આપણા બધાને રોડ ટ્રીપ સૌથી વધારે ગમતી હોય છે. ખાસ કરીને જ્યારે બાઈક લઈને રોડ ટ્રીપ કરવા જઈએ ત્યારે તેની મજાજ કઈક અલગ હોય છે. માટે જો તમે પણ હાલ કોઈ રોડ ટ્રીપ વીશે પ્લાન કરી રહ્યા છો. તો આ લેખ એક વાર જરૂરથી વાંચજો.
આજે અમે તમને અમુક એવી રોડ ટ્રીપ વીશે માહિતી આપવાના છે. જે તમારે એકવાર જરૂરથી કરવી જોઈએ. આ રોડટ્રીપ પર તમે બાઈક લઈને એકલા કે પછી તમારા મીત્રો સાથે જઈ શકો છો.
પુષ્કર
જો તમે રોડટ્રીપ વીશે વિચારી રહ્યા છો તો રાજસ્થાનના પુષ્કરમાં તમે એકવાર જરૂરથી જજો. પુષ્કરમાં ઉંટનો મેળો પુષ્કર ઝીલ ખુબજ પ્રખ્યાત છે. પુષ્કરમાં બ્રહ્માંજીનું મંદિર આવેલું છે. જ્યા દૂર દૂરથી લોકો દર્શન કરવા આવતા હોય છે. એટલુંજ નહી પરંકુ અહીયા પહાડ, જંગલ અને ઝીલનો અનોખો સંગમ જોવા મળે છે. ખાસ કરીને ઝરણા પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો અહીયા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉપરાંત અહીયાનું સ્વાદિષ્ટ ભોજન પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે.
પુષ્કરમાં દર વર્ષે નવેમ્બરમાં મેળો યોજાય છે. મેળો પત્યા બાદ મોટા ભાગના લોકો પુષ્કરના ઝરણામાં સ્નાન કરતા હોય છે. આ જગ્યા પર તમને કેમ્પેનીગ અને ડેઝર્ટ સફારી પણ કરી શકશો. મોટા ભાગના લોકો પુષ્કર જાય ત્યારે અજમેર શરીફ દરગાહ પણ જતા હોય છે.
શિમલાથી સ્પીતિવૈલી
શિમલાથી સ્પિતીવૈલી પણ લોકો ખાસ કરીને બાઈક પર જતા હોય છે. એક વાર તમારે પણ શિમલાથી સ્પિતીવૈલીની બાઈક ટ્રીપ કરવી જોઈએ. રસ્તામાં તમને પહાડોનો અદ્ભુત નજારો જોવા મળશે. સાથેજ તમને રસ્તાઓ પર ઝરણાઓ, નદી અને બરફથી ઢંકાયેલા રોડ પણ જોવા મળશે. પરંતુ આ રસ્તા પર બરફ હોવાને કારણે તમારે સાચવીને બાઈક ચલાવી પડશે.
સ્પિતીમાં નજારો એકદમ સ્વર્ગ જેવો જોવા મળતો હોય છે. અહીયા પર્યટકો દૂર દૂરથી આવતા હોય છે. ખાસ કરીને લોકો અહીયા રિવર રાફ્ટિંગ અને ટ્રેકીંગની પૂરી મજા લેતા હોય છે. સૂરજ તાલ, પિન વૈલી , કંજુમ દર્જા વગેરે ટ્રેકીંગ માર્ગો અઙીયા અહીયા ઘણા પ્રખ્યાત છે. આ સીવાય ધનકર ઝીલ, ત્રીલોકીનાથ મંજિર માંઉટેન બાઈકિંગ, શશૂર ગઢ અને ગંધોલા જેવા સ્થળ પણ અહીયા ઘણા ફરવા લાયક છે.
ઉલ્લેખનીય છે કે સ્પિતીવૈલી જવા માટે બસની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેથી જો તમે બાઈક લઈને જવાનું ન ફાવતું હોય તો તમે બસમાં પણ જઈ શકો છો.
