ક્લીન શેવની સરખામણીમાં દાઢીવાળા પુરુષોથી સ્ત્રીઓ વધુ આકર્ષિત થાય છે અને વિશ્વાસપાત્ર માને છે, જે લગ્ન માટે તેમની પહેલી પસંદગી પણ હોય છે

Image Source

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના અમેરિકાના પ્રવાસ માટે જતી વખતે વિમાનની અંદર બેસી તેનો એક ફોટો ટ્વીટ કર્યો હતો. આ ફોટા પછી સોશિયલ મીડિયા પર પીએમ મોદીની દાઢી ચર્ચાનો વિષય બની ગયો. એક મોટો વર્ગ પીએમ મોદીની વેલ ટ્રિમ દાઢીની પ્રશંસા કરતા થાકતો નથી, તેમજ બીજો વર્ગ ટાગોરના લૂકના વિદાયની ચર્ચા કરી રહ્યું છે.આ દરમિયાન એક રિસર્ચ ટ્રેડિંગ છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્ત્રીઓને ક્લીન શેવની સરખામણીમાં દાઢી વાળા પુરુષો વધારે પસંદ આવે છે. તો ચાલો જાણીએ કે સ્ત્રીઓની આ પસંદ પાછળનું રહસ્ય શું છે …

Image Source

પ્રિય પુરુષો, શું તમે જાણો છો કે

તમારી દાઢી તમારી લવ લાઇફ બનાવી શકે છે, તેમજ ક્લીન શેવ લુક તમારા પ્રેમ ભર્યા સપનાને ખરાબ કરી શકે છે. જોવામાં આવ્યું છે કે પુરુષોને ક્લીન શેવ રાખવી પસંદ હોય છે. તેને લાગે છે કે છોકરીઓ અને સ્ત્રીઓને ક્લીન શેવ વાળા પુરુષ જ પસંદ આવે છે, પરંતુ હવે સમયની સાથે ઝડપથી વલણ બદલાઈ રહ્યું છે. ક્વીન્સલેન્ડ વિશ્વવિદ્યાલયના એક સંશોધન મુજબ, સ્ત્રીઓ અને છોકરીઓને ક્લીન શેવ વાળા પુરુષોની સરખામણીમાં દાઢી વાળા પુરુષ વધારે આકર્ષક લાગે છે. એટલે હવે સમય આવી ગયો છે કે તમે શેવિંગ ક્રીમની સરખામણીમાં દાઢી જેલ પર વધારે ખર્ચ કરવાનું શરૂ કરી દો.

Image Source

સર્વેમાં 8500 સ્ત્રીઓએ ભાગ લીધો

ક્વીન્સલેન્ડ વિશ્વવિદ્યાલયના સંશોધનકર્તા તેના આ સંશોધનમાં 8500થી વધારે સ્ત્રીઓનો સમાવેશ કર્યો. તેમાં સ્ત્રીઓ પાસે દાઢી વાળા અને ક્લીન શેવ લુક વાળા પુરુષોનું રેટિંગ કરવું. સાથેજ તેની સાથે સબંધિત સવાલ પણ પૂછ્યા. આ દરમિયાન, સ્ત્રીઓને એકજ ચેહરો ઘણા રૂપમાં દેખાયો. પુરુષોના ચેહરા દાઢી, ક્લીન શેવ, મૂછ અને આખી દાઢીની સાથે બતાવવા માટે કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો.

Image Source

દાઢી વાળા પુરુષો વધારે સાથ આપે છે

સંશોધનના પરિણામ મુજબ, સ્ત્રીઓએ દાઢી વાળા પુરુષોને લગ્ન માટે વધારે યોગ્ય જણાવ્યા, જ્યારે થોડી દાઢી વાળા પુરુષોને સ્ત્રીઓએ આખી દાઢી અને ક્લીન શેવ રાખનાર પુરુષોની સરખામણીમાં વધારે આકર્ષિત માન્યા. તેમજ ક્લીન શેવ વાળા પુરુષોને કેઝ્યુઅલ સબંધો માટે યોગ્ય હોવાનું જણાવ્યા.

Image Source

દાઢી અને મૂછ વાળા આદર્શ સાથી હોય છે

એક ડેટિંગ સાઈડ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, 60 ટકા સ્ત્રીઓ દાઢી વાળા પુરુષો તરફ આકર્ષિત થઈ. તેમજ લગભગ 50 ટકા સ્ત્રીઓને દાઢી અને મૂછ વાળા પુરુષો આદર્શ સાથી રૂપે પસંદ કર્યા.

દાઢી વાળા પર સ્ત્રીઓને વિશ્વાસ

સ્ત્રીઓને લાગે છે કે દાઢી વાળા પુરુષ વધુ સાથ આપે છે અને સારા પાર્ટનર બને છે. અભ્યાસ મુજબ, જે પુરુષ તેની દાઢીને સરખી રીતે માવજત કરીને રાખે છે, તેઓ લાંબા ગાળાના સબંધોમાં વિશ્વાસ રાખે છે. તેમજ સ્ત્રીઓ અને છોકરીઓ પણ પોતાના સંબંધને લઈને તે છોકરા અને પુરુષો પર વધારે વિશ્વાસ કરે છે, જેઓ સારા વ્યક્તિત્વ સાથે દાઢી ધરાવે છે.

ફક્ત બે ટકા લોકો ક્લીન શેવ કરાવે છે

ગીતાંજલિ સલૂનમાં હેર આર્ટિસ્ટ મોહિત નાગિયા જણાવે છે કે સલૂન આવતા મોટાભાગના લોકો તેની દાઢી સેટ કરાવવા આવે છે. તેની દાઢીને આકાર આપવાનું કહે છે. અમારા સલૂનમાં દિવસભરમાં 50 ગ્રાહક આવે છે, તો તેમાંથી બે ટકા ક્લીન શેવ કરાવે છે. બાકી લોકો પૂછે છે કે ટિપ્સ જણાવો જેથી દાઢી થોડી વધુ જાડી થઈ શકે.

Image Source

સારા પિતા બને છે

ઇવોલ્યુશન એન્ડ હ્યુમન બિહેવિયર જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, સ્ત્રીઓ માને છે કે દાઢી વાળા પુરુષ સારા પિતા પણ બને છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment