રામગોપાલ એક શહેરમાં નોકરી કરતો હતો અને તે પોતાની પત્ની સાથે ત્યાં જ રહેતો હતો. એક દિવસ તેના પિતાજી પણ તેની પાસે ગયા,પહેલાં તો રામગોપાલ અને તેની પત્ની તેમને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેમના પિતાજી હવે અહીં જ રહેવાના છે તો તેમને ખૂબ જ ચિંતા થવા લાગી. તેમને ત્યાં માત્ર એક રૂમ રસોડું અને એક વરંડો હતો રાત્રે બધા જ લોકો જમવા માટે તે વરંડામાં જ બેસતા હતા. રામગોપાલ ના પિતાએ ક્યારેય ખુરશી પર બેસીને ખાવા ખાધું ન હતું તેથી જ્યારે પણ તે તેમની સાથે જમવા બેસતા ત્યારે ટેબલ પરથી લગભગ જમવાનું પડી જતું હતું અથવા તો તેમની પ્લેટ પડી જતી અને તૂટી જતી હતી, અમુક દિવસ સુધી તો આ બધું રામગોપાલ અને તેમની પત્નીએ સહન કર્યું પરંતુ એક દિવસ તેની પત્ની બોલી કે દરરોજ દરરોજ આવું નહીં ચાલે. રામગોપાલ અને તેની પત્નીને તેના પિતાજી ને એક લોખંડની થાળી બનાવી આપી અને તેમાં અલગ-અલગ જગ્યા એ રસોડામાં બેસાડીને જ જમાડતા હતા અને જ્યારે મન થાય ત્યારે કંઈ પણ બોલી દેતા હતા, પરંતુ આ વૃદ્ધ પિતા શું કરે તે ચુપ ચાપ બધું જ સાંભળી લેતા હતા.
સમય પસાર થતો ગયો અને એક દિવસ રામગોપાલના પુત્રએ તેમને પૂછ્યું કે તમે લોકો દાદાજીને કેમ લોખંડની થાળીમાં જમવાનું આપો છો?આ વાત પર રામગોપાલે કહ્યું કે તારા દાદા હવે વૃદ્ધ થઈ ગયા છે, અને દરરોજ એક થાળી તોડી નાખે છે તેથી તેમને અલગ અલગ લોખંડની થાળીમાં જમવાનું આપીએ છીએ,ત્યાર બાદ રામગોપાલને તેના પુત્રએ જવાબ આપ્યો અને કહ્યું કે જ્યારે તમે બંને પણ વૃદ્ધ થઈ જશો ત્યારે હું પણ તમને બંનેને આવી જ રીતે લોખંડની થાળીમાં જમવાનું આપીસ, આ સાંભળીને રામગોપાલ અને તેની પત્નીને ખૂબ જ અફસોસ થયો. ત્યારબાદ એ દિવસથી તે લોકોએ પિતાજીને લોખંડ ની થાળી ફેંકીને બધા જેમાં જમે છે તેમાં જમવાનું આપવા લાગ્યા.
આ વાર્તામાં આપણને એ જ શીખ મળે છે કે આપણે આપણા મોટા સાથે જેવું વર્તન કરીશું તેવુંજ આપણા નાના બાળકો શીખશે અને તેવું જ આપણી સાથે પણ કરશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “એક વૃદ્ધ પિતાની એવી સ્ટોરી જે વાંચ્યા પછી તમને વિચારવા પર મજબૂર કરી દેશે ”