દિલ્હીથી લેહ-લદાખ
દિલ્હીથી લદાખની ટ્રીપ ભારતમાં સૌથી પ્રખ્યાત માનવામાં આવે છે. પરંતુ આ ટ્રીપમાં તમને રસ્તાઓ સૌથી ખરાબ જોવા મળે છે. દિલ્હીથી તમે નીકળો ત્યારે બાઈક ટ્રીપમાં તમને લભગલ 15 દિવસ લાગી જાય છે. ખાસ કરીને અહીયાના રસ્તાઓ જોઈને તમારું મન એકદમ પ્રફુલ્લીત થઈ જશે. અહીયા પેગોંગ ઝીલનો નજરાણો ઘણો અદ્ભુત માનવામાં આવે છે.
લેહ લદ્દાખમાં તમે રીવર રાફ્ટિંગ, ટ્રેકિગ, જીપ સફારીની મજા માણી શકો છો. અહીયા લદ્દાખ મહેલ આવેલો છે જે ઘણો જોવા લાયક છે. તે સિવાય અહીયા તમને ખરીદી કરવાની પણ ઘણી મજા આવશે.
ગરમીઓમાં લેહ લદ્દાખની યાત્રા કરવા મોટાભાગના લોકો જતા હોય છે. આ યાત્રા દિલ્હીથી 961 અને મુંબઈથી 2368 કિમી પડતી હોય છે. મોટા ભાગના લોકો લેહ લદ્દાખ દિલ્હીથી રોડટ્રીપ પર જતા હોય છે.
મુંબઈથી ગોવા
ગોવા ફરવા કોને ન ગમે ગોવાનું વાતાવરણ અને ત્યાનો દરિયો જોવા મોટા ભાગના લોકો રજા માણવા જતા હોય છે. જોકે ત્યાની જીવન શૈલી પણ બધાથી ઘણી અલગ છે. અહીયા ઘણા બધા રિસોર્ટ આવેલા છે જ્યા લોકો શાંતિની શોધમાં જતા હોય છે. મુંબઈથી જો તમે રોડટ્રીપ કરીને ગોવા જશો તો તેમાં તમને 12 કલાક જેટલો સમય લાગશે.
ગોવામાં પણજી, વાસ્કો દા ગામા, મારગાંવ, માપુસા, પોંડા, છાપોરા, વેગાટોર જેવા સ્થળો ઘણાજ સુંદર છે. તે સિવાય અહીયા ઘણા બધા બીચ આવેલા છે. ખાસ કરીને ગોવા લોકો ઓક્ટોમ્બરથી માર્ચ મહિનામાં જતા હોય છે. મુંબઈથી લગભગ 586 કિમીનું અંતર છે. માટે એક વાર તો તમારે મુંબઈથી ગોવાની રોડ ટ્રીપ જરૂરથી કરવી જોઈએ.
બેંગલુરુથી કન્નૂર
બેંગલુરુથી કન્નુરની રોડ ટ્રીપ પણ તમારે એક વાર જરૂરથી કરવી જોઈએ, કન્નુરમાં સુંદરેશ્વરા મંદિર, કોટ્ટિયૂર મંદિર, ઓરફાઝહાસ્સી કાબુ મંદિર, શ્રી સુબ્રમણ્યમ સ્વામી મંદિર ઘણા પ્રખ્યાત છે. થલાસ્સેરી દમ બિરયાની અહીયા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે સીવાય પણ ત્યાની લોકલ વાનગીઓ ખાવાની તમને ઘણી મજા આવી જશે. આ જગ્યા પર તમે બાઈક લઈને ગમે તે સમયે જઈ શકો છો. બેંગલોરથી કન્નૂરનું અંતર 570 કિમી જેટલું છે. અને અહીયા પહોચતા તમને 11 કલાક જેટલો સમય લાગશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “રોડ ટ્રીપના શોખીન છો ? તો આ પાંચ જગ્યાએ બાઈક લઈને એક વાર જરૂરથી જજો”