આ છે અજમેરના અતિ સુંદર ફરવાલાયક સ્થળો, બોટિંગ થી લઇ ને સનસેટ સુધીનો આનંદ એક વાર જરૂર માણો

Know interesting facts about ajmer sharif dargah at rajasthan before your visit

Image Source

અજમેર રાજસ્થાન રાજ્યનું એક સુંદર શહેર છે, જ્યાં સંપૂર્ણ દેશમાથી લોકો ફરવા આવે છે. તે જયપુરથી લગભગ 130 કિલોમીટર અને પુષ્કરથી 14 કિલોમીટર દૂર આવેલું છે. તમને જણાવી દઇએ કે અજમેર પર વિવિધ રાજવંશો દ્વારા શાસન કરવામાં આવ્યું છે, જેના કારણે અહી તેની વાસ્તુકલા અને સંસ્કૃતિની અસર સંપૂર્ણ શહેરમાં જોવા મળે છે. આ ઉપરાંત, અજમેરમાં ઘણા સૂફી સંતોની દરગાહ જેમકે ખ્વાજા મુઈન – ઉદ – દિન ચિશ્તી દરગાહ છે. આ ઉપરાંત, અહી ઘણા સુંદર જૈન મંદિરો પણ છે.

જો તમે તમારા શહેરી જીવનથી દૂર થોડો સારો સમય વિતાવવા ઇચ્છો છો તો આવી સ્થિતિમાં તમારા માટે અજમેર જવું એક સારો વિકલ્પ બની શકે છે. અહી તમે ફક્ત ધાર્મિક સ્થળો પર જઈ શકતા નથી, પરંતુ અજમેરમાં અન્ય ઘણી પ્રવૃત્તિઓમાં પણ શામેલ થઇ શકો છો. તમે ત્યાં બોટિંગ કરવાથી લઈને થોડા ઐતિહાસિક સ્થળોને પણ જોવા જઈ શકો છો. તો ચાલો આજે આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારે અજમેરમાં કઈ વસ્તુઓ કરવી જોઈએ.

Image Source

અનાર  સાગર તળાવમાં બોટિંગ પર જાઓ

અનાર સાગર તળાવ અજમેરના સૌથી પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસમાંથી એક છે. આ એક કૃત્રિમ તળાવ છે, જેનું નિર્માણ પૃથ્વીરાજ ચૌહાણના દાદા આનાજી ચૌહાણે બારમી સદીના મધ્યમાં કરાવ્યુ હતુ. જોકે આનાજીએ તેનું નિર્માણ કરાવ્યું હતું, તેથી આ તળાવને આના તળાવ કેહવામા આવે છે. આ તળાવ ખૂબ સુંદર છે, અને તમે અહી તળાવના કિનારે બેસીને આરામથી થોડી ક્ષણો વિતાવી શકો છો. આ ઉપરાંત, અહી બોટિંગ કરવાનો પણ એક સારો વિકલ્પ છે. બોટિંગ કરતી વખતે તમે શહેરની પ્રાકૃતિક સુંદરતા જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે તળાવમાં પ્રવેશ ફ્રી છે. બોટિંગ રાઇડ માટે તમારે 160 રૂપિયા ખર્ચવા પડશે.

Image Source

અજમેર શરીફ દરગાહમાં થોડો સમય વિતાવો

અજમેર શરીફ દરગાહ અજમેરમાં એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે અને અહી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. આ દરગાહ બધા લોકો માટે ખુલ્લી છે. જો તમે અજમેરમાં છો તો તમે આ દરગાહમાં થોડો સમય વિતાવી શકો છો. તમારા પર આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. તમે અહીં પર ફૂલોની ચાદર ચડાવવા ઉપરાંત, સાંજે દરગાહના પરિસરમાં સૂફી સંગીત કાર્યક્રમને જોઈ શકો છો.

Image Source

ફૉય સાગર લેક પરથી સનસેટ જુઓ

શહેરની ભીડભાડથી દૂર, ફૉય સાગર તળાવ થોડો શાંત સમય એકલા વિતાવવા માટે એક સારું સ્થળ છે. તળાવની નજીકના અરવલ્લી પર્વતમાળાના સુંદર દ્રશ્યો પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે આ નદીનું નિર્માણ 1892 માં અંગ્રેજ એન્જિનિયર ફૉયે કરાવ્યું હતું અને તેના નામ પરથી તેનું નામ રાખવામાં આવ્યું છે. તળાવથી સૂર્યાસ્તનું સુંદર દ્રશ્ય જોવા મળે છે, તેથી તમારે સાંજના સમયે આ નદીની મુલાકાત લેવી જોઈએ.

Image Source

અકબર પેલેસ અને મ્યુઝિયમની મુલાકાત લો

અકબર પેલેસ અજમેરમાં જોવા લાયક શ્રેષ્ઠ વસ્તુઓમાંથી એક છે. આ મહેલનું નિર્માણ 1500 ઇ.સ માં થયું હતું. શાહી મહેલ તેના સમૃદ્ધ બેકસ્ટોરીને કારણે ઇતિહાસ પ્રેમીઓમા મનપસંદ છે. જો તમે અહી છો તો અકબર પેલેસની મુલાકાત લીધા વગર તમારી યાત્રા સંપૂર્ણ થશે નહિ. તમને જણાવી દઇએ કે મહેલમાં એક સમયે મુગલ રાજા અકબર અને તેની વિશાળ સેના રેહતી હતી, હવે તેને એક મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવ્યું છે જે મુગલ જીવન શૈલીને પ્રદર્શિત કરે છે અને જૂના યુગની કલાકૃતિઓ અને ચિત્રોને પ્રદર્શિત કરે છે.

Image Source

દૌલત બાગમાં ફરો

દૌલત બાગ અના સાગર તળાવની એકદમ બાજુમાં એક પ્રખ્યાત ગાર્ડન છે. ( ભારતની 5 નદીઓ ) દૌલત બાગમાં થોડો સમય વિતાવવો ખરેખર તમારા માટે ફાયદાકારક સોદો થઈ શકે છે. આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓની સાથે ફોટોગ્રાફીના શોખીન માટે ઘણો લોકપ્રિય છે. તમે એક આખો દિવસ બગીચામાં લટાર મારવામાં વિતાવી શકો છો અને પ્રકૃતિની સુંદરતાને માણી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “આ છે અજમેરના અતિ સુંદર ફરવાલાયક સ્થળો, બોટિંગ થી લઇ ને સનસેટ સુધીનો આનંદ એક વાર જરૂર માણો”

Leave a Comment