ગોવાની નાઈટ લાઈફ આપણા દેશમાં જ નહીં પરંતુ સંપૂર્ણ દુનિયામાં ખૂબ જ મશહૂર છે. કારણકે ગોવામાં એવા બધા ઘણા નાઈટ આઉટ સ્પોર્ટ્સ ઉપસ્થિત છે,જ્યાં શ્રેષ્ઠ ભોજન થી લઈને પાર્ટી અને ડાન્સ વગેરેનો આનંદ માણી શકાય છે. જો તમે પાર્ટી અથવા મિત્રોની સાથે નાઇટ લાઇફ એન્જોય કરવાનો પ્લાન કરી રહ્યા છો અને એવી જગ્યાની શોધમાં છો જ્યાં તમે સંપૂર્ણ મોજ અને મસ્તી કરી શકો તો તમારી માટે ગોવાથી સારી જગ્યા બીજી કોઈ જ હોઈ શકે નહીં. જેથી આજે આપણે ગોવાના અમુક એવા બીચ વિશે જાણીશું જ્યા આપણે પાર્ટી કરવા માટે આપણા મિત્રો અને પરિવારજનોની સાથે નાઈટ લાઈફ ફરવા જવાનો પ્લાન બનાવી શકીએ છીએ.
પાલોલેમ બીચ
પાલોલેમ બીચ ગોવાની સુંદર જગ્યાઓ અને પાર્ટી કરવા માટે શ્રેષ્ઠ જગ્યા છે. આ જગ્યા ગોવાના દક્ષિણ સાઇડ છે. આ બીચ ગોવાની સૌથી સારી અને રોમેન્ટિક જગ્યાઓમાંથી એક છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે ખૂબ જ શાનદાર ડિનર પ્લાન કરી શકો છો. અને તમારા ડેટ નો આનંદ માણી શકો છો. તે સિવાય તમે તમારા મિત્રો સાથે પાર્ટી પણ કરી શકો છો આ બીચ ઉપર સંપૂર્ણ રાત પાર્ટી ચાલતી રહે છે જેમાં તમે ડિનર સિવાય ખૂબ જ સુંદર દ્રશ્યોનો આનંદ ઉઠાવી શકો છો.
બાગા બીચ
પાલોલેમ બીચ સિવાય તમે બાગા બીચ ઉપર પણ ફરવા જઈ શકો છો. અને ત્યાં મોજ મસ્તી કરવાનો પ્લાન બનાવી શકો છો. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ બીચ ગોવા ની રાજધાની પણજી થી લગભગ 17.3 કિલોમીટર દૂર જ ઉપસ્થિત છે. અહીં તમે તમારા મિત્રો સાથે ફરવા માટે અને કોન્ટિનેન્ટલ ભોજન લઈને જલસા કરવા માટે અહીં આવી શકો છો.અને તમે અહીં ડાન્સ પાર્ટી નો આનંદ પણ ઉઠાવી શકો છો. આ બીચ ઉપર તમને ઘણા બધા શ્રેષ્ઠ ક્લબ સ્ટ્રીટ ફૂડ શોપ,વોટર-સ્પોર્ટ્સઅને બાર બધી જ વસ્તુ આસાનીથી મળી જશે. તમે તમારી પસંદગીના હિસાબથી પાર્ટી સ્પોર્ટ સિલેક્ટ કરી શકો છો.
આરામબોલ બીચ
આમ તો ગોવામાં ઘણા બધા બીચ પર ઉપસ્થિત છે પરંતુ પાર્ટી સ્પોર્ટ્સને નાઇટ લાઇફ માટે આરામબોલ બીચ ખૂબ જ મશહૂર છે. ગોવાની આ એક એવી જગ્યા છે જ્યાં તમે મોજ-મસ્તી કરવા માટે જઈ શકો છો. જો તમે થોડા પાર્ટી ટાઈપના છો તો તમારી માટે પાર્ટી કરવા આરામબોલ બીચ એકદમ યોગ્ય છે.અહીં તમે પાર્ટી સેલિબ્રેશન, બર્થડે પાર્ટી વગેરેને તમારા હિસાબથી સેલિબ્રેટ કરી શકો છો. તે સિવાય તમારા મિત્રોની સાથે નાઇટ પાર્ટી નો આનંદ પણ ઉઠાવી શકો છો. તમે અહીં ઓછા ભાવ ઉપર સ્વાદિષ્ટ ભોજનની સાથે નાવની સવારીનો આનંદ પણ ઉઠાવી શકો છો.
વાગાતોર બીચ
તમે તમારા મિત્રોની સાથે પાર્ટી કરવા માટે ગોવામાં બીજા બધા સ્પોર્ટ સિવાય વગાતોર બીચ ઉપર પણ લઈ શકો છો. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ બીચ નોર્થ ગોવામાં માપુસા રોડ પાસે આવેલ છે. આ બીચ ઉપર તમને અન્ય બીચ કરતા ઓછી ભીડ જોવા મળશે પરંતુ અહીં તમે તમારા પાર્ટનર સાથે નાઈટ પ્લાન કરી શકો છો.જો તમે ગોવામાં તમારા પાર્ટનર સાથે હનીમૂન કરવા આવ્યા છો તો તમે તમારા પાર્ટનરની સાથે આ બીચ ઉપર ખૂબ જ સુંદર અને રોમેન્ટિક નાઈટનો આનંદ ઉઠાવી શકો છો. આ પાર્ટી સંપૂર્ણ રાત ચાલે છે અને તમે અહીં તમારા સમયના અનુસાર આવી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “નાઈટ લાઈફને એંજોય કરવા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે ગોવાના આ બીચ, તમે પણ જરૂરથી એક વખત મુલાકાત લો”