હાલ ગરમીંમાં ખાસ કરીને આપણાને સ્કીન સંબધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. સાથેજ જો તમે હાઈજીન મેનટેન્ટેન ન કરો તો તમારે ઘણો બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને હાઈજીન ન રહેવાને કારણે આપાણાને ઘણી બિમારીઓ થતી હોય છે.
ઉનાળામાં ગરમીઓના કારણે બિમારીથી બચી રહેવા માટે હાઈજીન રહેવું ઘણું જરૂરી છે. જેના માટે તમારે ખાસ કરીને નાહતી વખતે ધ્યાન આપવું પડે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયા કયા ઉપાયો દ્વારા પોતાને હાઈજીન રાખી શકશો. કારણકે હાઈજીન રહેવાને કારણે તમને ગંભીર બિમારીઓ સામે રક્ષણ મળી રહેશે સાથેજ સ્કીન સંબંધી સમસ્યા પણ તમને નહી થાય.
ફટકડીના પાણીથી હાઈજીન રહી શકાશે
નાહતી વખતે પાણીમાં ફટકડી નાખશો તો તમને ઘણો ફાયદો મળી રહેશે. કારણકે ફટકડી એક રાસાયણિક યોગિક છે. જેના કારણે આપણા શરીરને ઘણા લાભ મળી રહેતા હોય છે. સાથેજ તેના કારણે પાણીની સફાઈ પણ થઈ જાય છે. ફટકડીને તમે આફ્ટર શેવ લોશનની જેમ વાપરી શકો છો. કારણકે તેના કારણે બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે.
ફટકડીના પાણીથી તમે સ્નાન કરશો તો તમને ફ્રેશ ફીલ થશે. પરંતુ તેના વધારે પડતા ઉપયોગથી તમને નુકશાન પણ થઈ શકે છે. જેથી અઠવાડિયામાં બે કે ત્રણ વખત તમે ફટકડીના પાણીનું સ્નાન કરી શકો છો. પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખજો કે તેનો વધારે પડતો ઉપયોગ તમારે ન કરવો જોઈએ,
લીમડાના પાણીથી પણ હાઈજીન રહી શકાશે
લીમડાના પાણીથી નાહવાથી શરીરને ઘણા ફાયદા મળી રહે છે. તેના પાછળનું કારણ છે કે લીમડામાં ઘણા પ્રકારન ઔષધિય ગુણો રહેલા હોય છે. જે આપણાને સંક્રમણ સામે પણ રક્ષણ આપે છે. પહેલાના લોકો પણ નાહતી વખતે લીમડાના પાણીનો ઉપયોગ કરતા હતા.
નાના બાળકોને પણ તમે લીમડાના પાણીથી સ્નાન કરવી શકો છો. કારણકે તેના લીધે સ્કીન સંબંધી સમસ્યા દૂર થતી હોય છે. બીજી એક ખાસ મહત્વની વાત એ પણ છે કે લીમડામાં એંટીબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. જેના કારણે તેને પાણીમાં નાખીને સ્નાન કરવાથી તમારા શરીરમાં રહેલા બેક્ટરિયા પણ નાશ પામે છે. સાથેજ પાણીમાં રહેલા બેક્ટેરિયા પણ નાશ પામતા હોય છે.
પાણીમાં એન્ટીસેપ્ટીક લિક્વીડ પણ નાખી શકાશે
નાહવાના પાણીમાં તમે એન્ટીસેપ્ટિક લિક્વીડ નાખીને પણ નાહી શકો છો. તેના કારણે તમને ઘણો ફાયદો મળી રહેશે. ખાસ કરીને ડેટોલ કે સેવલોનના બે ટીપા તમે નાહવાના પાણીમાં નાખી શકો છો. જેના કારણે પાણીમાં રહેલા કિટાણુંઓ પણ નાશ પામી જતા હોય છે. સાથેજ કોઈ પણ બીમારી પણ તમારા નજીક નહી આવી શકે.
વિનેગર કે કપૂરનો પણ કરી શકાશે
નાહવાના પાણીમાં તને વિનેગર કે પછી કપૂરનો ઉપયોગ પણ કરી શકો છો. એક ચમચી વિનેગર નાખીને તમે સ્નાન કરશો તો પાણીમાં અને શરીર પર રહેલા બેક્ટેરિયા દૂર થઈ જશે. સાથેજ નાહવાના પાણીમાં તમે કપૂરનું તેલ નાખશો તો પણ શરીરની દુર્ગંધ દૂર થઈ જતી હોય છે. ઉલ્લેખનીય છે કે કપૂરનું તેલ પાણીમાં નાખીને સ્નાન કરવાથી તે એક પ્રાકૃતિક એંટી બેક્ટેરિયલ રીતે કામ કરે છે. જેના કારણે આપણા શરીરને ઘણા ફાયદાઓ મળી રહેતા હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team