વરસાદી ઋતુમાં અથાણાને ફૂગથી બચાવવા માટે અજમાવો કેટલીક ટિપ્સ

Image Source

જો વરસાદની ઋતુમાં તમારા અથાણામાં પણ ફૂગ લાગી જાય છે, તો અહી જણાવવામાં આવેલ ટિપ્સ અજમાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

વરસાદની ઋતુમાં હંમેશા ખાવા પીવાની વસ્તુઓમાં ફંગસ અથવા ફૂગ લાગવા માંડે છે. આ ફૂગ ફક્ત ખાવાના સ્વાદને જ ખરાબ નથી કરતી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ નુકશાનકારક સાબિત થઈ શકે છે. ખાસકરીને અથાણામાં ફૂગ લાગવી એક સાધારણ સમસ્યા છે. આ ફૂગ ફક્ત વરસાદની ઋતુમાં જ નહિ પરંતુ ક્યારેક ક્યારેક અથાણામાં ભેજના કારણે પણ લાગે છે જે સંપૂર્ણ અથાણાને ખરાબ કરી શકે છે.

અથાણા વગર તો જેમકે ભોજનનો સ્વાદ જ અધૂરો છે અને ભોજનનો સ્વાદ વધારતા આ અથાણાંને વરસાદની ઋતુમાં ફૂગથી કેવી રીતે બચાવવું તે એક મોટો સવાલ છે. તો ચાલો જાણીએ કોઈ એવી સરળ રીત વિશે જે અજમાવી વરસાદની ઋતુમાં લાગતી ફુગથી અથાણાને બચાવી શકાય છે.

Image Source

સામગ્રી સંપૂર્ણ રીતે સુકાયા પછી અથાણું બનાવો

તમે જ્યારે પણ અથાણું બનાવો ત્યારે અથાણાની દરેક સામગ્રીઓને સરખી રીતે સૂકવો. જ્યારે સામગ્રી સરખી રીતે સુકાયેલી હોતી નથી ત્યારે તેમાં ભેજ વધારે હોવાને કારણે વરસાદી ઋતુમાં અથાણામાં પાણી આવવા લાગે છે અને તે ખરાબ થવા લાગે છે. ક્યારેક ક્યારેક અથાણાને તડકામાં જરૂર રાખો કેમકે જ્યારે વરસાદ થાય છે ત્યારે ઘણીવાર થોડા દિવસ સુધી તડકો આવતો નથી. પરંતુ તમને જેવો તડકો દેખાઈ એટલે તાત્કાલિક તડકામાં રાખી દો, જેનાથી અથાણામાં ફૂગ લાગી શકે નહિ.

Image Source

અથાણામાં વધારે તેલ અને મીઠું ઉમેરો

ઘણીવાર અથાણામાં લાગતી ફુગનું મુખ્ય કારણ તેલ મસાલાની ઉણપ હોય છે જ્યારે તેમાં તેલ સરખી રીતે મિક્સ થઈ શકતું નથી ત્યારે અથાણામાં વરસાદની ઋતુ દરમિયાન ભેજના કારણે ફૂગ થવા લાગે છે. અથાણાને ફૂગથી બચાવવા માટે તેમાં થોડું વધારે માત્રામાં તેલ અને મીઠું મિક્સ કરો. પ્રયત્ન કરો કે અથાણું તેલમાં સરખી રીતે ડૂબી જાય. તેમ કરવાથી તેમાં ઝડપથી ફૂગ લાગશે નહિ. હંમેશા અથાણું બનાવવા માટે વધારે તેલનો ઉપયોગ કરો અને અથાણાની ઉપર તેલની એક સપાટી બનાવી દો.

ફૂગથી બચવા માટે અથાણાને કેવી રીતે સંગ્રહિત કરવું

સામન્ય રીતે સ્ત્રીઓ અથાણું બનાવતી વખતે સાવધાની તો રાખેજ છે પરંતુ જ્યારે તેને સંગ્રહ કરવાની વાત આવે છે ત્યારે તેને સરખી રીતે સંગ્રહ કરી શકતા નથી. જેનાથી અથાણું લાંબા સમય સુધી ટકી શકતું નથી અને તેમાં ફૂગ લાગવા માંડે છે. હંમેશા અથાણા કાંચની બરણીમાં અથવા ચીનાઈ માટીના વાસણમાં જ સંગ્રહ કરવો જોઈએ. ક્યારેય પણ અથાણાંને પ્લાસ્ટિકના કન્ટેનર અથવા બરણીમાં રાખશો નહિ. તેનાથી અથાણાનું પ્લાસ્ટિક સાથે પ્રતિક્રિયા થઈ શકે છે જે ફંગસની સાથે અથાણામાં દુર્ગંધ પણ ઉત્પન્ન કરી શકે છે. અથાણું સંગ્રહ કરતા પેહલા કાંચની બરણીને સરખી રીતે ધોઈને તડકામાં સૂકવો.

Image Source

આ બાબતોનું ધ્યાન રાખો

  • હંમેશા અથાણું કાઢવા માટે સુકી ચમચીનો ઉપયોગ કરો. ક્યારેય પણ ભીની ચમચીને અથાણામાં નાખશો નહિ અને તેની સાથેજ અથાણું કાઢવા માટે ભીની ચમચીનો ઉપયોગ કરશો નહિ.
  • અથાણાની બરણીને વારંવાર ખોલવાથી બચવા માટે અથાણાંને એક ભાગને એક નાની બોટલમાં દૈનિક ઉપયોગ માટે રાખો.
  • જો થોડી માત્રામાં અથાણાનો સંગ્રહ કરવો છે તો તમે તેને ફૂગથી બચાવવા માટે ફ્રીજમાં સંગ્રહ કરી શકો છો.
  • અથાણું બનાવતા પેહલા બધા મસાલાને થોડા શેકી લો જેનાથી ભેજ દૂર થઈ જશે.
  • અથાણાને થોડા સમયે તડકો જરૂર આપો અને તેને ભેજવાળી જગ્યાએથી દૂર રાખો.

ઉપર જણાવેલ દરેક બાબતોનું ધ્યાન રાખી અને અહી જણાવવામાં આવેલ ટીપ્સને અનુસરી તમે અથાણાને ફૂગ લાગવાથી બચાવવાની સાથે લાંબા સમય સુધી સંગ્રહ પણ કરી શકો છો.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “વરસાદી ઋતુમાં અથાણાને ફૂગથી બચાવવા માટે અજમાવો કેટલીક ટિપ્સ”

Leave a Comment