સ્નો ફોલ જોવા માટે બેસ્ટ છે દિલ્હી એનસીઆર ના નજીકના આ 10 ટૂરિસ્ટ ડેસ્ટીનેશન 

Image Source

શિયાળો શરૂ થતા જ એક સવાલ થાય છે આપણને જે છે કે સ્નો ફોલ દેખવા માટે બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કયું છે? દિલ્હી એનસીઆર થી થોડેક જ દૂર ઘણા બધા ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે જ્યાં ડિસેમ્બર આવતા જ સ્નો ફોલ શરૂ થઈ જાય છે. કડકડતી ઠંડી અને સ્નો ફોલની વચ્ચે ફરવાની મજા જ કંઈક અલગ હોય છે. આવો દિલ્હી-એનસીઆર નજીક અમુક એવા ડેસ્ટિનેશન વિશે જાણીએ જ્યાં તમે સ્નો ફોલ જોવા જઈ શકો છો.

Image Source : Getty Images

ચોપ્ટા, તુંગનાથ, દેઓરીયા તાલ 

દિલ્હીથી લગભગ 400 કિલોમીટર આ દૂર ત્રણ જગ્યા છે જે એકબીજાની ખૂબ જ નજીક છે આ જગ્યા ઉપર લગભગ સ્નો ફોલ રહે છે. તમે ઈચ્છો તો તેનાથી થોડુ આગળ ચંદ્ર શીલા ચોટી પણ જઈ શકો છો. પરંતુ તમને અહીં ઓછા સ્નો ફોલમાં જવું સુરક્ષિત રહેશે.

Image Source : Getty Images

ચકરતા-કાનાસર-દેઓબાન

શિયાળાની ઋતુ શરૂ થતા જ ઉતરાખંડની આ જગ્યા ઉપર સ્નો ફોલ શરુ થઈ જાય છે. આ જગ્યા દિલ્હીથી લગભગ 320 કિલોમીટર દૂર અને 2100 મીટરની ઉંચાઈ ઉપર સ્થિત છે. જો તમે ઓછા સમયમાં સ્નો ફોલ જોઈને પાછા આપવા માગો છો તો તમે કઈ પણ વિચાર્યા વગર ચકરાતા જઈ શકો છો. તે સિવાય કાનાસર અને દેઓબાન માં પણ સ્નો ફોલ થયા જ કરે છે.

Image Source

ચંબા-ધનૌલ્ટી-કનાતલ

તમે દિલ્હી-દેહરાદૂન-ધનૌલ્ટી થઈને કનાતલ પહોંચી શકો છો. અથવા તમે દિલ્હી-ઋષિકેશ-ચંબા થઈને કનાતલ જઈ શકો છો. આ જગ્યા ઉપર ખુબ જ સરસ સ્નો ફોલ થાય છે પરંતુ ધ્યાન રાખો કે ઘણી વખત સ્નો ફોલ એટલો બધો વધારે હોય છે કે રોડ બરફથી ભરાઈ જાય છે. એવામાં તમે ફરવા અને ટ્રેકિંગ ઉપર જવું જોઈએ નહીં. તમે હોટલ ની આસપાસ સ્નો ફોલ ની મજા લઈ શકો છો.

Image Source : Getty Images

લૈઢોર-નાગ ટિબ્બા

તમે દિલ્હી થી આઠ નવ કલાક ડ્રાઇવિંગ કરીને મસુરી થી લૈઢોર જઈ શકો છો. જો તમારા નસીબમાં હશે તો અહીં તમને સ્નો ફોલ જરૂર જોવા મળશે. અને જો સ્નો ફોલ ના હોય તો નિરાશ થવાની જગ્યાએ તમે બીજા દિવસે નાગ ટીમ્બાની તરફ જઈ શકો છો. નાગ ટીંબા ખૂબ જ ઊંચાઇ ઉપર છે. અને અહીં સ્નો ફોલ થતું જ રહે છે.

Image Source : Getty Images

ઓલી

સ્કીઇંગ સ્લોપ અથવા શિયાળા ની રમતોનો આનંદ ઉઠાવવા માટે ઓલી ઉતરાખંડની ખૂબ જ સુંદર જગ્યા છે. અહીં સ્નો ફોલ ખૂબ જ સામાન્ય બાબત છે અહીં એશિયાની સૌથી લાંબી કેબલ કાર અને સ્કીઇંગ ની મજા લઈ શકો છો. દિલ્હી એનસીઆરમાં રહેતા લોકો માટે ઓલી એક ખુબ જ સુંદર હનીમૂન ડેસ્ટિનેશન પણ છે.

Image Source : Getty Images

મનાલી

જો તમે એક ઉતરાખંડ ની જગ્યાએ હિમાચલ પ્રદેશ જવાનું વિચારી રહ્યા છો તો મનાલીમાં સ્નો ફોલ જોવા જઈ શકો છો. અહીં તમે સ્નો ફોલ સિવાય હિમાલયની વિશાળકાય પર્વતમાળા નો નજારો ઘાસના મેદાન ખૂબ જ સુંદર પહાડ અને સફરજનના બાગ પણ જોવા જઈ શકો છો. મનાલીમાં ઘણી બધી જગ્યા ઉપર સ્કીઇંગ, આઈસ સ્કેટિંગ અને માઉન્ટેન બાઇકિંગ પણ કરી શકો છો.

Image Source

ખજિયાર

શિયાળાની ઋતુમાં ખજિયાર ના ઘાસના મેદાન બરફની સફેદ ચાદરથી ઢંકાઈ જાય છે. સ્નો ફોલ જોતા વ્યક્તિ માટે આ નજારો ખુબ જ દિલચસ્પ હોય છે. શિયાળામાં થતા સ્નો ફોલ ના કારણે તેને ભારતનુ સ્વીઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. તમે અહીં પેરાગ્લાઇડિંગ એડ્વેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકો છો.

Image Source

નારકંડા

હિમાચલ પ્રદેશની નાની જગ્યા નારકન્ડા માં પણ તમે કોલ જોવા જઈ શકો છો. હિમાચલ પ્રદેશમાં સ્કીઇંગ માટે ખૂબ જ સારું ડેસ્ટિનેશન છે તેમાંથી લગભગ ૬૦ કિલોમીટર દૂર સ્થિત નારકન્ડા માં બરફથી જોડાયેલી ખાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે.

Image Source : Getty Images

મેક્લિયોડગંજ

જો તમે સ્નો ફોલ જોવા માંગો છો તો બેગમાં ગરમ કપડા પેક કરો અને મેક્લિયોડગંજ નીકળી પડો.મેક્લિયોડગંજ હિમાચલ પ્રદેશની એ જગ્યાઓમાં ખૂબ જ ફેમસ છે જ્યાં સૌથી સારો સ્નો ફોલ થાય છે. બરફથી ઢંકાયેલા શિખરો પેરા ગ્લાઈડિંગ અને નદી વ્યુ પોઈન્ટ અહીં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.


Image Source

પરાશર લેક

હિમાલયની પર્વતમાળા ની વચ્ચે સ્થિત પરાસર લેક એક છુપાયેલું રત્ન છે. જ્યાં સ્નો ફોલ જોવા જરૂર જવું જોઈએ ત્રિલોકનાથ મંદિર આર્ય સમાજ મંદિર અને પંચવક્ત્ર મંદિર આ જગ્યાને ખૂબ જ ખાસ બનાવે છે. તમે અહીં ડિસેમ્બરથી લઇને માર્ચ સુધી ગમે ત્યારે ફરવા જઈ શકો છો. 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

1 thought on “સ્નો ફોલ જોવા માટે બેસ્ટ છે દિલ્હી એનસીઆર ના નજીકના આ 10 ટૂરિસ્ટ ડેસ્ટીનેશન ”

Leave a Comment