જો તમે શિયાળામાં તમે તમારા પગની સારી સંભાળ રાખવા ઇચ્છો છો તો તમારે કેટલીક ભૂલોથી બચવું જોઈએ.
જેમ જેમ ઠંડુ હવામાન શરૂ થાય છે, તેમ આપણે પોતાની જાતને વધારે સુરક્ષિત કરવા અને સંભાળ રાખવાનું ચાલુ કરી દઈએ છીએ. આ ઋતુમાં આપણે સ્કાર્ફ થી લઈને મોજા પહેરીએ છીએ, પરંતુ પગની ઘણીવાર ઉપેક્ષા કરવામાં આવે છે. જેનાથી પગને ઘણું નુકશાન થાય છે. ઘણીવાર તેમ પણ બને છે કે આ ઋતુમાં મહિલાઓ પગરખા અને મોજા પેહરે છે, જેનાથી તેના પગ પૂરી રીતે ઢંકાયેલા રહે છે અને તેથી તેને લાગે છે કે પગની વધારે સંભાળની કોઈ જરૂર નથી.
પરંતુ જ્યારે શિયાળામાં પગની યોગ્ય રીતે સંભાળ લેવામાં આવતી નથી તો આવી સ્થિતિમાં હિલ્સમાં તિરાડથી લઈને અન્ય ઘણી પ્રકારની સમસ્યાઓ શરૂ થઈ જાય છે. બની શકે છે કે તમે પણ શિયાળામાં પગની સંભાળ કરતી વખતે ઘણી ભુલો કરી બેસો છો. તો ચાલો આજે આ લેખમાં અમે તમને ઘણી એવી ભૂલો વિશે જણાવીએ, જેને તમારે ટાળવી જોઈએ.
જાડા મોજા પહેરવા
જ્યારે શિયાળાની ઋતુ આવે છે ત્યારે આપણે વધારે જાડા કપડા પહેરવા લાગીએ છીએ, પછી ભલે વાત મોજાની કેમ ન હોય. દરેક લોકોના કબાટમાં ફ્લફી મોજાની જોડી છે, જેને આપણે શિયાળામાં પહેરીએ છીએ. બની શકે છે કે તમને તેમ લાગતું હશે કે જાડા મોજા તમારા પગને ઠંડીથી બચાવશે. પરંતુ, તે સંપૂર્ણ રીતે સત્ય નથી. યોગ્ય રહેશે કે તમે જાડા મોજા પહેરવાને બદલે, એક કુદરતી ફાઈબર વાળા મોજા પસંદ કરો, જેમકે ઉન, કેમકે તે વધારે ગરમી પ્રદાન કરે છે અને તમારા પગને વધારે આરામદાયક અનુભવ કરાવે છે.
ભીના બુટ પહેરવા
ઠંડીની ઋતુમાં બુટ ઝડપથી સુકાતા નથી અને ઘણીવાર તેમ પણ થાય છે કે જ્યારે તમારે ઓફિસ જલદી જવાનું હોય છે તો આવી સ્થિતિમાં તમે હળવા ભીના બુટ પેહરી શકો છો અને વિચારો છો કે તે ઝડપથી સુકાઈ જશે. પરંતુ તમારે તે ભૂલ કરવી જોઈએ નહીં. ભીના બુટ પહેરવાથી, વિશેષ રૂપે ખૂબ ઠંડી ઋતુમાં, ટ્રેચ ફૂટ નામની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે જે ફક્ત તમને અસ્વસ્થ અનુભવ કરાવી શકે છે અને ફક્ત તેટલું જ નહિ પરંતુ ચેપનું કારણ પણ બની શકે છે. તેટલું જ નહીં, ટ્રેચ ફૂટના કારણે તમારા પગની ત્વચા પણ કરચલીવાળી થઈ જાય છે, જોકે લોંગ શાવર પછી થાય છે.
મોઈશ્ચરાઈઝર છોડવું
આ ભૂલ આપણામાંથી મોટાભાગના લોકો શિયાળામાં કરી બેસે છે. જોકે શિયાળામાં આપણા પગ વધારે મોજા અને બુટથી ઢંકાયેલા હોય છે. તેથી, આપણે મોઈશ્ચરાઈઝર છોડી દઈએ છીએ. જો તમે આ ઋતુમાં સેન્ડલ પેહરી રહ્યા ન હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તમારા પગની સરખી રીતે સંભાળ કરો નહિ. પ્રયત્ન કરો કે તમે મોજા પહેરતા પેહલા તમારા પગ પર મોઈશ્ચરાઈઝર લગાવો. તે તમારી ત્વચાને શુષ્ક બનતી અટકાવે છે અને ફાટેલી એડીની સમસ્યાને દૂર કરે છે.
ખરાબ ફિટિંગ વાળા બુટ પહેરવા
આ ઋતુમાં ઘણા એવા બુટ જોવામાં ખૂબ આકર્ષિત લાગે છે. પરંતુ તમારે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે સારા ફિટિંગના હોય. પરંતુ, મોટાભાગે સ્ત્રીઓ ફેશનના ચક્કરમાં આરામદાયક આરામને અવગણે છે. આ એક એવી ઋતુ છે, જ્યારે તમારે એવા બુટ પહેરવા જોઈએ, જે સંપૂર્ણ રીતે આરામદાયક હોય. ધ્યાન રાખો કે બહાર ઠંડી છે અને જો તમારા બુટ યોગ્ય ન હોય તો તેનાથી ફક્ત તમને અસ્વસ્થતા અનુભવાશે, પરંતુ તેનાથી તે બુટના કારણે પગમાં અલ્સર થી લઈને ઇન્ફેક્શન સુધી ઘણું બધું થઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team