પરોઠાના ટેસ્ટમાં એક નવો સ્વાદ મેળવવા ઇચ્છો છો તો આ સામગ્રીને મિકસ કરો. તેનાથી પરોઠાનો સ્વાદ બમણો થઈ જશે.
મોટાભાગના લોકો બ્રેકફાસ્ટમાં પરોઠા ખાવાનું પસંદ કરે છે. ગરમા ગરમ પરોઠા, અથાણું અને ચટણી સાથે ખૂબ પસંદ કરવામાં આવે છે. ભારતમાં જુદી જુદી રીતે પરોઠા બનાવવામાં આવે છે, જેમાં બટેકા, કોબી, સતુ વગેરેના પરોઠા શામેલ છે. પરંતુ રોજ રોજ એક પ્રકારના પરાઠા ખાવાથી કંટાળી ગયા હોવ તો તેના સ્વાદમાં થોડો ટવીસ્ટ લાવી શકાય છે. તમને જણાવી દઈએ કે ઘરમાં એવી ઘણી સામગ્રીઓ હોય છે, જેની મદદથી તમે પરોઠાના સ્વાદમા વધારો કરી શકો છો.
આ રેસિપીને તમે કોઈપણ પરોઠા સાથે અજમાવી શકો છો. તેનાથી તમને સાદા પરોઠામાં પણ એક અલગ જ સ્વાદ આવશે, જેને તમે વારંવાર ખાવાનું પસંદ કરશો. તો ચાલો જાણીએ કે ઘરે પરોઠા બનાવતી વખતે કંઈ કંઈ સામગ્રીને મિકસ કરવામાં આવે છે.
અથાણાનો મસાલો
જો તમે સતુ અથવા બટેકાના પરોઠા બનાવી રહ્યા છો તો તેના સ્ટફિંગમા અથાણાનો મસાલો મિક્સ કરી દો.ઘ્યાન રાખો કે જ્યારે તમે સતુના પરાઠા બનાવી રહ્યા હોય ત્યારે અથાણાનું તેલ અને મસાલા બંને મિકસ કરી શકો છો. સતુ સૂકા હોય છે, આવી સ્થિતિમાં જો તમે તેલ અને મસાલાને ઉમેરશો તો સ્ટફિંગ ભીનું થશે નહિ. જ્યારે બટેકાનું સ્ટફિંગ બનાવી રહ્યા છો તો તેમાં ફક્ત અથાણાનો મસાલો મિક્સ કરો, તેલ નહિ. તેલ મિક્સ કરવાથી પરાઠાનું સ્ટફિંગ ભીનું થઇ જશે અને તે વણતા પેહલા જ ફાટી જશે. તેથી જ્યારે પણ પરાઠા બનાવી રહ્યા હોય, ત્યારે થોડો અથાણાનો મસાલો ચોક્કસપણે મિક્સ કરો.
કસૂરી મેથી
જો તમે બટેકા, સતુ અથવા કોબી જેવા કોઈપણ પ્રકારના પરોઠા બનાવી રહ્યા હોય તો તેમાં કસૂરી મેથીના દાણા નાખો. ખાસકરીને જો તમારૂ સ્ટફિંગ ભીનું થઈ ગયું હોય તો તમે કસૂરી મેથી મિક્સ કરી શકો છો. સ્ટફિંગમાં કસૂરી મેથીને મિક્સ કરવા ઉપરાંત તમે તેને લોટમાં મિકસ કરી શકો છો. ખરેખર જ્યારે લોટમાં કસૂરી મેથી મિકસ કરશો ત્યારે પરોઠા સ્વાદિષ્ટ હોવાની સાથે તમને તેની સુંગંધ પણ ખૂબ ગમશે. તેમજ પરોઠાને ધીમા તાપે પકાવો, જેથી અંદરનું સ્ટફિંગ સરખી રીતે રાંધવામાં આવે.
સત્તુના પરોઠામાં મૂળાનો સ્વાદ
જો તમે ઘરે મૂળાના પરોઠા બનાવી રહ્યા છો તો તેને છીણ્યા પછી સરખી રીતે નીચવી લો. તેમજ મીઠું સ્ટફિંગમાં તરત મિકસ કરશો નહિ. જ્યારે લોટ તૈયાર થઈ જાય ત્યારે છેલ્લે મિશ્રણમાં મીઠું ઉમેરો. પેહલા મીઠું નાખવાથી તે પાણી છોડવા લાગે છે અને પરોઠા બનતા પહેલા જ ફાટી જાય છે. તેમજ જો તમે મૂળાના પરોઠા પહેલીવાર બનાવી રહ્યા છો તો સત્તુની સાથે મિકસ કરી સ્ટફિંગ તૈયાર કરો. તેનાથી સત્તુ અને મૂળા બંનેનો સ્વાદ આવશે.
નમકીન
નાસ્તામાં નમકીન ખાવું કોને પસંદ હોતું નથી, પરંતુ શું તમે ક્યારેય પરોઠામાં તેને મિક્સ કરીને ખાધું છે. જ્યારે સ્ટફિંગ ભીનું હોય છે ત્યારે નમકીનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમે ઇચ્છો તો પરોઠાને એક નવો સ્વાદ આપવા માટે પણ નમકીનને મિક્સ કરી શકો છો. જ્યારે બટેકાના મસાલો બનીને તૈયાર થઈ જાય ત્યારે નમકીન ક્રશ કરી મિક્સ કરો. તેને મિક્સરમાં પિસવાની ભૂલ ક્યારેય કરશો નહિ. આ રીતે તમે નમકીનની મદદથી પરોઠાને એક નવો સ્વાદ આપી શકો છો.
આ બધી રીત તમે પરોઠા બનાવતી વખતે અજમાવી શકો છો. સાથેજ જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “પરોઠામાં આ ખાસ વસ્તુઓ ઉમેરશો તો ભોજનનો સ્વાદ થશે બમણો”