શું તમારી આંગળીઓ ફાટી રહી છે?? તો રસોડામાં જ મળી આવતી આ 5 વસ્તુઓથી રાહત મેળવો

Image Source

હાથની આંગળીઓ ફાટી રહી છે, તો નિષ્ણાત દ્વારા જણાવેલા આ ઘરેલુ ઉપચારો જરૂર અજમાવી જુઓ.

ચેહરાની સુંદરતાની સાથે સાથે હાથની સુંદરતા પર ધ્યાન આપવુ પણ ખૂબ જરૂરી છે કેમકે ચેહરા પછી શરીરના જે ભાગ સૌથી વધારે ખુલ્લો હોય છે, તે હાથ જ છે. લોકોની નજર પણ ચેહરા પછી હાથ પર પડે છે, તેથી દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેના હાથ મુલાયમ અને ચોખ્ખા જોવા મળે. પરંતુ, મોટાભાગની સ્ત્રીઓની ફરિયાદ હોય છે કે ઘણી સાર સંભાળ કર્યા પછી પણ હાથની આંગળીઓ ખરબચડી રહે છે અને ત્વચા ફાટેલી જોવા મળે છે.

આ વિશે બ્યુટી નિષ્ણાત રેનુ માહેશ્વરી કહે છે, મોટાભાગે આવું તે સ્ત્રીઓ સાથે થાય છે, જેની ત્વચા શુષ્ક હોય છે. ઘણીવાર રસોડાનું સંપૂર્ણ કામ સંભાળનાર સ્ત્રીને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે, કેમકે રસોડાના લગભગ દરેક કામમાં પાણીનો ઉપયોગ થાય છે અને ત્વચા જેટલી વધારે પાણીના સંપર્કમાં રહે છે, તેટલી વધારે શુષ્ક થાય છે.

જો તમે પણ ફાટેલી આંગળીઓની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે રસોડામાં જ તેનો ઉપચાર પણ શોધી શકો છો. રેનુજી જણાવે છે કે, ‘ રસોડામાં રહેલા મસાલા, તેલ અને ઘીથી જ તમે ફાટેલી આંગળીઓનો ઉપચાર કરી શકો છો અને શ્રેષ્ઠ વાત તો એ છે કે તેનો ખૂબ સારું અને ઝડપી પરિણામ જોવા મળે છે.

Image Source

સરસવનું તેલ

ત્વચા માટે સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક હોય છે. રેનુ જી જણાવે છે કે, ‘સરસવના તેલમાં વિટામિન ઈ હોય છે. સાથેજ તેમાં ઓમેગા – 3 અને 6 ફૈટી એસીડ પણ હોય છે. તે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે અને તેને ચુસ્ત બનાવી રાખે છે. જો તમારા હાથની આંગળીઓની ત્વચા ફાટી રહી છે તો તેનાથી ઉતમ દેશી ઉપચાર બીજો કોઈ નથી.

તમે રાત્રે સૂતા પહેલા સરસવના તેલને થોડું ગરમ કરી અને એક વાટકીમાં રાખી દો. ત્યારબાદ તમે આ તેલમાં દસ મિનિટ માટે આંગળીઓને ડુબાડી રાખો. આમ નિયમિત કરવાથી તમને ખૂબ લાભ થશે.

નોંધ – જે તેલનો તમે એક વાર ઉપયોગ કર્યો છે તેને બીજા દિવસે પણ ગરમ કરીને ઉપયોગ કરી શકો છો.

મધ

ત્વચા માટે મધનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. તે એક કુદરતી મોઈશ્ચરાઈઝર છે. તે એન્ટી બેક્ટેરિયલ હોવાની સાથે-સાથે એન્ટિ-ઇન્ફ્લેમેટરી પણ હોય છે. જો તમારા હાથની આંગળીઓની ત્વચા ફાટી રહી છે, તો મધને એક દેશી ઉપચાર તરીકે ઉપયોગ કરી શકો છો. રેનુ જી તેની એક સરળ રીત પણ જણાવે છે –

સામગ્રી

  • 1 મોટી ચમચી એલોવેરા જેલ
  • 1 નાની ચમચી મધ

રીત

  • એક વાટકીમાં એલોવેરા જેલ અને મધને મિક્સ કરી લો.
  • હવે આ મિશ્રણને આંગળી ઉપર લગાવો.
  • ત્યારબાદ તમે 15 થી 20 મિનિટ પછી હાથને ધોઈ લો.
  • હાથને ધોઈ લીધા પછી તમારે હાથના ક્રીમનો ઉપયોગ જરૂર કરવો જોઈએ.

Image Source

હળદર

હાથની ફાટેલી આંગળીઓ પર ઘા લાગ્યો હોય તો દવા તરીકે તમે હળદર અને મધનું મિશ્રણ લગાવી શકો છો. રેનુજી જણાવે છે કે, ‘ હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણ રહેલો હોય છે અને મધ કુદરતી મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. બંનેને મિક્સ કરીને લગાવવાથી ઘા રૂઝાઈ જાય છે અને ત્વચાની શુષ્કતા પણ દૂર કરે છે.

નોંધ – તમે સરસવના તેલને ગરમ કરીને તેમાં હળદર મિક્સ કરીને પણ લગાવી શકો છો. તેનાથી પણ તમને ખૂબ વધારે ફાયદો મળશે.

દેશી ઘી

રેનુજી જણાવે છે કે, ‘ ઘીમાં વિટામીન એ અને ઈ ભરપૂર માત્રામાં હોય છે. ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવા માટે પણ દેશી ઘી એક સારો વિકલ્પ છે. ઘી જેટલું વધારે જૂનું હશે તેટલું વધારે ફાયદાકારક થશે.

Image Source

સિંધવ મીઠું

ઘણીવાર હાથોમાં મૃત ત્વચાના પડ જામવાના કારણે પણ હાથ ખરબચડા હોય તેવો અનુભવ થાય છે. આ સ્થિતિમાં તેની કાળજી કરવી ખૂબ જરૂરી હોય છે. તેના માટે તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો. રેનુજી જણાવે છે કે, ‘સિંધવ મીઠું ત્વચાને ચોખ્ખી તો કરે જ છે, સાથેજ ત્વચાના કોષોને રિપેર અને મજબૂત પણ કરે છે. તેનાથી ત્વચામાં સુંદરતા આવે છે.

  • 1 મોટી વાટકીમાં ગરમ પાણી લો અને તેમાં 1 મોટી ચમચી સિંધવ મીઠું નાખો
  • ત્યારબાદ તેમાં થોડી વાર માટે હાથને ડૂબાડો.
  • 15 મિનિટ પછી હાથને મુલાયમ રૂમાલથી સારી રીતે લૂછી લો.

નોંધ – હાથ પર જો કોઈ તાજો ઘા હોય તો મીઠા વાળા પાણીમાં હાથ ડૂબાડવા નહી કારણકે તેનાથી તમને બળતરા થઈ શકે છે.

આશા છે કે તમને નિષ્ણાત દ્વારા આપવામાં આવેલી આ જાણકારી પસંદ આવી હશે. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર અને લાઈક જરૂર કરો. આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલા રહો

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment