શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસનામાં આ વિશેષ પૂજા વિધિ અજમાવવાથી કુંડળીના મહાપાપ ભસ્મ થશે

Sawan 2021: सावन में भगवान शिव की साधना में अपनाएं ये विशेष पूजा-विधि, भस्म हो जाएंगे कुंडली के महापाप

Image Source

મહાદેવની પૂજામાં અભિષેકનું ખૂબ વધારે મહત્વ છે. ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી આપણી કુંડળીના મહાપાપો પણ ભસ્મ થઈ જાય છે અને આપણામાં શિવત્વનો ઉદભવ થાય છે.

ભગવાન શિવનો પ્રિય મહિનો એટલે કે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ઘણા ખુશ રહે છે અને ભકતોની સાધના અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈને તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થતાં જ દેશભરના તમામ શિવ મંદિરોમાં ભકતોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મંદિરોમાં લાંબી લાઈનો લગાવીને ભક્તો મહાદેવની પૂજા અર્ચના અને અભિષેક કરી રહ્યા છે. મહાદેવની પૂજામાં અભિષેકનું ખૂબ વધારે મહત્વ છે. ભગવાન શિવનું રુદ્રાભિષેક કરવાથી આપણી કુંડળીના મહાપાપ પણ બળીને ભસ્મ થઈ જાય છે અને આપણામાં શિવત્વ નો ઉદભવ થાય છે. રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. બધી મનોકામના પૂર્ણ કરવા માટે એકમાત્ર સદાશિવ રુદ્રના પૂજનથી તમામ દેવતાઓની પૂજા આપમેળે થઈ જાય છે.

રુદ્રાભિષેકની વિવિધ પૂજાથી થતા ફાયદાઓ નીચે મુજબ છે:

Image Source

  • પાણીથી અભિષેક કરવાથી વરસાદ પડે છે.
  • અસાધ્ય રોગોને શાંત કરવા માટે કુશોદકથી રુદ્રાભિષેક કરો.
  • મકાન-વાહન માટે દહીંથી રુદ્રાભિષેક કરો.
  • લક્ષ્મી પ્રાપ્તિ માટે શેરડીના રસથી રુદ્રાભિષેક કરો.
  • ધનસંપત્તિ વધારવા માટે મધ અને ઘીથી અભિષેક કરો.

श्रावण मास में भगवान भोलेनाथ के रुद्राभिषेक से होते हैं आश्चर्यजनक लाभ - पर्दाफाश

Image Source

  • તીર્થના પાણીથી અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
  • સુગંધિત પાણીથી અભિષેક કરવાથી રોગનો નાશ થાય છે.
  • પુત્ર પ્રાપ્તિ માટે દૂધથી અને જો સંતાન મૃત પેદા થાય તો ગાયના દૂધથી રુદ્રાભિષેક કરો.
  • રુદ્રાભિષેકથી યોગ્ય અને વિદ્વાન સંતાનની પ્રાપ્તિ થાય છે.
  • તાવની શાંતિ માટે શીતળ પાણી અથવા ગંગાજળથી રુદ્રાભિષેક કરો.

Image Source

  • સહસ્ત્રનામ મંત્રનું સ્મરણ કરતાં ધૃતની ધારાથી રુદ્રાભિષેક કરવાથી વંશની વૃદ્ધિ થાય છે.
  • પ્રમેહ રોગની શાંતિ પણ દૂધના અભિશેકથી થાય છે.
  • ખાંડવાળા દૂધથી અભિષેક કરવા પર બુદ્ધિ વાળા વ્યક્તિ પણ વિદ્વાન બને છે.
  • સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુ પરાજિત થાય છે.
  • મધથી અભિષેક કરવાથી ક્ષય ( તપેદિક ) રોગ દુર થઈ જાય છે.
  • ખરાબ લોકોને નષ્ટ કરવાની ઈચ્છા હોય તો પણ મધથી રુદ્રાભિષેક કરો.
  • ગાયના દૂધથી અને શુદ્ધ ઘી દ્વારા અભિષેક કરવાથી આરોગ્યતા પ્રાપ્ત થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment