જો તમારા જીવનમાં તમારો જૂનો બોયફ્રેન્ડ પાછો આવવા ઈચ્છે

Image Source

સંબંધ પૂરો થઈ ગયા પછી એક મોટો સવાલ હંમેશા થાય છે કે શું તમારા ભૂતપૂર્વ સાથીની સાથે હજૂ પણ મિત્રની જેમ રહી શકાય છે? તે તમારા પર, તમારા સાથી પર અને તેની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે જે સંબંધ તૂટવાનું કારણ બન્યું.

ગાર્ડનમાં અથવા કોઈ અન્ય સાર્વજનિક સ્થળોએ ઘણીવાર નાની ઉંમરના પ્રેમીઓ પ્રેમ કરતા જોવા મળે છે. ક્યારેક ક્યારેક આ પ્રેમીઓ તેમના પ્રેમમાં એ રીતે ડૂબી જતા હોય છે કે, તેમને આસપાસની દુનિયાની કોઈ ચિંતા હોતી નથી. આ ઉંમરમાં, દુનિયાદારીથી કોશો દૂર તે બંને ફક્ત શારીરિક રૂપથી જ આકર્ષિત હોય છે.

Image Source

વૈજ્ઞાનિક રીતે સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે કિશોરાવસ્થામાં સંબંધ બનાવવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે, એક અભ્યાસે તે વાત પણ સ્પષ્ટ કરી છે કે જે સ્ત્રીઓ કિશોરાવસ્થામાં જે શારીરિક સંબંધ બનાવે છે, તેમનું લગ્નજીવન સફળ થતું નથી. આ ઉપરાંત કેટલીક અન્ય વાતો પણ છે જે તમારા લગ્નજીવનને સફળ બનાવે છે. જેમાં સૌથી જરૂરી વાત છે બંને પાર્ટનર એક બીજાને કેટલો સમય આપો છો, સંદેશાવ્યવહારનુ અંતર કેટલું છે, એક બીજાથી ભાવનાત્મક, સમવેદાત્મક રૂપથી બંને કેટલા જોડાયેલા છો, ઘરના કામકાજ અને તફરિહ સુધી તેટલું જ નહીં પણ સંબંધ મજબૂત બનાવી રાખવા માટે એકબીજાના આભારી હોવું પણ જરૂરી છે.

એક વાત સાચી પરંતુ વિચિત્ર છે કે, લગ્નજીવન સફળ હોય કે ન હોય, પોતાના પેહલા પ્રેમને ભૂલવો સરળ હોતું નથી. જાણતા અજાણતા તમે ઘણીવાર તમારા વર્તમાનની તમારા ભૂતકાળ સાથે સરખામણી કરવા લાગો છો. થોડી ઘણી પણ કઈ વાત થઈ નથી કે તમારા ભૂતપૂર્વ પ્રેમીની યાદ તાજી થવા લાગે છે. કલ્પના કરો કે જીવનના આડા અવળા રસ્તા પર તમારી મુલાકાત એક વાત ફરી, તમારા ભૂતપૂર્વ પ્રેમી સાથે થઈ જાય. ફોન, પછી થોડો સમય સામસામે, પછી કલાકો સુધી વાતચીત શરૂ થઈ જાય. બે ડગલા તે વધે એક ડગલુ તમે વધો અને એક વખત ફરી તમારા બંને વચ્ચે ભાવનાત્મક જોડાણ અનુભવવાનું શરૂ કરો અને એક રાત્રે તે તમને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે? આવી સ્થિતિમાં તમારું હચમચવુ, પરેશાન થવું કે પોતાના ભૂતપૂર્વ પ્રેમીથી દૂર થવું વ્યાજબી છે.

જો લગ્ન પછી તમારો એક્સ બોયફ્રેન્ડ, તમારી નજીક રહેવાની ઈચ્છા રાખે, તમને સ્પર્શ કરવા ઈચ્છે તો ચોક્કસ તમે મુંઝવણમાં પડી જશો. ખાસકરીને ત્યારે, જ્યારે તમારા સંબંધ, તમારા એક્સ બોયફ્રેન્ડ સાથે સારા રહ્યા હોય અને તમારું લગ્નજીવન પણ સુખદ હોય. તમે એક્સ બોયફ્રેન્ડને ના કહી શકતા નથી અને તમારા પગલાં પણ ખોટા પડવા માંડે છે.

તેવી સ્થિતિમાં એક સવાલ તમારા મનમાં જરૂર થવો જોઈએ કે તમારો પ્રેમી તમારી નજીક આવવાનો પ્રયત્ન કેમ કરી રહ્યો છે, ત્યાં સુધી કે તમારી પાસે, તમને સ્પર્શ કરવાની પરવાનગી માંગી રહ્યો છે? તે નોંધવું યોગ્ય છે કે તમારા પ્રેમીએ તેમના જીવનમાં ઠોકર ખાધી છે અથવા રોમેન્ટિક રીલેશનશીપ તેના જીવનનો એક મહત્વનો હિસ્સો છે.

કેટલાક સૂચનો:

૧. આગળ વધતા પેહલા ખાતરી કરો કે તમારા વર્તમાન સાથીને તમારી પ્રતિબદ્ધતાઓ વિશે જરૂર માહિતગાર કરાવો.

૨. કમનસીબ સ્થિતિને પ્રોત્સાહન આપવા માટે વાતચીત સ્પષ્ટ રૂપે કરો.

૩. વાતચીતનો પ્રકાર વિનમ્ર હોય પરંતુ તમારો સંદેશ સ્પષ્ટ હોવો જોઈએ.

૪. સંબંધ આગળ વધારતા પેહલા એવી મર્યાદા નક્કી કરી લો જેનાથી બંને સાથીને કોઈ પ્રકારની સમસ્યાઓ ન આવે.

૫. તમારી આંતરિક ભાવનાઓ પ્રત્યે સાવધાન રહો, તમારા પાર્ટનરની સાથે સમય વિતાવીને તમને કેવો અનુભવ થઈ રહ્યો છે, આ વાતનું મૂલ્યાંકન સમયાંતરે કરતા રહો.

૬. ફક્ત તમારી જ નહિ તમારા સાથીની ભાવનાઓ અને તેની મરજીનું પણ ધ્યાન રાખો.

૭. તમારા એક્સ બોયફ્રેન્ડને તમારા વર્તમાન સંબંધ વિશે સ્પષ્ટ કરી દો કે તમારો તમારા એક્સ પ્રેમી સાથે સંબંધ , ભૂતકાળ નો હિસ્સો બની ચૂક્યો છે અને હવે તમે તે સંબંધ છોડી દીધો છે.

૮. તેને જણાવો કે હવે તમે તેની સાથે ફક્ત મિત્રનો સંબંધ રાખશો તેનાથી વધારે કંઈ નહિ.

આ રીતે તે તમારા સંબંધની ઉડાઈ અને સચ્ચાઈ પર આધાર રાખે છે કે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો. તે આ વાત પણ દર્શાવે છે કે તમે તમારા જીવનથી પાસે શું આશા કરો છો અને શું નહીં. હંમેશા તમારામાં મર્યાદિત રહો અને તમારા જીવનમાં યોગ્ય લોકોને પસંદ કરો. સંબંધમાં તમારૂ સત્ય અને પારદર્શિતા જ તમને લોકપ્રિય બનાવશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “જો તમારા જીવનમાં તમારો જૂનો બોયફ્રેન્ડ પાછો આવવા ઈચ્છે”

Leave a Comment