શોર્ટ ડ્રેસ પહેરનારી છોકરીઓને એક ખાસ સમસ્યાનો સામનો હંમેશા કરવો પડે છે. તેથી આ 5 ટિપ્સ ફક્ત તેના માટે છે. શોર્ટ્સ પહેરવા આજકાલ દરેક છોકરીઓને પસંદ હોય છે. આ પ્રકારની ડ્રેસ તમને સુંદર પણ દેખાડે છે અને હંમેશા અલગ દેખાવામાં મદદ પણ કરે છે. અત્યાર સુધી ગરમી અને ખૂબ તડકાને કારણે તમે જયારે પણ શોર્ટ્સ પેહરી હશે, તમારી ત્વચાએ તેની કિંમત ચૂકવી હશે. તેથી આ સાચો સમય છે, જ્યારે તમે તમારી ત્વચાની ખુબ સારી રીતે કાળજી લો.
જાંઘ કાળી પડી જાય છે
શોર્ટ ડ્રેસ પહેરવા પર તમે ગમે તેટલી સનસ્ક્રીન લગાવી લો, તડકાની અસર તમારી ત્વચાને એક થી બે ટોન ઓછી કરી દે છે. આ સ્થિતિમાં કોઈપણ કારણે સનબર્ન થાય છે, તો શું કહેવું. તમારી ત્વચાની સ્થિતિ ખરાબ થાય છે.
અત્યાર સુધી ખૂબ ગરમ અને ભેજવાળુ વાતાવરણ રહ્યું છે પરંતુ જ્યારે સવારે અને સાંજના સમયે વાતાવરણ ખુશનુમા થવા લાગે છે. તેથી તમે તમારી ત્વચા પર ઘણો પ્રેમ વરસાવો કેમકે શિયાળો આવતા જ તે કામ કરવું તમારા માટે મુશ્કેલ પડી જાય છે.
જાંઘની ત્વચાને હળવી બનાવવા માટે
જાંઘની ત્વચાની કાળાશ અને તેના પર જામેલ મૃત કોષોને દૂર કરવા માટે તમે લીંબુનો રસ અને નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો. તમે 3 ચમચી નારિયેળ તેલ લો અને તેમાં 2 ચમચી લીંબુનો રસ ઉમેરો.
આ મિશ્રણને તમારા પગ પર અને ખાસકરીને તમારી જાંઘ પર લગાવીને સારી રીતે મસાજ કરો. તેને 15 થી 20 મિનિટ પછી ચોખ્ખા પાણીથી પગ ધોઈને સાફ કરી લો. તમારે આ રીતને દરરોજ અજમાવવાની છે.
જાંઘ ને આપો પ્રેમભરી થપકી
જાંઘ આપણા શરીરનો તે ભાગ છે, જેને આપણે ત્વચાની સંભાળ દરમિયાન સૌથી વધારે અવગણીએ છીએ. મોટાભાગે આપણે ઘૂંટણની નીચેના ભાગ પર જ મોઈશ્ચરાઈઝર લગાવીએ છીએ. આ સ્થિતિમાં જાંઘની ત્વચામાં ઝીણી રેખાઓ દેખાય છે અને ત્વચા નિર્જીવ દેખાવા લાગે છે. સાથેજ કાળી પણ થઈ જાય છે.
હવે આ એક યોગ્ય સમય છે કે તમે તમારી ત્વચા પર એલોવેરા જેલનો ઉપયોગ નિયમિત રૂપે કરો. તેમ કરવાથી તમારી ત્વચા ટાઇટ પણ થશે અને તેનો રંગ પણ નિખરશે. રાત્રે સૂતા પેહલા એલોવેરા જેલ લગાવો. તેમ તમારે દરરોજ કરવાનું છે.
જાંઘને ગોરી બનાવવા માટે
તમારી જાંઘને ગોરી બનાવવા માટે તમે બટેકાને છીણી લો. હવે બટેકાની આ પેસ્ટથી તમારી જાંઘ પર 10 મિનિટ સુધી મસાજ કરો. પછી 10 મિનિટ માટે તેને લગાવીને છોડી દો અને પછી પાણીથી ધોઈને સાફ કરી લો. તેમ તમારે દરરોજ કરવાનું છે. ફક્ત 5 થી 7 દિવસની અંદર જ ત્વચા ગોરી થવા લાગશે.
બટેકા ત્વચામાં શુષ્કતા વધારે છે. તેથી તમે ત્વચા સાફ કર્યા પછી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ જરૂર કરો. જેથી ત્વચાની કોશિકાઓમા ભેજ જળવાઈ રહે. તમે એલોવેરા જેલ પણ લગાવી શકો છો.
ત્વચા ગોરી અને મુલાયમ બનશે
કેળું ખાધા પછી તેની છાલ ફેંકી ન દો. તેના બદલે તેને તમારી જાંઘની ત્વચા પર અંદરથી ઘસો. તેને બંને પગની જાંઘ પર 7 થી 10 મિનિટ સુધી ઘસો અને પછી 10 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવો. જો આવું તમે નિયમિત કરો છો, તો તમને જલ્દી જ પરિણામ જોવા મળશે.
જાંઘ પર દાળનું પેક લગાવો
તમારી જાંઘની ત્વચાને ગોરી અને સુંદર બનાવવા માટે તમે મસૂર દાળના પેકનો ઉપયોગ કરી શકો છો. આ પેક બનાવવા માટે અડધો કપ મસૂર દાળને આખી રાત પાણીમાં પલાળી રાખો. આ દાળને સવારે મધ સાથે પીસીને પેસ્ટ બનાવો.
આ પેકને જાંઘ પર અથવા આખા પગ પર લગાવીને છોડી દો. ત્યારબાદ લગભગ 25 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો. પછી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. તમારે આ કામ અઠવાડિયામાં એક કે બે વાર ચોક્કસ કરવું જોઈએ. જલ્દી રિઝલ્ટ મેળવવા માટે તમે દર બીજા દિવસે આ પેકનો ઉપયોગ કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team