સફાઈ નું સંપૂર્ણ ધ્યાન રાખવું.
- જો કાજલ લગાવવાથી આંખમાં પાણી આવવાની ફરિયાદ હોય તો કાજલ લગાવવાનું બંધ કરવું.
ઘરે કાજલ બનાવવાની રીત
- એક સફેદ તેમજ મલમલનું સ્વચ્છ કપડું લો અને તેને ચંદનના પેસ્ટમાં પલાળી દો.
- તેને સવારે છાંયડામાં સુકાવા માટે રાખી દો.
- સાંજે આ કપડા ની ગોળ વાટ બનાવીને, માટીના દીવામાં એરંડીયાનુ તેલ નાખીને પ્રગટાવો.
- આ દીવા ઉપર એક પિત્તળની પ્લેટ ઉપર થોડી લસણની પેસ્ટ લગાવીને રાખી દો.
- ધ્યાન રાખવું કે પ્લેટ અને દીવા ની વચ્ચે પર્યાપ્ત માત્રામાં જગ્યા રહે જેથી દીવાને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે અને તે ઓલવાઈ નહીં.
- સવારે એક સ્વચ્છ સૂકા બોક્સમાં પિત્તળની પ્લેટમાં જામેલો કાર્બન પાવડર કાઢી લો. તેમાં ઘીન કેટલાક ટીપા ઉમેરો.
- ઘરનું બનાવેલું કાજલ તૈયાર છે.
- આ કાજલ ને તમે ઉપયોગમાં લઈ શકો છો તેમજ તેમાં ઔષધીય ગુણો પણ હોય છે.
- આ ઉપયોગ સાથે, તમે કાજલ નો ઉપયોગ કરવાની જૂની માન્યતાઓ પણ જાળવી રાખી શકો છો.
- સાથે જ આજકાલના રસાયણ યુક્ત કાજલના જોખમથી પણ બચી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team