ટીવીનો સૌથી વિવાદિત શો બિગ બોસના 13મી સિઝનને અત્યાર સુધી સૌથી હિટ શો માનવામાં આવે છે. આ શો માં ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લા છવાઈ ગયા હતા. આ શોમાં તેમને એટલી બધી પોપ્યુલારિટી મળી હતી કે તે દરેકના દિલમાં ઘર કરી ગયા હતા. પરંતુ હવે સિદ્ધાર્થ શુક્લા આ દુનિયામાં નથી, 2 સપ્ટેમ્બરે તેમને 40 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવવાથી તેમનું નિધન થઈ ગયું. આ ખબર થી તેમના ફેન્સ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા બિગ બોસના ઘણા સિતારા એ ખૂબ નામ કમાયું છે. પરંતુ અમુક એવા કન્ટેસ્ટન્ટ પણ છે જે ખૂબ જ ઓછા સમયમાં આ દુનિયાને છોડીને જતા રહ્યા છે તેમાં સિદ્ધાર્થ શુક્લા સહિત પ્રત્યુષા બેનર્જી, સ્વામી ઓમ જેવા નામ પણ સામેલ છે.
સિદ્ધાર્થ શુકલા ન માત્ર બિગ બોસ 13 ના વિજેતા હતા. પરંતુ તેમના ફેન્સે પણ તેમને ખૂબ જ પસંદ પણ કર્યા હતા. આ શો પછી તેમની ફેન્સ ફોલોવિંગ ખૂબ વધી ગઈ હતી અને તે ટીવી શોના સુપરસ્ટાર બની ગયા હતા.પરંતુ 2 સપ્ટેમ્બરે મુંબઈમાં તેમના ફ્લેટમાં હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થઈ ગયું હતું. સિદ્ધાર્થ માત્ર 40 વર્ષની ઉંમરમાં આ દુનિયાને છોડીને જતા રહ્યા.
અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી પણ બીગ બોસ 7 માં ભાગ લઇ ચૂકેલી છે. 2016ના તેમને પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સંજોગ જુઓ પ્રત્યુષા અને સિદ્ધાર્થ બંને કલર્સના પોપ્યુલર શો ‘બાલિકા વધુ’ માં લીડ રોલ કરી રહ્યા હતા.
સ્વામી ઓમ બિગ બોસ બેનના કન્ટેસ્ટન્ટ રહી ચૂક્યા છે. તેમને આ શોમાં ખૂબ હંગામો મચાવ્યો હતો. પોતાની હરકતના કારણે તે આ શોના સૌથી વિવાદિત કન્ટેસ્ટન્ટ બની ગયા હતા. સ્વામી ઓમ પેરેલાઇસ થઈ ગયા હતા અને આ બીમારીને કારણે તેમનું નિધન થઈ ગયું હતું.
અભિનેતા સોમનાથ ચિત્તૂર પણ આ દુનિયામાં રહ્યા નથી. સોમનાથ બિગ બોસ મલયાલમ નો હિસ્સો હતા. કોરોનાની બીમારીને કારણે તેમનું નિધન થઈ ગયું હતું.
ઇન્ટરનેશનલ સેલિબ્રિટી જેડ ગુડી બિગ બોસ સિઝન 2માં દેખાઈ હતી. આ શોની પહેલા બિગ બ્રધર નો પણ કિસ્સો રહી ચુકી હતી. જેડ ગુડી કેન્સરની બીમારીથી ઝઝૂમી રહી હતી ત્યારબાદ તે વર્ષ 2008 માં તેમનું નિધન થઈ ગયું હતું.
બિગ બોસ કન્નડ નો હિસ્સો રહી ચૂકેલી એક્ટ્રેસ જ્યશ્રી રમૈયાએ પણ આ વર્ષે આત્મહત્યા કરી લીધી હતી રિપોર્ટ અનુસાર તે ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team