ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફાર થાય છે, સાથેજ તેના શરીરની જરૂરિયાતો પણ વધવા લાગે છે. તો ચાલો અહી કેટલીક એવી વસ્તુઓ વિશે જાણો જે સ્ત્રી અને બાળક બંનેને સ્વસ્થ રાખશે અને તેના શરીરની જરૂરીયાતોને પણ પૂરી કરશે.
ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીના શરીરમાં ઘણા પ્રકારના ફેરફાર થાય છે. તેના કારણે ઉલ્ટી, માથાનો દુખાવો, ચક્કર આવવા, બેચેની વગેરે જેવી ઘણી સમસ્યાઓ થાય છે. આ સાથેજ શરીરમાં ઘણા પ્રકારના પોષક તત્વોનો અભાવ રહે છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એવી રેસિપી વિશે જે સ્ત્રીના શરીરમાં પોષક તત્વોની ઉણપને પણ દૂર કરશે અને તેમને સ્વાદ પણ સુધારશે.
1. પનીર અને લીલા ચણા :
પનીર અને લીલા ચણાનુ સલાડ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ હોય છે. તેને બનાવવા માટે અડધો કપ પનીરના નાના ટુકડા અને ત્રીજા ભાગ જેટલા કપના બાફેલા ચણા લઈ તેમાં જીણા કાપેલા કાંદા નાખો. તેમાં ટામેટા, લીલુ મરચુ કાપીને નાખો અને થોડું લીંબુ પણ નીચવી લો. ત્યારબાદ સંચળ અને સફેદ મીઠું નાખો અને કોથમરીથી ગાર્નિશ કરીને ખાઓ.
2. ટુકડા ઘઉંનો ઉપમા :
રવાના ઉપમા તમે ખૂબ ખાધા હશે, પરંતુ આજે અમે તમને ઓટના લોટથી ઉપમા બનાવવાની રીત જણાવીશું. જે માતા અને બાળક બંને માટે સ્વસ્થ રેહશે. તેને બનાવવા માટે અડધો ઓટમીલ લઈ સરખી રીતે ધોઈ નાખો. ત્યારબાદ બે કપ પાણી નાખી લગભગ પાંચ મિનિટ સુધી સરખી રીતે ઉકાળી પછી એક ચાળણીની મદદથી ચાળી લો. ત્યારબાદ કૂકરમાં બે ચમચી તેલ અથવા દેશી ઘી નાખો.
તેલ યોગ્ય રીતે ગરમ થયા પછી તમાલપત્ર, રાઈ અને અડધો કપ કાપેલા કાંદા નાખી આછા ગુલાબી થવા દો. ત્યારબાદ અડધી ચમચી છીણેલુંઆદુ, ચોથા ભાગના વટાણા અને અડધો કપ કાપેલા ગાજર નાખો અને સ્વાદમુજબ મીઠું નાખો. બધી વસ્તુને સરખી રીતે શેકો. ત્યારબાદ ઓટમીલ નાખો અને લગભગ દોઢ કપ પાણી નાખો. ત્યારબાદ બે થી ત્રણ સીટી થવા દો. ઠંડુ થવા પર કૂકરના ઢાંકણને ખોલી નાખો. પછી ધાણાથી સજાવીને પીરસો.
3. બનાના શેક:
કેળામાં ભરપૂર માત્રામાં આયરન, કેલ્શિયમ વગેરે ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જેની ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીને ઘણી જરૂર હોય છે. આવી સ્થિતિમાં બનાના શેક પણ ગર્ભાવસ્થા દરમ્યાન ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. તેને બનાવવા માટે એક કેળુ અને એક ગ્લાસ દૂધને મિક્સરમાં નાખો અને એક થી દોઢ ચમચી ખાંડ ઉમેરો. ત્યારબાદ મિક્સર ચાલુ કરીને ભેળવી દો. તમે ઇચ્છો તો તેમાં ચેરી, ચિરોંજી વગેરે પણ નાખી શકો છો. તેને પીવાથી તમને શક્તિ પણ મળશે અને તમારા શરીરની જરૂરિયાત પણ પૂરી થશે.
ખાસ નોંધ : ઉપરોક આહાર લેતા પેહલા તમારા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team