આ 3 આસાન ટિપ્સ થી તમે સરળતા થી ઘરે જ બનાવી શકશો રેસ્ટોરન્ટ જેવી જ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ 

Image Source

જો તમે પણ ઘરે રેસ્ટોરન્ટ જેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાનું વિચારી રહ્યાં છો, તો અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીશું.

ફ્રેન્ચ ફ્રાઈસનું નામ સાંભળીને માત્ર બાળકો જ નહીં, પુખ્ત વયના લોકોના મોંમાં પણ પાણી આવી જાય છે. પછી ભલે તમારી થડી ભૂખ ને શાંત કરવાની હોય અથવા ચામાં સ્વાદ ઉમેરવા માટે હોય ફ્રેન્ચ ફ્રાઈસ કોને યાદ નથી આવતું.  પરંતુ જ્યારે પણ આ સ્વાદિષ્ટ નાસ્તાનો ઉલ્લેખ કરવામાં આવે છે,ત્યારે રેસ્ટોરન્ટ ની યાદ આવે છે. અને આવે પણ કેમ નઈ રેસ્ટોરન્ટની ફ્રેન્ચ ફ્રાઈસ ક્રિસ્પી પણ હોય છે.

તમારે ઘરે  ફ્રેન્ચ ફ્રાઈસ બનાવતા જ હસો પરંતુ તે કડક થતી નથી. ચાલો અમે તમને એવી કેટલીક રીતો જણાવીએ કે જેમાં તમે જ્યારે પણ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવશો, ત્યારે તે રેસ્ટોરન્ટની જેમ કડક અને સ્વાદિષ્ટ બનશે.

Image Source

ઠંડા પાણીમાં ડૂબાડો

જ્યારે પણ તમે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો છો, ત્યારે તમે તેને કાપીને તરત જ ફ્રાય કરો છો.આને કારણે, તમારી ફ્રેન્ચ ફ્રાઈસ કડક અને સ્વાદિષ્ટ બનતી નથી.  પરંતુ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની શ્રેષ્ઠ રીત છે કે તેમને ઓછામાં ઓછા અડધા કલાક માટે ઠંડા અથવા બરફના પાણીમાં પલાળી રાખો અને પછી તેને ફ્રાય કરો.  તમારે આમ કરવાનું છે

  • પહેલા ફ્રેન્ચ ફ્રાઈસને પાતળા આકારમાં કાપીને ઠંડુ પાણી એક મોટી કઢાઈમાં નાખીને તેમાં ડુબાડો.
  • હવે આ પાણીમાં અડધી ચમચી મીઠું નાખો અને આ વાસણને ફ્રિજમાં મુકો. અડધા કલાક પછી, આ કાપેલા ફ્રેન્ચ ફ્રાઈસને પાણીમાંથી કાઢો અને તેને ચાળણીમાં અલગ કરો અને અથવા ટુવાલથી પાણીને સંપૂર્ણપણે કાઢી નાખો .
  • હવે એક પેનમાં તેલ ગરમ કરો અને ફ્રેન્ચ ફ્રાઈસને મધ્યમ આંચ પર ડીપ ફ્રાય કરો. જ્યારે ગોલ્ડન થાય, ત્યારે તેને પ્લેટમાં બહાર કાઢો અને ચટણી અથવા કેચપ થી તેનો આનંદ લો. 
  • આ ફ્રેન્ચ ફ્રાઈસ રેસ્ટોરાંની જેમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે.

Image Source

થોડું ઉકાળો અને ફ્રીઝરમાં મુકો

ફ્રેન્ચ ફ્રાઈસને ક્રિસ્પી બનાવવાની બીજો રસ્તો એ છે કે તેને ઉકાળો અને તેને થોડા સમય માટે ફ્રીઝરમાં નાખો. આ માટે,

  • તમે પહેલા બટાકાની છાલ કાઢી ફ્રેન્ચ ફ્રાઈસના આકારમાં કાપી નાખો. 
  • જ્યારે બધી ફ્રેન્ચ ફ્રાઈસ કાપી લેવામાં આવે ત્યારે મોટા વાસણમાં થોડું પાણી ઉકાળો અને વારાફરથી ફ્રેન્ચ ફ્રાઈઝને ઉકળતા પાણીના વાસણમાં નાખો.
  • તેને લગભગ 5 મિનિટ સુધી ઉકળતા પાણીમાં મૂકો અને ફ્રેન્ચ ફ્રાઈસને થોડું બાફવા દો .બાફેલી ફ્રેન્ચ ફ્રાઈસ ને ફિલ્ટર કરો, અને તેને સારી રીતે સૂકવો.
  • પછી તેને ઝિપ બેગ માં બંધ કરીને 2 કલાક ફ્રીઝરમાં રાખો. 2 કલાક પછી, જ્યારે તમે ફ્રેંચ ફ્રાઈસને ગરમ તેલમાં ફ્રાય કરો, ત્યારે તે રેસ્ટોરન્ટની જેમ કડક થઈ જશે. 
  • ધ્યાનમાં રાખો કે તેમને ગરમ તેલના કડાઈમાં મૂકતા સમયે, ગેસને હાઈ ફ્લેમ પર રાખવો પડશે અને પછી તેને ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

Image Source

કોર્ન ફ્લોર કોટિંગ

ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે,

  • તમે બટાકાને ફ્રેન્ચ ફ્રાઈસના આકારમાં કાપી લો, પછી તેને સીધા ફ્રાય કરવાને બદલે તેમાં કોર્નફ્લોર અથવા ચોખાના લોટનો છંટકાવ કરો
  • તેની સાથે આખી ફ્રેન્ચ ફ્રાઈસ કોટ કરો.તમારે આ ફ્રેન્ચ ફ્રાઈસ કાપ્યા પછી કરવાનું છે,તેને મોટા વાસણ માં કાઢો. તેની ઉપર કોર્ન ફ્લોર અને થોડો ચોખાનો લોટ નાખો અને બધા મસાલા સાથે બરાબર મિક્સ કરો.
  • હવે કઢાઈમાં તેલ ગરમ કરો અને કઢાઈમાં એક પછી એક કોર્નફ્લોર કોટેડ ફ્રેન્ચ ફ્રાઈસ નાખો. જ્યાં સુધી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરો અને તેને ટિશ્યુ પેપરમાં કાઢીને ગરમ ગરમ પીરસો.

આ બધી ટિપ્સ થી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા થી તે રેસ્ટોરન્ટ જેવી કડક અને સ્વાદિષ્ટ બને છે, સાથે સાથે તેમાં ઓછા તેલનો ઉપયોગ પણ થાય છે, જેના કારણે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો પછી રાહ કોની જુઓ છો આજે આમાંથી કોઈપણ ટિપ્સ અજમાવી જુઓ અને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસનો સંપૂર્ણ આનંદ લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “આ 3 આસાન ટિપ્સ થી તમે સરળતા થી ઘરે જ બનાવી શકશો રેસ્ટોરન્ટ જેવી જ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ ”

Leave a Comment