ઘરને સુંદર અને લીલુંછમ લુક આપવા માટે લોકો મની પ્લાન્ટ લગાવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાન્ટને લગાવતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે જાણીએ.
લોકોની નજરથી દૂર રાખવું:
મની પ્લાન્ટને ક્યારેય પણ લોકોની નજરમાં આવે એ રીતે લગાવવું જોઈએ નહિ. તેને બહાર અથવા ગેટમાં પ્રવેશતા લોકોની દ્રષ્ટિથી દૂર રાખો. ઘરની અંદર પણ તમારે તેને કોઈ છુપાયેલી જગ્યા પર રાખવું જોઈએ. મની પ્લાન્ટ સરળતાથી ખરાબ નજરથી અસર થાય છે અને તેથી તેને રક્ષણની જરૂર છે.
આ સ્થળે લગાવવાથી ઘરના સભ્યો બીમાર પડી શકે છે:
ભૂલથી પણ મની પ્લાન્ટના છોડને નોર્થ ઈસ્ટ દિશામાં રાખવું નહીં. તેમ કરવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડશે અને ઘરના સભ્યો બીમાર પડી શકે છે.
સૂકા પાંદડા ઘરમાં નકારાત્મક અસર લાવી શકે છે:
ઘરમાં ક્યારેય પણ તૂટેલા અથવા સુકાયેલા પાંદડાવાળો મની પ્લાન્ટ લગાવવો નહીં. તે પાન આર્થિક સમસ્યાઓ સૂચવે છે. આ ઉપરાંત, છોડ અથવા તેનો કોઈપણ ભાગ જમીનને સ્પર્શ થવો જોઈએ નહીં. તેનાથી ઘરમાં તણાવ આવે છે.
બગીચામાં નહીં પરંતુ ઘરની અંદર મની પ્લાન્ટ લગાવો:
ઘણા લોકો તેને બગીચામાં અથવા કોઈ અન્ય જગ્યા પર ઉગાડે છે અને તેને ઘરની અંદર રાખતા નથી. અહી તે જાણવું જરૂરી છે કે મની પ્લાન્ટનો ત્યારે જ લાભ થાય જ્યારે તેને ઘરની અંદર રાખવામાં આવ્યો હોય.
તેના પાણીને નિયમિતપણે બદલો:
છોડનું પાણી અઠવાડિયામાં એક વાર જરૂર બદલો અને તેને સૂર્યપ્રકાશથી દૂર રાખવું જોઈએ. છોડને રાખવા માટે સાચી દિશા જાણવી પણ જરૂરી છે. આપણે છોડને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ જે તેના માટે સૌથી શુભ માનવામાં આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team