શું તમે તમારા પાર્ટનર સાથે ફરીથી પ્રેમ માં પડવાનો એહસાસ કરો છો? એક એવો એહસાસ કે તેમને જોતાજ તમારા પેટ માં જીણી અને ચંચલ લાગણીયો નો મેહસૂસ થવા લાગે છે. આતો અર્થ એ છે કે તમે તમારા સાથી ના પ્રેમ માં અત્યંત ડૂબી ગયા છો અને એટલો પ્રેમ કરો છો કે તમે તમારું જીવન તેમના વગર વિચારી પણ નથી શકતા. જો કે લગ્ન પછી ઘણી વાર અઘરા સમય થી પણ પસાર કરવું પડે છે. અચાનક થી ક્યારેક તમને એવું લાગવા મંડે છે કે તમે તમારા પાર્ટનર સાથે લગ્ન કરીને બહુજ મોટી ભૂલ કરી દીધી. પણ આ બધું સાચું નથી. હા એક સમય આવે જ્યારે લગ્ન જીવન મુશ્કેલી જેવું લાગવા મંડે પણ લગ્ન ને ટકવા માટે કોશિશ તો કરવી પડે ને.
ચાલો જાણીએ થોડી રહસ્ય વાતો જે તમારા લગ્ન જીવન માં આનંદ લાવશે.
જ્યાં સુધી તમેં તમારા પાર્ટનર સાથે લડશો જગ્ડશો અને તમારા મતભેદોને ઉકેલશો નહીં ત્યાં સુધી લગ્ન જીવન માં કોઈ રસ લાગતો નથી. એક સુખી લગ્ન એ છે કે જ્યાં તમે એકબીજા સાથે પ્રમાણિક હોઇ શકો. તમે ક્યારેય તમારી જાતને એકલા શોધી શકશો નહીં કારણ કે તમારો સાથી હંમેશાં તમારા પાસે હશે!
જો તમારી કોઈ અપેક્ષા કે ઈચ્છા હોય તો તે તરત તમારા પાર્ટનર સમક્ષ વ્યક્ત કરો
જો તમે તમારા પાર્ટનર પાસે કોઈ ઈચ્છા રાખો છો તો તે તેમને જણાવી દો. આમ કરવાથી ભવિષ્ય માં આવતી ગેરસમજ દૂર થાય છે, તમારા બંને વચ્ચેની સમજમાં સુધારો કરવા માટે આ એક શ્રેષ્ઠ રીત છે.
સમાધાન વિષેની ચર્ચા કરો
લગ્ન જીવન માં થોડું ફેરફાર કરવા માટે સક્ષમ થવાથી તમારા જીવનસાથી સાથેના સંબંધમાં હકારાત્મકતાની ઝલક લાવી શકાય છે. તમારા અહંકાર ને છોડી ડો, તથા જીદ્દી ન બનો. જુઓ આમ કરવાથી તમારું ઘર સંસાર કેટલું સુંદર બની જશે.
થોડી મસ્તી તો ચાલેજ
જ્યારે તમે એકલા હોવ ત્યારે મસ્તી વાળો પ્રેમ કરો. એકબીજાને હેરાન કરો એકદમ ચંચલ મસ્તી જેમાં તમે એકબીજા સાથે વધારે નજીક આવી જશો. વસ્તુઓને સંપૂર્ણ નવા સ્તરે લો અને તમારા સંબંધોમાં આનંદ ઉમેરો.
તમારા ભવિષ્યના ગોલ વિષે વાત કરો
ક પરિણીત કપલ તરીકે, તમારે તમારા લગ્ન તેમજ તમારા વ્યક્તિગત જીવન પર કામ કરવું મહત્વનું છે. અલગ અલગ વસ્તુઓ વિશે વાત કરો કે જે તમે પરિણીત કપલ તરીકે અથવા માતાપિતા તરીકે પ્રાપ્ત કરવા માંગો છો. આવી ગંભીર વાતો શેર કરવાથી તમારા બંને વચ્ચે નજીકતા વધશે.
બાળકો પ્રત્યે પ્રેમ
જો તમને લાગે કે તમે બાળકો માટે તૈયાર છો, તો તમે શેની રાહ જોઈ રહ્યા છો! શિશુઓ કપલ ને નજીક લાવે છે અને તે એક સુખી કુટુંબ બનવાની દોરી બની જાય છે.
ખુબ વાતો કરો, પણ વાતો ના વડા ન કરો
સંચાર એ સફળ સંબંધની ચાવી છે. એક તંદુરસ્ત અને સાચા સંબંધને માં ઘણી વાત-ચિત હોવી જરૂરી છે! તમારા મતભેદ વિશે વાત કરી અને તમારા દલીલો ની ચર્ચા તમારા સંબંધો માં શાંતિ જાળવે છે
તેમને સ્પેશિય્લ ફિલ કરવો
તમારા સાથી ને વારંવાર પ્રેમ વ્યક્ત કરવો કોઈ ગુનો નથી, પણ એનો અર્થ એ નથી કે વારંવાર બસ આઈ લવ યુ બોલતા રેહવું. તમારા પતિના માટે મનપસંદ વાનગી બનાવવી અને આશ્ચર્યજનક જેવા નાના હાવભાવ લાંબા માર્ગ પર લઈ જશે.
ચાલો તો, આગળ વધો અને તમારા પાર્ટનરને બતાવો કે તમને એકબીજાની કેટલી જરૂર છે.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI