લાલ રંગની બંગડીને સ્ટાઇલિશ લૂકમા પહેરવા માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
બંગડીઓ વગર સ્ત્રીઓનો શણગાર અધૂરો છે. બજારમાં તમને જુદી જુદી બંગડીઓ મળી જશે. પરંતુ લાલ બંગડીનો ક્રેઝ હજુ પણ સ્ત્રીઓમાં ઓછો થયો નથી. આ રંગ સુહાગની નિશાની તો માનવામાં આવે છે, પરંતુ હવે લાલ બંગડીઓને જુદી જુદી રીતે સ્ટાઇલિશ રીતે પહેરવાનો એક ટ્રેન્ડ બની ચૂક્યો છે.
જો તમે પણ લાલ બંગડીઓ પહેરવા ઇચ્છો છો, પરંતુ તમને સમજાતું નથી કે તેને સ્ટાઈલ કેવી રીતે કરવી તો આજે અમે તમને જણાવીશું કે લાલ બંગડીઓને તમે ક્યાં આઉટફિટ સાથે કઈ રીતે સ્ટાઈલ કરીને પેહરી શકો છો. તમને જણાવી દઈએ કે લાલ બંગડીઓ તમને એથનિક લુક આપવાની સાથે સ્ટાઇલિશ અને એલીગેન્ટ લુક પણ આપે છે.
ક્યાં આઉટફીટ સાથે લાલ બંગડી પહેરવી
જ્યારે વાત બંગડી પહેરવાની આવે છે તો આપણે એ વિચારીયે છીએ કે બંગડીઓ કોઈ એથનિક આઉટફીટ સાથે જ પેહરી શકાય છે પરંતુ તમે લાલ બંગડીઓને વેસ્ટર્ન અથવા ઇંડો વેસ્ટર્ન આઉટફીટ સાથે પણ પેહરી શકો છો. તેના માટે તમે સાદી લાલ રંગની કાંચની બંગડીઓ મેચ કરી એક સાથે એકજ હાથમાં નાખો. તેમતો લાલ રંગની બંગડીઓ દરેક રંગના આઉટફીટ પર સારી લાગે છે, પરંતુ રેડ, બ્લેક, બ્લુ અને ડાર્ક ગ્રીન કલરની સાથે તે વધારે હાઈ લાઈટ થાય છે. પરંતુ તમે થોડું અલગ કરવા ઇચ્છો છો, તો તમે લાલ રંગની બંગડીઓ સાથે એક સુંદર બ્રેસ્લેટ પણ પેહરી શકો છો.
કલર મેચિંગ કેવી રીતે કરવું
જો તમે લાલ રંગની બંગડીઓ એક સાથે ભેગી કરીને પેહરવા ઈચ્છતા નથી, તો તમે તેને જુદા રંગ અને પેટર્નની બંગડીઓ સાથે પેર બનાવીને પેહરી શકો છો. સૌથી સારો કલર કોમ્બિનેશન લીલો અને લાલ કલરની બંગડીઓનો હોય છે. આ પ્રકારની બંગડીઓ તમે કોઈપણ એથનીક લુક વાળા આઉટફીટ સાથે પેહરી શકો છો.
લહેંગા અથવા ડિઝાઇનર સલવાર સૂટ સાથે જો તમે લાલ રંગની બંગડીઓ પહેરવા ઇચ્છો છો અને તેને સ્ટાઇલિશ લુક આપવા ઇચ્છો છો, તો કેટલીક ડિઝાઇનર અને સ્ટોન વર્ક વાળી બંગડીઓ લાલ રંગની બંગડીઓ વચ્ચે લગાવી લો અને પછી તેને પેહરો. તેનાથી બંગડીઓનો લુક ખૂબજ સારો લાગે છે.
આ રીતે મેચ કરો
જો તમે લહેંગા અથવા સાડીની સાથે લાલ રંગની બંગડીઓ પેહરી રહ્યા છો, તો તમારે આ બંગડીઓ સાથે ભારે સ્ટોન વર્ક, જરી વર્ક અથવા કુંદન વર્ક વાળી બંગડીઓ અથવા કડાઓ સાથે મેચ કરવી જોઈએ. તમે ઇચ્છો તો ડિઝાઈનર લાખની બંગડીઓ પણ લાલ બંગડીઓ સાથે પેહરી શકો છો. લાલ બંગડીઓને વધુ ડિઝાઇનર બનાવવા માટે તમે લટકણ વર્ક વાળા કડા પણ પેહરી શકો છો. તમે કડાઓને બંગડીઓની વચ્ચે પણ લગાવી શકો છો અને ફક્ત આગળ પાછળ કડાને લગાવીને પણ એક સેટ તૈયાર કરી શકો છો.
જૂની બંગડીનો ફરીવાર ઉપયોગ કરો
જો તમે પરણિત છો તો તમારી પાસે લાલ રંગની જૂની બંગડીઓ જરૂર હશે. જો બંગડીઓ કાંચની છે તો તમે તેને થોડો ડિઝાઇનર લુક આપવા માટે તેને મેટલના પહોળા કડા સાથે પેહરો. તેટલું જ નહિ તમે તે બંગડીઓ પર રેશમનો દોરો લપેટીને તેને સ્ટાઇલ કરી શકો છો. આ રીતે તમારી જૂની લાલ રંગની બંગડીઓ પણ ઉપયોગ થઈ જશે.
આશા છે કે તમને લાલ રંગની બંગડીઓનો સ્ટાઇલિશ લુક પહેરવા માટે આ હેક્સ પસંદ આવ્યા હશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team