તુલસીના પાનને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે અને તેને સ્ટોર કરતી વખતે અપનાવો આ ઉપાય 

આયુર્વેદમાં તુલસીના પાનને સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ માનવામાં આવ્યું છે. તેનું નિયમિત સેવન કરવાથી વ્યક્તિ ઘણા પ્રકારના રોગોથી દૂર રહે છે. ઘણા ઘરોમાં તો લોકો શરદી અને ખાંસી જેવી તકલીફથી બચવા માટે તુલસીના પાનને પહેલેથી જ સ્ટોર કરીને રાખે છે. જેથી જરૂર પડવા પર તેનો ઉપયોગ કરી શકે. પરંતુ તુલસીના પાનને જો યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો તે કાળી પડવા લાગે છે. અને ખરાબ થઇ જાય છે, તથા પોતાનો સ્વાદ પણ ગુમાવી બેસે છે. એવામાં જો તમે તુલસીના પાનને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માંગો છો અને તેને સ્ટોર કરવા માંગો છો તો આ ટિપ્સ તમારી મદદ કરી શકે છે.

તુલસીના પાનને કરો ફ્રીઝ

તુલસીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે તેને ફ્રીઝરમાં મૂકો. તેની માટે તમારે પાનને તોડીને સૌ પ્રથમ યોગ્ય રીતે ધોઈ લેવા જોઈએ. ત્યારબાદ તેને એક પ્લાસ્ટિક સ્ટોરેજ બેગ અથવા તો જી પાઉચમાં મૂકીને ફ્રીઝરમાં રાખો. પરંતુ એ વાત ન ભૂલો કે ફ્રીઝરમાં સ્ટોર કરતા પહેલા તુલસીના પાન ભીના ન હોય.

પાનનું પાણી સૂકવીને જ ફ્રીઝમાં કરો સ્ટોર

તુલસીના પાનને છોડથી અલગ કર્યા બાદ તેને ધોયા વગર જ ફ્રિજમાં સ્ટોર કરીને મૂકવાથી તે લાંબા સમય સુધી ગ્રેટ રહી શકે છે તેની માટે આ પાનને પ્લાસ્ટિકમાં ન લપેટો તેમ કરવાથી તે કાળી પડી જશે અને તેમાં ધબ્બા પણ પડી શકે છે આ પાન નું પાણી શુ કર્યા બાદ જ તેને કોઇ એર ટાઇટ કન્ટેનરમાં નાખી ને ફ્રિજમાં મૂકો.

તુલસી ને પાણીમાં કરો સ્ટોર

તુલસીના પાનને જો તમે દસ દિવસ સુધી સ્ટોર કરીને રાખવા માંગો છો તો તેની ડાળી ને પાણી ના ફૂલદાનમાં નાખીને રૂમના ટેમ્પરેચર પર રાખો.આમ કરતી વખતે પહેલા નીચેના પાન ને હટાવી લો. અને પહેલા તેનો ઉપયોગ કરો. જો કોઈ પાન પાણીને સ્પર્શ કરે છે તો તે ખૂબ જ જલ્દી કાળી પડી જશે તેથી તેને ખુલ્લું મૂકી દો અને કોઈ એવી જગ્યા પર રાખો જ્યાં તેને રોશની મળી શકે. પરંતુ આમ કરતી સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેને ગરમી થી દુર રાખો ત્યારબાદ અમુક દિવસ પછી તેનું પાણી બદલતા રહો અને તેના મૂળને નીચેથી કાપો નહીં તો તે ચીકણા થવા લાગશે. તમે આ તુલસીના પાનને આવશ્યકતા અનુસાર ઉપયોગ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment