દુનિયાભરમાં દિવાળીના તહેવારની એક અલગ જ રોનક હોય છે. આ રીતે દેશના ઘણા રાજ્યોમાં અલગ-અલગ રીતે દિવાળી ઉજવવામાં આવે છે.
ભારત તહેવારોનો દેશ છે અને કારતક મહિનામાં સૌથી મોટો તહેવાર આવે છે. દીવાનો આ તહેવાર ખુબજ આનંદ અને ઉત્સાહ થી ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના ઘણા રાજ્યોમાં દીવા અને રોશનીના અલગ જ શેડ્સ જોવા મળે છે. દિવાળી કારતક માસની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં લોકો અલગ-અલગ પ્રથાઓ, ધાર્મિક વિધિઓ અને ઘણું બધું સાથે વિવિધ રીતે દિવાળી ઉજવે છે.
ભારતના મોટાભાગના રાજ્યોમાં દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરીને, ઘરને દીવાઓથી રોશન કરી, પ્રિયજનોને ભેટ આપી અને ફટાકડા ફોડીને ઉજવવામાં આવે છે. આજે આ લેખમાં જાણો કે ભારતના અલગ-અલગ રાજ્યોમાં દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે.
વારાણસી
વારાણસીમાં દેવતાઓની દિવાળી ઉજવવામાં આવે છે, જેને દેવ દિવાળીના નામે ઓળખવામાં આવે છે. ભક્તોનું માનવું છે કે આ દરમિયાન દેવી-દેવતા ગંગામાં ડૂબકી લગાવવા માટે ધરતી પર આવે છે. ગંગા નદીમાં પ્રાર્થના અને દીવા પ્રગટાવવામાં આવે છે અને દીવા અને રંગોળીથી શણગારેલા કિનારા ખૂબ જ મંત્રમુગ્ધ લાગે છે. દેવ દિવાળી કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે અને દિવાળીના 15 દિવસ પછી આવે છે.
ઓરિસ્સા
ઓરિસ્સામાં દિવાળીના તહેવાર પર લોકો કૈરિયા કાઠી કરે છે. આ એક એવી વિધિ છે જેમાં લોકો સ્વર્ગમાં તેમના પૂર્વજોની પૂજા કરે છે. તે તેમના પૂર્વજો ને બોલાવી અને તેમના આશીર્વાદ લેવા માટે જ્યુટ લાકડીઓ બાળી નાખે છે. દિવાળી દરમિયાન ઓરિયા દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને દેવી કાળીની પૂજા કરે છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં દિવાળીની શરૂઆત વાસુ બારસ વિધિથી થાય છે જે ગાયો માટે હોય છે. પ્રાચીન ચિકિત્સક ધન્વંતરીને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંના લોકો ધનતેરસ ઉજવે છે. દિવાળીના તહેવાર પર મહારાષ્ટ્રીયન દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને પતિ પત્ની વચ્ચેના પ્રેમની ઉજવણી કરીને ‘દિવાળી ચા પાડવા’ ઉજવે છે. ભાઈબીજ અને તુલસી વિવાહની સાથે તહેવાર પૂર્ણ થાય છે જે લગ્નની શરૂઆતનું નિશાન છે.
ગોવા
ગોવામાં દિવાળી ભગવાન કૃષ્ણને સમર્પિત છે જે રાક્ષસ નરકાસુરનો નાશ કરે છે. દિવાળીથી એક દિવસ પહેલા નરકાસુર ચતુર્દશીના દિવસે રાક્ષસનું વિશાળ પૂતળુ બનાવી અને સળગાવવામાં આવે છે. દિવાળી દરમિયાન ગોવા અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ઘણા લોકો પાપોથી મુક્તિ મેળવવા માટે તેમના શરીર પર નાળિયેરનું તેલ લગાવે છે.
બંગાળ
બંગાળમાં દિવાળી કાળી પૂજા અથવા શ્યામા પૂજાની સાથે ઉજવવામાં આવે છે. દેવી કાળીને હિબિસ્કસના ફૂલોથી શણગારવામાં આવે છે અને મંદિરો અને ઘરમાં પૂજા કરવામાં આવે છે. ભક્તો માતા કાળીને મીઠાઈ, દાળ ,ચોખા અને માછલી પણ ચડાવે છે. કોલકત્તામાં દક્ષિણેશ્વર અને કાલીઘાટ જેવા મંદિર કાળી પૂજા માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત કાળી પૂજાથી એક રાત પહેલા, બંગાળી ઘરમાં 14 દીવા પ્રગટાવી ખરાબ શક્તિઓને દૂર કરવા માટે ભૂત ચતુર્દશી અનુષ્ઠાનનું પાલન કરે છે. કોલકત્તા ની પાસે બારાસાત જેવી જગ્યાઓ પર, કાળી પૂજા, ( આ મંદિરમાં ચાઇનીઝ લોકો માં કાળીની પૂજા પર કરે છે, પ્રસાદમાં નુડલ્સ ચડાવે છે) દુર્ગાપૂજા જેટલી જ ભવ્ય રીતે થાય છે, જેમાં થીમ આધારિત પંડાલો અને મેળાઓ હોય છે. કાળી પંડાલો સામે, ડાકીની અને યોગીની રાક્ષસોની આકૃતિમાં પણ જોઈ શકાય છે.
ભારતના આ રાજ્યોમાં જુદી જુદી રીતે દિવાળી ઉજવવામાં આવે છે. તમારા રાજ્યમાં દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે, તે અમારા ફેસબુક પેજ પર કૉમેન્ટ કરીને જરૂર જણાવો.
જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને લાઈક અને શેર કરો. આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team