સંકટમોચન હનુમાન પોતાના ભક્ત ની બધી જ ઈચ્છા પૂર્ણ કરે છે. બજરંગ બલિ ને મંગળવાર ના દિવસે ખાસ ભોગ લગાવા માં આવે છે. તેમને હલવો, પંચમેવો,ગોળ થી બનેલા લાડુ અને રોઠ ખૂબ જ ભાવે છે. એ સિવાય હનુમાનજી ને ચમેલી ના તેલ માં સિંદૂર મિક્સ કરી ને ચોલા પણ ચઢાવા માં આવે છે આ સિવાય બજરંગ બલિ ને કેટલાક લોકો ઇમરતી,દંડી વાળુ પાન અને કેસર ભાત પણ ચઢાવે છે . આમ કરવાથી તમારી બધા પ્રકાર ની બધા અને કષ્ટ દૂર થાય છે.
આ રીતે કરો ભગવાન હનુમાન ની પૂજા, ત્યારે જ થશે તેમની કૃપા
- હનુમાન જી ને સિંદૂર ચઢાવું જોઈએ, પરંતુ તે ક્યારે પણ સુકાયેલું ન ચઢાવો. તેને તલ ના તેલ માં મિક્સ કરી ને જ ચઢાવો. સુકાયેલા સિંદૂર થી ભગવાન પ્રસન્ન નથી થતાં.
- હનુમાનજી ની આરાધના સાચા અને પવિત્ર મન થી જ કરવી જોઈએ. મન માં વાસના, કપટ અને દ્વેષ હોય તે ફલીભૂત નથી થતી.
- બજરંગ બલિ નો પ્રસાદ શુદ્ધ ઘી થી બનેલ હોવો જોઈએ. જો શુદ્ધ ઘી ના હોય તો તમે ફળ ચઢાવી શકો છો.
- હનુમાનજી ને કેસર ની સાથે મિક્સ કરેલ લાલ ચંદન લગાવું જોઈએ. જો કેસર ન હોય તો કાચી હળદર માં ચંદન મિક્સ કરી ને લગાવું જોઈએ.
- હનુમાન જી ને કમળ, ગેંદા ના ફૂલ અથવા તો સૂરજમુખી ના ફૂલ ચઢાવા જોઈએ. આ ત્રણેય ફૂલ ભગવાન ને ખૂબ જ પ્રિય છે.
- હનુમાનજી ને સવારે અને સાંજે અલગ પ્રસાદ ચઢાવો જોઈએ. સવારે નારિયળ ના લાડુ, બપોરે ઘી ગોળ, ઘઉ ની રોટલી નો ચૂરમો અથવા મોટી રોટલી અર્પિત થાય છે. ત્યાં જ રાતે કેરી, જામફળ, કેળા વગેરે ચઢાવી શકો છો.
- હનુમાનજી ને જે નૈવેધ્ય અર્પિત કરવા માં આવે છે એ સાધક એ જ ગ્રહણ કરવું જોઈએ. તેને બીજા કોઈ ન ખાઈ શકે.
- હનુમાનજી ના ક્યારે પણ મંત્ર જાપ કરો તો તેમની આંખ માં જોઈ ને જ કરો. આમ કરવાથી મંત્ર ફલીભૂત થાય છે.
- હનુમાનજી ની પૂજા સ્ત્રીઓ એ અડકવી નહીં. કોઈ પણ સ્ત્રી ભગવાન ને જે કઈ પણ ચઢાવા માંગે છે તેને ભગવાન ની સામે જ મૂકી દેવું. સિંદૂર પણ તેમના ચરણો માં જ અર્પિત કરો.
મેવા
કાજુ, બદામ, દ્રાક્ષ,છુઆરા, ખોપરાગિટ પંચમેવા ના નામ થી ઓડખાય છે. તેનો પણ ભગવાન ને ભોગ લાગે છે. એવું માનવા માં આવે છે તે ચઢાવા થી ભગવાન પ્રસન્ન થાય છે.
