ચા સાથે બિસ્કીટ જ નહીં પરંતુ તમે આ હેલ્ધી નાસ્તા પણ લઈ શકો છો 

Image Source

જો તમે પણ હંમેશા ચાની સાથે બિસ્કિટ ખાવાનું પસંદ કરો છો તો આજે અમે તમને અન્ય હેલ્ધી ઑપ્શન વિશે જણાવીશું.

જ્યારે પણ ચા નો સમય થાય છે ત્યારે તેની સાથે કઈ ને કઈ ખાવાનું મન અવશ્ય થાય છે. ખાસ કરીને તેની સાથે લોકો બિસ્કિટ ખાવાનું વધુ પસંદ કરે છે બિસ્કીટ એક લાઈટ નાસ્તાના રૂપમાં જોવામાં આવે છે પરંતુ ઘણા લોકોને એ વાતની જાણકારી હોતી નથી કે માર્કેટમાં મળતા વધુ પડતા બિસ્કીટ હેલ્ધી હોતા નથી કારણ કે તેમાં કાફી માત્રામાં મેંદો, મીઠું, બટર, અને તેલ તૈયાર કરવામાં આવે છે. જે ક્યાંક ને ક્યાંક આપણા હૃદય પર વિપરીત અસર કરે છે. તે સિવાય તેમાં કેલેરી કાઉન્ટ પણ વધુ જોવા મળે છે અને ખાસ કરીને બે બિસ્કીટની કેલેરી એક રોટલી જેટલી હોય છે. તેથી ક્યાંક ને ક્યાંક તમે તમારા ડાયટિંગ પ્લાનમાં પણ ગડબડ ઉભી કરો છો.

બની શકે છે કે તમે અત્યાર સુધી સાથે માત્ર બિસ્કીટ ખાધા હશે પરંતુ હવે અમે તમને તમારા નાસ્તા ટાઈમમાં વેરાઈટી ઇચ્છો છો તો પછી તમે ઘણા હેલ્ધી ઑપ્શન પણ સિલેક્ટ કરી શકો છો જે ટેસ્ટી પણ હોય અને તેનું કેલેરી કાઉન્ટ પણ ઓછું હોય તો ચાલો આજે આ લેખમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હોસ્પિટલ ના ઇએસઆઇ હોસ્પિટલના ડાયટિશ્યન રીતુ પુરી આપણને એવા અમુક હેલ્ધી ઑપ્શન વિશે જણાવશે જેને તમે બિસ્કીટ ની સાથે બદલી ને ખાઈ શકો છો 

Image Source

ખાખરા

જો તમે ચા ની મજા બે ગણી કરવા માંગો છો તો તેની સાથે ખાખરા ખાઈ શકો છો આ એક ગુજરાતી ડીશ છે જેને બેસન ની દાળ અથવા તો લોટ ની મદદથી બનાવવામાં આવે છે તમે પ્લેન ખાખરા થી લઈને મસાલા અથવા તો મેથી ખાખરા પણ બનાવી શકો છો અથવા તેને માર્કેટમાંથી ખરીદી પણ શકો છો.

રોસ્ટેડ મખાણાં

જો તમે પેટ ભરાય તેવા નાસ્તાની શોધમાં છો તો તેવામાં તમે રોસ્ટેડ મખાણા ખાઈ શકો છો. પરંતુ પોતાની કેલેરી કાઉન્ટ ને ધ્યાનમાં રાખીને તમે તેને ક્રોસ કરતી વખતે ઘીનો ઉપયોગ કરશો નહીં એક વખત તમે મુઠ્ઠીભર અથવા તો અડધી વાટકી ભરીને ખાઈ શકો છો મખાણામાં કેલ્શિયમ અને પ્રોટીન સારી માત્રામાં જોવા મળે છે.જેના કારણે તે મહિલાઓ માટે એક સારો નાસ્તો સાબિત થઈ શકે છે.

Image Source

સૂકી ભેલ 

ચા સાથે સૂકી ભેલ અથવા તો મમરા પણ ખાઈ શકાય છે તેમાં તમે સૂકા વટાણા અને બાફેલા ચણા નાખીને ખાઈ શકો છો. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં ચણા અને વટાણા હોય છે તેથી કાર્બ્સ અને પ્રોટીન પણ ખૂબ સારું મળે છે.એમાં તે ખૂબ સારો સાંજનો નાસ્તો બની શકે છે.

થેપલા

થેપલા તમને માર્કેટમાં તૈયાર બનેલા મળી જાય છે તમે બેકઅપ જેટલા પણ લઇ શકો છો અને ચા સાથે તેને લઈ શકો છો. તેમાં કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે અને તે ખૂબ જ હેલ્ધી હોય છે.જો તમે ઈચ્છો તો ચાની સાથે બિસ્કિટ અને કંઈક ચટપટું નમકીન ખાવાનું સારું લાગે છે તો તેમાં તમે થેપલા નું સેવન કરી શકો છો.

Image Source

શેકેલા ચણા

જો તમે ઈચ્છો તો ચણાને ચાટના રૂપમાં ચાની સાથે ખાઈ શકો છો.જેની માટે તમે માર્કેટમાંથી ચણા લાવીને તેને રોસ્ટ કરો. ત્યારબાદ તમારા ટેસ્ટ અનુસાર તેમાં અમુક મસાલા મિક્સ કરી શકો છો જેમ કે તમે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી શકો છો અને તેની સાથે મીઠું મરચું ચાટ મસાલો અને લીંબુ પણ ઉમેરીને તેનો સ્વાદ વધારી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment