હંમેશા લોકો માર્કેટમાંથી નારિયેળ ખરીદતી વખતે મૂંઝવણમાં રહે છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવી રહ્યા છીએ કેટલીક સરળ ટિપ્સ જેને અનુસરી તમે એકદમ સરસ નારિયેળ ખરીદીને ઘરે લાવી શકો છો.
ઘણીવાર બજારમાંથી લાવેલા નારિયેળ અંદરથી એકદમ ખરાબ અથવા સુકા નીકળે છે. આ સ્થિતિમાં સવાલ એ ઉદ્દભવે છે કે આખરે બહારથી જોઈને આપણે સારુ નારિયેળ કેવી રીતે પસંદ કરી શકીએ? જાણો કેટલીક સરળ ટિપ્સ જેને અનુસરી તમે માર્કેટમાંથી ફક્ત બહારથી જોઈને જ એકદમ સારું નારિયેળ ખરીદીને ઘરે લાવી શકો છો.
- નારિયેળ ખરીદતા પેહલા હલાવીને જરૂર જુઓ.
- વધારે પાણી વાળુ નારિયેળ જ ખરીદવુ.
- જે નારિયેળમાં બહારથી તિરાડ પડી હોય તેને ખરીદવાનું ટાળો.
- તિરાડના કારણે તેમાં અંદર સુધી ધૂળ અને કીટાણુઓ જવાનું જોખમ રહે છે.
- જો તમે ધ્યાન આપ્યું હોય તો જોયું હશે કે નારિયેળમાં એક જ પ્રકારના કેટલાક કાળા ડાઘ હોય છે, તેને નારિયેળની આંખ કેહવામાં આવે છે.
- જો તે મુલાયમ હોય તો તેને ખરીદવુ નહિ.
- નારિયેળની આંખ મુલાયમ હોવાને કારણે નારિયેળનું પાણી બહાર નીકળી શકે છે અને અંદરથી નારિયેળ પણ ખરાબ થઈ શકે છે.
- જે નારિયેળ બહારથી જ ભેજવાળું હોય તે લેવું નહી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team