ગુજરાતની પહેલી વિમાન હોટલ , જ્યાં હકીકતના પ્લેનમાં બેસીને ભોજન કરવાનો આનંદ માણો

વડોદરાના નેશનલ હાઇવે 48 પર આ હાઈ ફ્લાય હોટલ બનાવવામાં આવી છે. નેશનલ હાઈવે કપુરાઇ થી ધનિયાવી ચોકડી વચ્ચે બની હાઈ ફ્લાય હોટલ બનાવવી છે. ગુજરાતની આ પહેલી એવી હોટલ છે, જ્યાં લોકો રિયલના વિમાનમાં બેસીને ભોજનનો લ્હાવો લઇ શકશે. વિમાનમાં એકસાથે 102 લોકો બેસીને ભોજન ખાઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.

વિમાનમાં પ્રવેશવા માટે અહીં એરોબ્રીજ પણ છે, જેના મારફતે હાઈ ફ્લાય હોટલની એન્ટ્રી થાય છે. હોટલના સંચાલક મહેમૂદ મુખીએ વાતચીતમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના પ્રવાસનને વેગ આપ્યો છે. તેમણે ગુજરાતનું ટુરિઝમ વિકાસાવવા અનેક પ્રયાસો કર્યા છે. મને પણ એવો જ વિચાર આવ્યો. સામાન્ય પ્રજા ક્યારેય વિમાનમાં બેસી નથી. ત્યારે તેમના માટે આ પ્રકારની સુવિધા ઉભી કરું તેવો વિચાર મને આવ્યો હતો.

બેંગલોરના નેગ એવિયેશન કંપની પાસેથી આ એરક્રાફ્ટ ખરીદવામાં આવ્યું છે. બોઈંગની અંદર હોટલ બનાવવામાં આવે છે. અંદર જવા માટે એરો બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાંથી ચઢીને હોટલમાં જવાનું હોય છે. વિમાનમાં હોટેલ જતાં પહેલાં બોર્ડિંગ પાસ ઈશ્યૂ કરાવવામાં આવે છે. જેથી અહી આવનારાને વિમાનની મુસાફરી જેવો જ અનુભવ મળી રહે.

આ ફ્લાય હોટલ વિશ્વની 9મી, ભારતની 4 થી અને ગુજરાતની પહેલી વિમાન હોટલ બની છે. મહેમૂદ મુખી નામના વ્યક્તિએ આ વિમાન ખરીદીને તેને હોટલમાં કન્વર્ટ કર્યું છે.  

વિમાનમાં એર હોસ્ટેસ લોકોનુ સ્વાગત પણ કરશે. વિમાનના મુસાફરોની જેમ જ હોટલમાં આવનારા મહેમાનોનું સ્વાગત કરશે. વિમાનમાં જે રીતે સીટિંગ એરેન્જમેન્ટ હોય છે, તે રીતે જ અહી સીટિંગ એરેન્જમેન્ટ કરાઈ છે. લોકોને વિમાનમાં બેસીને મુસાફરી કરતા હોય તેવી જ અનુભૂતિ અહી થશે.આ હોટલ માં પંજાબી, ઇટાલિયન, મેક્સિકન, થાઈ ફૂડ મળી રહેશે અને સામાન્ય જનતાને તેનો ભાવ પોસાય તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે.

ન્યૂઝીલેન્ડના શહેર ટાઉપો, ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, ભારતના પંજાબના લુધિયાણા અને હરિયાણાના મોહરી સહિતના દુનિયાનાં 8 એવાં શહેરો છે. જેમની એક જ વિશેષતા છે. આ તમામ શહેરોમાં એરક્રાફ્ટમાં રેસ્ટોરન્ટ ધમધમે છે. આ યાદીમાં નવમું નામ વડોદરાનું ઉમેરાયું છે.   

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment