તમે એક બીજા માં જેટલી ખામીઓ કાઢશો સંબંધ એટલા જ બગડશે. તમારી વચ્ચે વિવાદ ઊભો થશે અને પછી તમે એક બીજા થી દૂર જતા રહેશો. ખરેખર તો દરેક વાત માં ટોક ટોક કરવાથી અને એક બીજા ની ભૂલો વારે વારે કહેવાથી સંબંધ માં કડવાશ પેદા થાય છે.
સ્ત્રી, પુરુષ કે કોઈ બાળક” આ કરી નાખો, આવું જ કરજો” આવું સાંભળી ને હેરાન થાય છે અને તે કોઈ ને ગમતું નથી. બીજું કે “રૂમાલ આમ કેમ રાખો છો?” જૂતાં આ રીતે ન પહેરો, પૉલિશ કરી ને પહેરો”..
સારો કોઈ માણસ પોતાના સારા મૂડ માં બેઠો હોય અથવા તો કોઈ કામ કરતો હોય ત્યારે કોઈ વ્યક્તિ આવી ને તેને એમ કહે કે કોઈ કામ સોંપે તો તમે સમજી શકો છો કે એ વ્યક્તિ ની પ્રતિક્રિયા શું હશે? કાં તો એ વ્યક્તિ જગડવાનું શરૂ કરશે અથવા તો ચિડાઈ જશે. કેટલીક વાર તો આવી તકરાર થી સંબંધ માં ધૃણા અને તણાવ વધવા લાગે છે. સંબંધ તૂટી જાય છે, પરિવાર છૂટો પડી જાય. કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈ ના જોડે આ રીત ની વાત સહન ન કરી શકે. આ સિવાય બીજા પણ કારણ છે કે લોકો “આ કરી નાખો”આ શબ્દ સાંભળવા નથી માંગતા.
એ વસ્તુ યાદ રાખો કે બધા ને જ સ્વતંત્રતા જોઈએ. અને રોક ટોક એક સીમા સુધી જ સારા લાગે. ઘણા લોકો પોતાના પાર્ટનર ના ડ્રેસ ને લઈ ને ટોકતાં હોય છે. જે તેમને બિલકુલ પસંદ નથી. જો તમારી પણ આજ આદત છે કે તમારી ગર્લફ્રેન્ડ ને દરેક વાત માં ટોકવું તો તે સુધારી લેજો.
- પોતાનું કામ પોતાની રીતે કરવાની આદત દરેયક માણસ માં પહેલા થી જ હોય છે. બાળક ને એવું જ શીખવાડવા માં આવે છે કે પોતાનું કામ પોતે જ કરો. જો આ વાત નાનપણ થી કહેવા માં આવી હોય તો તેને ભૂલી જવી મુશ્કેલ છે.
- આપણ ને એવું લાગે છે કે સામે વાળો આપણ ને નીચુ બતાવા ની કોશિશ કરે છે અને આપણી બધી વાત એને ખોટી જ લાગે છે.
- જ્યારે આપણ ને કોઈ એવું કહે કે “ આ કામ કરી દો” ત્યારે એવું થાય છે કે આપણે જે કામ કરીએ છીએ એ બરાબર નથી અને આપણે તરત તેને કીધેલ કામ કરવું જે આપણ ને ન ગમે.”
- આપણ ને એવું લાગે છે કે આપણે એક બાળક છીએ અથવા તો કઠપૂતળી છીએ જેની દોરી સલાહ આપવાળા ના હાથ માં છે.
- થોડા સમય માંટે આપણે ચૂપચાપ બધી વાત માની પણ લઈએ. પણ પછી ગૂંગળામણ થવા લાગે છે કે આપણે કયા સુધી આ રીતે પિંજરા માં રહેવા નું? એક મહિલા કહે છે કે “પહેલા એવું કહે છે ઘર માં રહો અને પછી એવું કહેવા માં આવે છે કે માસ્ક પહેરી ને નીકળો “આગળ શું થશે કોઈ નથી જાણતું. ડર શરૂઆત માં એટલો નથી લાગતો જેટલો એ પછી લાગે છે.
- મનોબળ તૂટતું હોય એવું લાગે છે.
ઉપાય
જો તમારો કોઈ નજીક નો વ્યક્તિ તમારી કોઈ આદત ને પસંદ નથી કરતો તો તેને શાંતિ થી સમજાવો કે ઉતાવળા થઈ ને તમારી કેર બતાવી ને સમજવાની કોશિશ કરવા કરતાં તમારા માં જે પણ કઈ આદત છે તે ધીરે ધીરે દૂર થશે. ધૈર્ય થી સમજાવા પછી તેને વ્યવહાર માં પણ ઉતારવા માંટે પણ સમય આપે.
જો તે તમને કોઈ સલાહ આપે છે તો તે સાંભળવા માંટે તમારું દિલ પણ મોટું રાખો. થઈ શકે કે તમે પણ તેને સલાહ આપવા માંગતા હોવ. કારણકે કોઈ પણ વ્યક્તિ પર્ફેક્ટ નથી હોતો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “વાત વાત પર કોઈ ને ટોકવા થી તેની સંબંધ પર શું અસર થાય છે?આવો જાણીએ”