ભારતમાં એવા ઘણા મંદિર છે જેને ચમત્કારિક અને રહસ્મય માનવામાં આવે છે. ઘણા મંદિરો પર તો વૈજ્ઞાનિકો દ્વારા ઘણા સંશોધનો કરવા છતાં તેના રહસ્યોને જાણી શક્યા નથી.
આવી સ્થિતિમાં, આજે સોમવારના દિવસે અમે તમને એક એવાજ શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જો તમે રહસ્યમય કેહશો તો કંઈ ખોટું નથી. કેમકે તેવું કહેવામાં આવે છે કે, આ મંદિરમાં રહેલા પથ્થરોને ઠપકારવાથી ડમરુ જેવો અવાજ આવે છે.
આ મંદિર હિમાચલ પ્રદેશના સોલનમાં આવેલું છે જેને જટોલી શિવ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે.
દક્ષિણ- દ્રવિડ શૈલીમાં બનેલા આ મંદિરની ઊંચાઈ લગભગ 111 ફૂટ છે. મંદિરના ભવન નિર્માણ કળાનો એક ઉત્તમ નમૂનો છે, જે દૃષ્ટિ પર બનાવવામાં આવે છે.
આ મંદિરમાં રહેલ પથ્થરોને ઠપકારવાથી આવતા ડમરુ જેવા અવાજ વિશે લોકોનું માનવું છે કે તે ભગવાન શિવની હાજરી દર્શાવે છે. આ કારણ છે કે ભોળાનાથના આ મંદિર પર આવતા લોકો ક્યારેય ખાલી હાથે પાછા ફરતા નથી. તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. મંદિરની સુંદરતા અને કલાત્મકતા જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
માન્યતા મુજબ પૌરાણિક કાળમાં ભગવાન શિવ અહીં આવ્યા હતા અને થોડા સમય માટે રહ્યા હતા. ત્યારબાદ 1950 ના દાયકામાં અહીં સ્વામી કૃષ્ણાનંદ પરમહંસ નામના એક બાબા આવ્યા. જેના માર્ગદર્શન અને દિશા નિર્દેશ પર જ જટોલી શિવ મંદિર નિર્માણનું કાર્ય શરૂ કર્યું.
દાનના પૈસાથી નિર્માણ થયું:
કહેવામાં આવે છે કે આ મંદિરને પૂર્ણ થવામાં લગભગ 39 વર્ષનો સમય લાગ્યો. કરોડો રૂપિયાના ખર્ચથી બનેલા આ મંદિરની સૌથી ખાસ બાબત એ છે કે તેનું નિર્માણ દેશ વિદેશના શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલ દાનના પૈસાથી થયું છે.
આ કારણ છે કે તેને બનાવવામાં ત્રણ દાયકાથી પણ વધારે સમય લાગ્યો. આ મંદિરમાં દરેક પ્રકારની અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે, જ્યારે મંદિરની અંદર સ્ફટિક મણી શિવલિંગ સ્થાપિત છે.
આ ઉપરાંત અહી ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. તેમજ, મંદિરના ઉપરની ટોચ પર આશરે 11 ફૂટ ઊંચો એક વિશાળ સોનાનો કળશ પણ સ્થાપિત છે, જે તેને ખુબજ સુંદર બનાવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team