નવા વર્ષમાં તમારા મિત્રોને આપવા માટે તમારા હાથે બનાવો આ ખુબ જ સુંદર ઉપહાર 

ખૂબ જ જલ્દી હવે નવું વર્ષ આવવાનું છે, જેને લઇને આપણે બધા ખૂબ જ ઉત્સુક છીએ. ક્યાંક બજારમાં ન્યુ યર કાર્ડ મળી રહ્યા છે અને ક્યાંક નવા વર્ષ પર ગિફ્ટ શોપ સજાવવામાં આવી છે. એવામાં જો તમે કોઇને કોઇ ઉપહાર આપવાનું ઇચ્છો છો તો તમારી માટે નવું વર્ષ ખૂબ જ ખાસ છે.

ખરેખર તો ઉપહાર પ્રેમ વ્યક્ત કરવાનો એક માર્ગ હોય છે, જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને ઉપહાર આપીએ છીએ ત્યારે તે વ્યક્તિ આપણા મનના અહેસાસને વ્યક્ત કરે છે. પરંતુ જો તે ઉપહાર હાથથી જ તૈયાર કરવામાં આવે તો વાત જ કંઇક અલગ છે. ઉપહાર મેળવનાર વ્યક્તિ એ જ વિચારી ને ખુશ થઇ જાય છે કે તમે તેમની માટે કંઈક ખાસ બનાવવાની કોશિશ કરી. આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે આખરે કયા આસાન ઉપાયોથી તમે નવા વર્ષમાં તમારા મિત્રો માટે ઉભાર બનાવી શકો છો આવો જાણીએ આસાન ઉપહાર બનાવવાના ઉપાય.

કંફેશન જાર

આપણા દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ક્યાંક આપણા કોઈ ખાસ વ્યક્તિને કંઈ કહેવું હોય છે, પરંતુ આપણે તે સમયે કંઈ જ કહી શકતા નથી. જો તમારા મનમાં પણ કોઈ ખાસ વ્યક્તિ માટે એવી વાત છે તો તમે તેમને આ ખૂબ જ સુંદર કન્ફેશન જાર બનાવીને ગિફ્ટ કરી શકો છો. આ ઉપહાર મોંઘો નથી પરંતુ તમારા નજીકના વ્યક્તિને પસંદ જરૂર આવશે. તેને બનાવવું પણ ખૂબ જ આસાન છે, આવો જાણીએ આ જાર બનાવવાની રીત.

સામગ્રી

  • કાચની બરણી-1
  • કલર પેપર – 1 પેકેટ
  • કલર પેન – 1
  • કાતર – 1

બનાવવાની રીત

આ જાર તૈયાર કરવા માટે સૌપ્રથમ ખાલી કાચની બરણી લો, અને તેની ઉપર કોઈ રેપર હોય તો તેને દૂર કરો, ત્યારબાદ કલર પેપર લઈને તેને નાની નાની ચિઠ્ઠીના આકારમાં કાપો. ધ્યાન રાખો કે ચિઠ્ઠી અલગ-અલગ રંગની હોય જેથી તે દેખવામાં ખૂબ જ સુંદર લાગે.

ત્યારબાદ કલર પેન થી આ ચિઠ્ઠી ની અંદર તમારા મનની વાતો લખો.

લખાઈ ગયા બાદ જારમાં આ બધી જ ચિઠ્ઠીને ભેગી કરો તમે ઈચ્છો તો એની સાથે ચોકલેટ બોલ પણ મૂકી શકો છો. તે સામેવાળા વ્યક્તિ ને વધુ ખાસ લાગશે.

તો આ આસનથી તમારું કન્ફેશન જાર તૈયાર થઈ જશે.

પેઇન્ટેડ કપ 

કપ ને વ્યક્તિ લાંબા સમય સુધી ઉપયોગમાં લે છે, એવામાં તમે નવા વર્ષમાં તમારા હાથથી પ્રિન્ટ કરેલો કપ ગિફ્ટ કરી શકો છો. આ કપ બનાવવા માટે તમારે માત્ર એક્રેલિક પેઈન્ટ અને બ્રશની જરૂર પડશે. આવો જાણીએ કે કેવી રીતે તમે સિમ્પલ કપ ને પેઈન્ટ કરીને કોઈને ઉપહારમાં આપી શકો છો.

સામગ્રી

  • સફેદ કોફી કપ – 1
  • પેઇન્ટ બ્રશ – 1
  • પેઇન્ટ રંગ – 1

બનાવવાની રીત 

  • આ કપને બનાવવા માટે તમારે સૌ પ્રથમ સિમ્પલ કપ લેવો પડશે.
  • ત્યારબાદ પેઇન્ટ ની મદદથી તમે આ કપ ઉપર તમારી પસંદગીનું ચિત્ર બનાવો.
  • ત્યારબાદ અમુક સમય માટે આ પેઇન્ટ સૂકવવા માટે મૂકો.
  • જ્યારે આ પેઇન્ટ રંગ સુકાઈ જાય ત્યારે કપમાં તમારે જેને ઉપહાર આપવાનું છે તેમની કોઈપણ મનપસંદ વસ્તુ તેમાં મૂકો.
  • આ આસાન રીતથી તમારો પેઇન્ટેડ કપ તૈયાર થઈ જશે. તમે ઈચ્છો તો થીમના હિસાબથી પેઇન્ટ કરી શકો છો.

કાર્ડ્સ

કાર્ડનું ચલણ પણ ઘણા વર્ષો પહેલાથી છે. જે લોકો મોંઘી ગીફ્ટ ની જગ્યાએ યાદો ને પસંદ કરે છે તેમની માટે ઉપહાર ખૂબ જ ખાસ હોય છે. તમે ઘરે ખુબ જ આસાનીથી ન્યુયર માટે હાથે બનાવેલ કાર્ડ તૈયાર કરી શકો છો. તે દેખાવમાં પણ ખૂબ જ સારું લાગે છે અને હંમેશા માટે યાદગાર ગિફ્ટ થઈ જશે.

સામગ્રી 

  • રંગીન કાગળ -1
  • સ્કેચ પેન – 1 પેકેટ
  • કાતર – 1
  • ગ્લુ – 1

બનાવવાની રીત

  • કાર્ડને બનાવવા માટે સૌપ્રથમ કલર પેપર લો, અને તેને મનપસંદ શેપમાં કાતરની મદદથી કાપો.
  • ત્યારબાદ કાગળ ઉપર ન્યુ યર ના હિસાબે કોઈ ડ્રોઈંગ બનાવો અને તમે ઈચ્છો તો તમારી પસંદગી અનુસાર રંગ પસંદ કરી શકો છો.
  • ડ્રોઈંગ બનાવ્યા બાદ તેની ઉપર પેઇન્ટ કરો અને સૂકવવા મૂકો.
  • આ આસાન રીત થી હાથે બનાવેલ કાર્ડ તૈયાર થઈ જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

image credit- offbeatbros.com, leanstates.com, weebly.com, amazon.com, alicdn.com

Leave a Comment