જો તમારું શરીર કંઈક સંકેત આપી રહ્યું છે તો તે સંકેતનો કંઈક કારણ હોઇ શકે છે અને તમે પ્રેગ્નેન્ટ થવા માટે તૈયાર છો.
કહેવાય છે કે દરેક મહિલા માટે માતા બનવું આ દુનિયાની સૌથી મોટી ખુશી હોય છે.પોતાની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક દરેક મહિલા માતા બનવા માંગે છે પરંતુ અમુક મહિલા પહેલા માતા બનાવવાનું પસંદ કરે છે જ્યારે અમુક પહેલા પોતાના કેરિયરને મહત્વ આપવા માંગે છે.
પરંતુ આ બંને સ્થિતિમાં મહિલાઓને જાણ હોતી નથી કે તેમનું શરીર માતા બનવા માટે કયારે તૈયાર થાય છે. જો તમે પ્રજનન ઉંમરમાં છો અને તમારે માટે એ જાણવું ખૂબ જ સારું રહેશે કે તમારું શરીર કઈ ઉંમરમાં પ્રેગનેન્સી માટે તૈયાર થાય છે. પ્રેગ્નન્સી માટે તૈયાર થવા પર શરીર અમુક સંકેત આપે છે અને આ સંકેતોને સમજીને જ આપણે યોગ્ય સમય ઉપર માતા બનવાનો નિર્ણય લઇ શકીએ છીએ.
સર્વિકલ મયુક્સ
યોનિમાંથી થતો એક પ્રકારના ડિસ્ચાર્જની સર્વિકલ મયુક્સ કહેવામાં આવે છે. માસિક ચક્ર દરમિયાન સર્વિકલ મયુક્સનું ટેક્સચર અને જાડાપણું બદલાતું રહે છે જ્યારે તમે ફરટાઇલ નથી થતાં ત્યારે સર્વિકલ મયુક્સ પેસ્ટ ની જેમ આવે છે.
ત્યાં જ ફરટાઇલ થવા પર ડિસ્ચાર્જ ગાઢ થઈ જાય છે.તે મયુક્સ ફરટાઇલ થવા થઇ સ્પર્મને ઈંડા સુધી પહોંચાડવામાં મદદ કરે છે.
બદલાતું બોડી ટેમ્પરેચર
તમારા ફર્ટાઈલના આ સમયગાળાને જાણવા માટે તમે બોડી ટેમ્પરેચર ઉપર નજર રાખી શકો છો. એવું જોવામાં આવ્યું છે કે ઓવ્યુલેશન થી અમુક દિવસ પહેલા બોડી ટેમ્પરેચર ઓછું થઈ જાય છે.
ઓવ્યુલેશન થઈ ગયા બાદ ટેમ્પરેચર વધી જાય છે અને ત્યારબાદ ફરીથી નોર્મલ થઇ જાય છે. આવતા અમુક દિવસો સુધી તાપમાન આ પ્રકારે રહે છે અને ત્યારબાદ નોર્મલ થઇ જાય છે.
સેક્સ કરવાનું મન થાય છે
માસિક ચક્ર દરમિયાન જ્યારે તમે સૌથી વધુ ફર્ટાઈલ હોવ છો ત્યારે સેક્સ કરવાની ઈચ્છા વધી જાય છે. આ પ્રકારથી તમારું શરીર તમને જણાવી રહ્યું છે કે તમારુ શરીર હવે બાળક માટે બિલકુલ તૈયાર છે.
તે સિવાય પીરિયડ્સ આવવાનો પણ એક સંકેત હોય છે. છાતીને અડકવાથી દુખાવો થાય છે પરંતુ તે ઓવ્યુલેશનના સમયગાળા પર પણ થાય છે.
માથાનો દુખાવો અને પિમ્પલ્સ
જો તમને દર મહિને એક જ સમય ઉપર માથાનો દુખાવો થાય છે તો તે પ્રેગનેન્સી માટે શરીર તૈયાર થવાનો એક સંકેત હોઈ શકે છે. તમારા પિરિયડ આવવાના અમુક દિવસ પહેલા જ માથાનો દુખાવો થાય છે તો તે તમારા ફર્ટાઈલ હોવાની નિશાની હોઈ શકે છે.
અમુક મહિલાઓ કે છોકરીઓને પીરિયડ્સ આવવાથી અમુક દિવસ પહેલા ચહેરા પર પિમ્પલ્સ બહાર આવે છે શરીરમાં થઈ રહેલા હોર્મોનલ બદલાવ આપણા ચહેરાને ખૂબ જ ખરાબ કરી નાખે છે જેનાથી આપણા ચહેરા ઉપર પિમ્પલ નીકળવા લાગે છે. પિમ્પલ પણ એક સંકેત હોઈ શકે છે તો તમને જણાવી દઈએ કે તમારું શરીર બાળક માટે સંપૂર્ણ તૈયાર છે.
પેટ ફૂલવું અને દુખાવો
ઓવ્યુલેશન દરમિયાન તમને સામાન્ય ખેંચાણની લાગણી અનુભવાય છે તે પીરિયડ્સના ક્રેમ્પસ થી ઓછી હોઈ શકે છે. પેટમાં ડાબા અથવા જમણા ભાગમાં ખેંચાણ નો સંબંધ ઓવ્યુલેશનથી હોય છે અને તેનો અર્થ એ નથી કે તમારા પિરિયડ આવવાના છે તે અચાનક જ આવી શકે છે અને તમને સામાન્ય અથવા બધું ખેંચાણનો અનુભવ થઈ શકે છે.
પિરિયડ અને અમુક દિવસ પહેલા પેટ ફૂલવા નો અર્થ છે કે ઓવ્યુલેશન થઈ રહ્યું છે આ સમયે તમને ગળ્યુ અથવા મસાલેદાર ખાવાની ઈચ્છા પણ થાય છે. અને તેને ખાવાથી પેટ વધુ ફુલી શકે છે. શરીરના ઓવ્યુલેટ થવાથી હોર્મોનલ બદલાવના કારણે પણ પેટ ફૂલી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “મહિનામાં જ્યારે પણ તમને મળે આ સંકેત ત્યારે સમજો કે બાળક માટે તમારું શરીર બિલકુલ તૈયાર છે ”