આ લેખમાં અમે તમને એશિયાની સૌથી મોટી અને સૌથી ઉંચી ગણેશજીની મૂર્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
હા! જો તમને તે સવાલ પૂછવામાં આવે કે ગણેશજીની સૌથી ઊંચી મૂર્તિ ક્યાં આવેલી છે? તો નક્કી તમારો જવાબ હશે ભારતના કોઈ ભાગમાં હશે. લગભગ, તમે મહારાષ્ટ્ર રાજ્યનું નામ સૌથી પેહલા લો. કેમકે, ભારતમાં સૌથી વધારે ગણેશજીની પૂજા મહારાષ્ટ્રમાં જ થાય છે. પરંતુ, જ્યારે તમને કેહવામાં આવે કે મૂર્તિ ભારતમાં નહિ પરંતુ એશિયાના કોઈ બીજા દેશમાં આવેલી છે, તો તમારો જવાબ નેપાળ, કમ્બોડિયા અથવા મલેશિયા હોઈ શકે છે.
પરંતુ, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભારત, નેપાળ, કમ્બોડિયા અથવા મલેશિયામાં નહિ પરંતુ, તે મૂર્તિ થાઇલેન્ડમાં છે. જી હા, એશિયામાં ગણેશજીની સૌથી ઊંચી મૂર્તિ થાઇલેન્ડમાં છે. આજે આ લેખમાં અમે તમને આ મૂર્તિ વિશે નજીકથી જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ તેના વિશે.
થાઇલેન્ડના ક્યાં શહેરમાં મૂર્તિ આવેલી છે:
તમને જણાવી દઈએ કે આ મૂર્તિ થાઇલેન્ડના રબ્લોન્ગ રવ્વેન શહેરમાં આવેલ છે. રબ્લોન્ગ રવ્વેન શહેરના ઘણા લોકો ચાચોએંગશાઓ નામથી પણ ઓળખાય છે. તેને સિટી ઓફ ગણેશના નામથી ઓળખવામાં આવે છે. તે મૂર્તિ લગભગ 40 મીટર ઊંચી છે જે પૂર્ણ રૂપે કાંસ્ય ધાતુ દ્વારા બનેલી છે. આ મૂર્તિને એક ઇન્ટરનેશનલ પાર્કમાં બનાવવામાં આવેલી છે, જ્યાં દર વર્ષે લાખો ભારતીય પ્રવાસીઓ પણ ફરવા માટે આવે છે.
મૂર્તિ ક્યારે તૈયાર થઈ:
આ મૂર્તિને જોઈને ઘણા લોકો એ અંદાજ લગાવે છે કે આ મૂર્તિ વર્ષો જૂની છે. પરંતુ, તમને જાણકારી માટે જણાવી દઈએ કે આ મૂર્તિ વર્ષો જૂની નથી, પરંતુ તેનું નિર્માણ વર્ષ 2012 માં કરવામાં આવ્યું હતું. વર્ષ, 2008 થી લઈને વર્ષ 2012ની વચ્ચે મૂર્તિ તૈયાર થઈ હતી. આ સ્થળને પેહલા પાર્કમાં રૂપાંતરિત કરવામાં આવ્યું ત્યારબાદ થોડા વર્ષો પછી આ પાર્કમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. લગભગ 800 થી વધારે કાંસ્યના ભાગને ઉમેરીને આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મૂર્તિની રચના:
આ મૂર્તિ વિશે કેહવામાં આવે છે કે આ મૂર્તિનું નિર્માણ કઈક એવી રીતે કરવામાં આવ્યું છે કે કોઈપણ વાવાઝોડા અથવા ભૂકંપ આવવા પર પણ તેને કોઈ નુકશાન થઈ શકતું નથી. ગણેશજીના હાથમાં ઘણા ફળો જોઈ શકાય છે. તેના પેટ ઉપર સાપ અને સૂંઢમાં એક લાડુ છે અને પગમાં ઉંદર બેસેલો જોવા મળે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે થાઇલેન્ડમાં ભાગ્ય અને સફળતાના દેવતા રૂપે ગણેશજીને પૂજવામાં આવે છે.
અન્ય વિશાળ મૂર્તિઓ વિશે:
ભારત વિશે વાત કરીએ તો કેહવામાં આવે છે કે ઇન્દોરમાં આવેલ ગણેશજીની 25 ફૂટ ઊંચી મૂર્તિ ભારતની સૌથી ઊંચી મૂર્તિ છે. આ મૂર્તિની સ્થાપના 1875 માં કરવામાં આવી હતી. પરંતુ, ઘણા લોકોનું એ પણ માનવું છે કે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં પણ ભારતની સૌથી ઊંચી ગણેશજીની મૂર્તિ આવેલી છે. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો અથવા આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team