ભારત ઘણા રીતરિવાજો થી ભરેલો દેશ છે .અહિયાં ના મંદિર ,મસ્જીદથી ઘણી વાર્તા ઓ જોડાયેલી છે .અહીંયા ના અનોખા મંદિર અને પરંપરા ઓ દુનિયાભર મા જગજાહેર(મશહુર) છે . ભારત મા દર થોડા થોડા દિવસે કઈક ને કંઇક વિચિત્ર ચમત્કાર સાંભળવા મળે છે .કોઇ કોઇ મંદિર માં તો ભગવાન ની પુજા કરવા માટે અલગ અલગ રીતો અપનાવાય છે .
પણ શુ થાય જો કોઇ મંદિર મા પૂજારી નહી પણ બીજુ કોઈ પુજા કરતુ હોય . હા, આજે અમે તમને આ બ્લોગ દ્વારા એક મંદિર જણાવશું જ્યાં પુજારી પુજા નથી કરતા .હવે તમે વિચારશો કે પુજારી નહી તો કોણ પુજા કરતું હશે?
તમારા સવાલ નો જવાબ છે – સાપ.
આશ્ચર્ય થયુ ને તમને ,આ સત્ય છે .ઉત્તરપ્રદેશ ના આગરા ની પાસે એક ગામમાં પ્રાચીન મંદિરમાપુજા કરવા માટે ૧૫ વરસ થી એક નાગ આવે છે એવુ કહેવાય છે કે આ મંદિર મા એક સાપ (નાગ) રોજ ૪ થી ૫ કલાક રહે છે અને ભગવાન ની પુજા કરે છે .આ નાગ લગભગ સવારે ૧૦ વાગે આવે છે .અને બપોરના ૨-૩ વાગ્યા સુધી માં જતો રહે છે .અને આશ્ચર્ય ની વાત એ છે કે અહિયાં આવવા વાળા શ્રધ્ધાળુઓ કોઈ સાપ થી ડરતા નથી .અને સાપ પણ તેમને કોઈ નુકશાન પહોંચાડતો નથી .અને એવુ પણ કહેવાય છે કે આ મંદિર મા પુજા કરવાથી બધી મનોકામના પુરી થાય છે.
આવી જ કંઈક દિલચસ્પ વાતો ના લીધે શિવરાત્રી મા યાત્રાળુઓ અને શ્રધ્ધાળુઓ ની ભીડ જામી જાય છે .
જોકે ,નાગ ના પ્રવેશ સાથે જ મંદિર ના દ્વાર બંધ કરી દેવામાં આવે છે .અને નાગ ના ગયા પછી જ દર્શન કરવા દેવાય છે .તો પણ ઘણા શ્રદ્ધાળુઓ કલાકો સુધી નાગ ના દર્શન કરવા મંદિર ની બહાર ઉભા રહે છે .
કોઈ પણ મનુષ્ય દ્વારા દેવી દેવતાઓ ની પુજા કરવી એ સામાન્ય વાત છે પરંતુ આજ ગુણ કોઇ જીવજંતુ મા જોવા મળે તો તેને ચમત્કાર કહેવામાં આવે છે .
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI