આ તો આપણે બધા જાણીએ છીએ કે સાંપ ની જીભ આગળથી બે હિસ્સામાં કાપેલી હોય છે. પણ આવું હોવાનું કારણ મહાભારત માં મળેલ છે. વેદવ્યાસ રચિત મહાભારત માં આના સંબંધિત એક બહુજ રોચક કથા છે.
મહાભારત અનુસાર, મહર્ષિ કશ્યપ ની ૧૩ પ્ત્નીયો હતી. તેમની એક પત્ની હતી ક્દ્રું, બધાજ નાગ ક્દ્રું ની સંતન છે. મહર્ષિ કશ્યપ ની એમની એક પત્ની નું નામ વિનતા હતું. પક્ષી રાજ ગરુડ વિનતા ના પુત્ર છે. એક વાર ક્દ્રું અને વિનતાએ એક સફેદ ઘોડો જોયો. એ ઘોડો જોઈ ક્દ્રુંએ કહ્યું કે આ ઘોડાની પુંચ કાળી છે અને વિનતા એ કહ્યું કે પુંચ સફેદ છે. આ વાત પર બન્ને વચ્ચે શર્ટ લાગી. બસ ત્યારે ક્દ્રું એ પોતાના નાગ પુત્રો ને કહ્યું કે તેઓ પોતાના આકાર નાના કરી ઘોડાની પુંછ થી લપેટાઈ જાય, જેથી તેની પુંછ કાળી નજર આવે અને તે શર્ટ જીતી જાય.
એમાંથી થોડાક સાંપોએ આવું કરવાની મનાઈ કરી. ત્યારે ક્દ્રુંએ તેના પુત્રોને શ્રાપ આપ્યો કે તમે બધા રાજા જન્મેજય ના યજ્ઞ માં ભસ્મ થઇ જશો. શ્રાપ ની વાત સાંભળી સાંપ પોતાની માતા ના કહ્યા અનુસાર એ સફેદ ઘોડા ની પુંછ થી લપેટાઈ ગયા જેથી એ ઘોડાની પુંછ કાળી નજર આવી. શર્ત હારવાના કારણે વિનતા ક્દ્રુંની દાસી બની ગઈ.
જયારે ગરુડ ને ખબર પડી કે તેની માતા દાસી બની ગઈ છે તો ગરુડે ક્દ્રું અને તેના સર્પ પુત્રો ને પૂછ્યું કે તમને હું એવી કઈ વસ્તુ લાવી દઉજેનાથી મારી માતા તમારા દાસત્વ થી મુક્ત થઇ જાય? તો જવાબ માં સર્પો એ કહ્યું તમે અપને સ્વર્ગથી અમૃત લાવી દેશો તો તમારી માતા દાસત્વ થી મુક્ત થઇ જશે.
પોતાના પરાક્રમથી ગરુડ સ્વર્ગ થી અમૃત નું કળશ લઇ આવ્યા અને તેને કુષા (એક પ્રકારની ધારદાર ઘાંસ) પર રાખી દીધું. અમૃત પીધા પહેલા જયારે સર્પ સ્નાન માટે ગયા ત્યારે દેવરાજ ઇન્દ્ર અમૃત કળશ લઇ પાછા સ્વર્ગ લઇ ગયા. આ જોઈ સાંપે એ ઘાસને ચાટવાનું અહ્રું કરી દીધું જેના પર અમૃત કળશ રાખ્યું હતું, સાંપોને લાગ્યું કે આ સ્થાન પર અમૃત ના થોડા ટીપા અવશ્ય હશે. આમ કરવાથી સમ્પોના જીભ ના બે હિસ્સા થઇ ગયા.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI