શિયાળાની ઋતુ શરૂ થતા દરેક લોકોને સ્કિનને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. મોટા ભાગના લોકોની ત્વચા એકદમ શુષ્ક બની જતી હોય છે. શિયાળાની ઋતુમાં લોકો ના હાથ પગ ની ચામડી તથા ગાલની ચામડી ફાટતી હોય છે. કેટલીક વખત તો સ્કિન એટલી ડ્રાય થઇ જાય છે કે પગમાં દુખાવો અને લોહી નીકળવા જેવી સમસ્યા પણ થાય છે.
અત્યાર સુધી તમે કેળું ખાઈને તેની છાલ ફેંકી દેતા હશો, માટે આ વાંચીને તમને ચોક્કસ નવાઈ લાગી હશે. જો કે કેળાની છાલનો લોકો ઘણી વાર ઉપયોગ કરતા હોય છે, પણ તેને ખાઈ પણ શકાય તે ઘણાં ઓછા લોકો જાણતા હશે. કેળાની છાલમાં એન્ટી-ફંગલ તત્વો હોય છે, આ સિવાય ફાયબર, ન્યુટ્રિશન્સ અને બીજા ઘણાં ગુણકારી તત્વો હોય છે.
શિયાળાની શરૂઆત થવા જઇ રહી છે શિયાળો આવતા પગની એડી ફાટવા લાગે છે. એવામાં અમુક ઘરેલુ અને આસાન ઉપાય ને અપનાવીને તમે આ સમસ્યાથી દૂર રહી શકો છો અમે તમારી માટે પગની મુલાયમ અને સુંદર રાખવા માટે એક આસાન રીત જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે આસાનીથી તમારા પગની ખૂબસૂરતીને યોગ્ય રાખી શકો છો પગની ખૂબસૂરતીને સુંદર રાખવા માટે તમે કેળા ની છાલ નો ઉપયોગ કરી શકો છો આવો જાણીએ કેવી રીતે પગની કોમળ બનાવી શકાય છે.
કેળા ની છાલ ના ફાયદા
કેળામાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. અને એથી જ એ એનિમિયાની સમસ્યાનો રામબાણ ઇલાજ પણ માનવામાં આવે છે. કેળાની છાલને તમે તમારા પગની સુંદરતા વધારવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો.
કેળાની છાલથી આ રીતે બનાવો તમારા પગને સુંદર અને કોમળ
ફાટી ગયેલી એડીને સમસ્યાથી છુટકારો મેળવવા માટે અને પગને મુલાયમ બનાવવા માટે તમે કેળા ની છાલ નો ઉપયોગ કરી શકો છો. તેની માટે સૌપ્રથમ તમારે પગની યોગ્ય રીતે સાફ કરવા પડશે. જેથી કેળાની છાલ માંથી મળતા તત્વો તમારા પગ શોષણ કરી શકે. ત્યારબાદ કેળાની છાલને પગના તળવા ઉપર મસળો. તિરાડ વાળા ભાગ ઉપર કેળાની છાલને વિશેષરૂપથી રગડો. પાંચ મિનિટ સુધી મસાજ કર્યા બાદ પગને સામાન્ય ગરમ પાણીથી ધુઓ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team