વરસાદ પડવાની અગાઉ સુચના આપે છે કાનપુરનું આ જગન્નાથ મંદિર

આ ગામ કાનપુર જિલ્લાના ઇનરનેગાંવ વિકાસ બ્લોકથી માત્ર ત્રણ કિલોમીટરની દૂરિ પર આવેલ છે, જે ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક શહેર તરીકે ઓળખાય છે.

આ એ જગ્યા છે જ્યાં તડકામાં છતથી પાણી ના ટીપા પડશે અને વરસાદમાં પાણી ત્પ્કેલ દરેક કાણા બંધ થઇ જવાનું રહસ્ય છે. આ ઘટના કોઈ મામુલી બિલ્ડીંગ કે મકાનમાં નહી પણ ભગવાન જગન્નાથના આ પ્રાચીન મંદિરમાં છે.

છત ટપકવાથી થાય છે વરસાદ હોવાની આહટ 

Jagannath Temple Behta, Kanpur, Hindi, Information, Jankari, Kahani, Mystery, Rahsya,

ગ્રામીણ જણાવે છે કે વરસાદ આવવાના છ- સાત દિવસ પેહલા મંદિરની છત પરથી પાણી ટપકવા લાગે છે. આટલુજ નહી જે પ્રકારની બુંદ ટપકે છે, એજ આધાર પર વરસાદ થાય છે.  હવે લોકો મંદિરની છતનો સંદેશો સમજે છે અને જમીન એકત્રિત કરવા બહાર જાય છે. આશ્ચર્યજનક બાબત એ છે કે જેમ વરસાદ શરૂ થાય છે તેમ છત સંપૂર્ણપણે અંદરથી શુષ્ક બની જાય છે.

વૈજ્ઞાનિક પણ નથી જાણી શક્યા આ રહસ્યનું કારણ

મંદિરની પ્રાચીનતા અને છતથી પાણી ટપકવાના રહસ્ય વિષે મંદિરના પુજારી જણાવે છે કે પુરાતત્વ વિશેશ્ગ્ય અને વૈજ્ઞાનિક ઘણી વાર અહી આવ્યા, પણ આના રહસ્યને ઓળખી ન શક્યા. અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે ૧૧ મી સદીમાં મંદિરની પુનઃસ્થાપના કરવામાં આવી હતી.

શું છે અનુમાન 

fb_img_1476515809462

મંદીરની બનાવટ બૌદ્ધ મઠ જેવી છે. મંદિરની દીવાલો ૧૪ ફીટ મોટી છે. આ મંદિર સમ્રાટ અશોકના શાસન દરમિયાન કરવામાં આવે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ત્યાજ મંદિરની બહાર મોર ના નિશાન હોવાથી એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ મંદિર ચક્રવર્તી સમ્રાટ હ્ર્શ્વર્ધ્ન ના સમયે તૈયાર કર્યું હશે. પરંતુ આ મંદિરના નિર્માણનું બરાબર અનુમાન હજી સુધી નથી ખબર પડી રહી.

કોની થાય છે પૂજા?

ભગવાન જગન્નાથનું આ મંદિર ખૂબ પ્રાચીન છે. કોર્ટયાર્ડમાં સૂર્ય ભગવાન અને પદ્મનાભમની મૂર્તિઓ પણ છે. જગન્નાથ પૂરીની જેમ, ભગવાન જગન્નાથની મુલાકાત પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે. લોકોની બગવાન પ્રત્યે આસ્થા ખુબજ ઊંડી છે. લોકો દર્શન માટે અહી આવતા-જતા રહે છે. આ મંદિર હવે એક પ્રકારનું ટુરિસ્ટ સ્પોટ પણ બની ગયું છે.

| ऊँ શ્રી કૃષ્ણ ગોવિંદાઈ નમો નમઃ ||

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

 

AUTHOR : ADITI NANDARGI 

 

Leave a Comment