જો તમે અત્યાર સુધી ખીચડી ન ખાવા માટે અલગ અલગ બહાના બનાવો છો તો હવે તમારે તેના સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે પણ જાણવું જરૂરી છે.
ખીચડીનું નામ સાંભળતા જ લોકો અલગ અલગ બહાના બનાવે છે. ખાસકરીને, નાના બાળકો ખીચડી ન ખાવા માટે ઘણા બહાના બનાવે છે. પરંતુ, આ એક સરળ રેસિપી છે, જેને સામન્ય રીતે લોકો ત્યારે બનાવે છે, જ્યારે તમને શાક રોટલી અથવા સંપૂર્ણ ભોજન બનાવવાની ઈચ્છા ન થાય. પરંતુ તેની ખાસિયત અહી સુધી જ પૂરતી નથી પણ આ એક એવી ડિશ છે જેમાં ઘણા પ્રોટીન સાથે ઘણા પ્રકારના પોષક તત્વ જોવા મળે છે, જે તમારા સંતુલિત આહારની દૈનિક જરૂરિયાતોને પૂરી કરવામાં ઘણી મદદ કરે છે.
ઘણા લોકોને ફક્ત દાળ અને ભાત ખાવાનું પસંદ નથી હોતું. આ સ્થિતિમાં તે તેની મનપસંદ શાકભાજીઓને તેમાં સમાવેશ કરી ફક્ત ખીચડીનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ તેને વધારે પૌષ્ટિક બનાવે છે. બની શકે છે કે તમે હંમેશા ખીચડી ખાવાનું છોડી દો છો, પરંતુ આ લેખ વાંચ્યા પછી તમે આ ભૂલ કરશો નહીં. તો ચાલો આજે આ લેખમાં તને ખીચડી ખાવાના કેટલાક સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ વિશે જણાવીએ.
પ્રોટીનનું વધુ સારું મિશ્રણ
આપણે બધા જાણીએ છીએ કે પ્રોટીન સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે અને તેથી આપણે પ્રોટીનથી ભરપૂર ખોરાકનું સેવન કરીએ છીએ. પરંતુ દરેક પ્રકારના ફૂડ આઇટમમાં પ્રોટીનના દરેક ઘટક હાજર હોય, તે જરૂરી નથી. આ અર્થમાં ખીચડીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, કેમકે ચોખા અને દાળને ઉમેરી પ્રોટીનનું સારું મિશ્રણ બને છે. આમ તો દાળમાં પ્રોટીન વધારે માત્રામાં જોવા મળે છે, પરંતુ તેમાં લાઈસીન નામનો પ્રોટીન ઘટક ઓછું હોય છે. બીજી બાજુ ચોખામાં સલ્ફર યુક્ત પ્રોટીનની ઉણપ હોય છે. પરંતુ તે દાળમાં હોય છે.
સ્નાયુઓના વિકાસમાં મદદરૂપ
સામન્ય રીતે, લોકો માને છે કે બીમાર વ્યક્તિને ખીચડી ખાવી જોઈએ, પરંતુ એક સ્વસ્થ વ્યક્તિ માટે પણ ખીચડી તેટલી જ જરૂરી છે. તે તમારા સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરે છે, કેમકે તેમાં પ્રોટીનના લગભગ દરેક ઘટકો રહેલ હોય છે અને આ રીતે પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોવાના કારણે તમારા સ્નાયુઓ પર સકારાત્મક અસર નાખે છે.
વિટામિન અને ખનીજથી સમૃદ્ધ
ખીચડી ખાવાનો એક ફાયદો એ પણ છે કે તેના સેવનથી તમને ભરપૂર માત્રામાં વિટામિન અને ખનીજ મળે છે. જો તમે તેને અઠવાડિયામાં એક વાર પણ ખાઓ છો, તો તમને પોટેશિયમ, મેગ્નીશિયમ અને ફોસ્ફરસ સાથે ઘણા પોષક તત્વો મળે છે. આ ઉપરાંત, જ્યારે તમને વિવિધ પોષક તત્વ મળે છે તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ મળે છે.
સંતુલિત ભોજનની જરૂરિયાતોને પૂરી કરે
સામાન્ય રીતે સંતુલિત આહાર લેવા માટે લોકો દાળ, શાક, રોટલી અને ભાતને અલગથી બનાવે છે. આમ તેનો બધો સારો સમય બરબાદ થઈ જાય છે. પરંતુ જો તમારી પાસે રસોઈ માટે સમય ફાળવવા માટે પૂરતો સમય નથી તો ખીચડી બનાવવી એક સારો વિચાર છે, કેમકે તે કાર્બોહાઈડ્રેટ થી લઈને પ્રોટીન અને મેક્રો પોષક તત્વોની જરુરૂતોને પૂરી કરે છે. આ રીતે તેને એક પૂર્ણ ભોજન રૂપે જોઈ શકાય છે. તમે ઇચ્છો તો તેના પોષક તત્વો વધારવા માટે કેટલીક શાકભાજી પણ ઉમેરી શકો છો.
પાચનમાં સરળ
આ પણ ખીચડી ખાવાનો એક મોટો ફાયદો છે. ખીચડી ભલે સંપૂર્ણ ભોજન છે, પરંતુ તે પચાવવામાં ખૂબ સરળ હોય છે. તેથી, જો તમે બીમાર છો તો પણ ખીચડીને તમારા ભોજનનો ભાગ બનાવી શકો છો. તે તમારા આંતરડા પર વધારે દબાણ નહિ કરે અને તમને સરળતાથી બધા પોષક તત્વ પ્રાપ્ત થશે.
જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર ચોક્કસપણે કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team