લાડુ
હનુમાનજી ને મંગળવાર ના દિવસે બેસન ના લાડુ ચઢાવા માં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી હનુમાનજી ભક્ત ની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે પીળી વસ્તુ હનુમાનજી ને ખૂબ જ પ્રિય છે.
પાન
તમે સંભાળી હશે એક પ્રચલિત લોકોઉક્તિ આગેવાની લેવી. તેનો મતલબ એવો છે કે કોઈ પણ જોખમ ભરેલ કામ કે કોઈ મહત્વ પૂર્ણ કામ ની જવાબદારી લેવી. જો તમારા જીવન માં ઘોર સંકટ છે અને તે કામ તમારા થી થાય એવું નથી તો તમે તમારી જવાબદારી હનુમાનજી ને સોંપી દો. એ માંટે તમારે મંગળવાર ના દિવસે મંદિર માં પૂજા પાઠ કર્યા પછી તેમને પાન નું બીડું અર્પિત કરો.
સિંદૂર
હનુમાનજી ને સિંદૂર ખૂબ જ પ્રિય છે. મંગળવાર અને શનિવાર ના દિવસે હનુમાજી ને સિંદૂર ચઢાવા માં આવે છે. સિંદૂર માં ચમેલી ના તેલ ને મિક્સ કરી ને લગાવા માં આવે છે.
ઇમરતી
ઇમરતી નો ભોગ લગાવા થી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે. તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. બસ મંગળવાર ના દિવસે તેમને ઇમરતી ચઢાવી ને તેમનો આશીર્વાદ લેવો.
લવિંગ, ઈલાયચી, અને સોપારી
હનુમાનજી ને લવિંગ, ઈલાયચી અને સોપારી પણ પસંદ છે. શનિવારે આ ત્રણ વસ્તુ ચઢાવા થી શનિ નો પ્રકોપ દૂર થાય છે. કાચી ધાણી ના તેલ નો દીવો કરી તેમા લવિંગ મૂકી ને હનુમાનજી ની આરતી કરવાથી કષ્ટ દૂર થાય છે. અને ધન ની પ્રાપ્તિ થાય છે.
ચમેલી નું ફૂલ
ચમેલી નું તેલ ચઢાવા થી તે જલ્દી જ પ્રસન્ન થાય છે. દર મંગળવારે ચમેલી ના તેલ નો દીવો કરી ને ચમેલી નું તેલ અને ફૂલ ચઢાવા થી ઘર માં સુખ,શાંતિ અને સમૃદ્ધિ થાય છે.
નારિયેળ ચઢાવું
ગરીબી થી મુક્તિ માંટે 1 નારિયેળ પર સિંદૂર લગાવો અને લાલ દોરો બાંધો. ત્યારબાદ તેને હનુમાનજી ને ચઢાવો. આવું ઓછા માં ઓછા 11 મંગળવાર સુધી કરો. આ નારિયેળ ને રાઈ સાથે લાલ કપડાં માં બાંધી ને ઘર ના દરવાજા પર લટકાવા થી ખરાબ નજર અને મેલી વસ્તુ ઓ દૂર ભાગે છે. જાદુ મંતર કે તંત્ર ની અસર નથી થતી. અને કોઈ ની નજર નથી લાગતી.
ગોળ અને ચણા નો પ્રસાદ
હનુમાનજી ને હમેશા ગોળ અને ચણા નો પ્રસાદ તો ચઢાવા માં આવે છે. તે મંગળ નો ઉપાય પણ છે. તેના થી મંગળ દોષ દૂર થાય છે. જો તમે કોઈ પણ વસ્તુ ચઢાવા માંટે સક્ષમ નથી અથવા કોઈ કારણ થી ચઢાવી નથી શકતા તો તમે ગોળ અને ચણા પણ ચઢાવી શકો છો. દર મંગળવાર અને શનિવાર એ તમે ચણા અને ગોળ નો પ્રસાદ ચઢાવી શકો છો. તેના થી બધી જ પરેશનીઓ દૂર થાય છે. જો કે આજ કાલ ગોળ ની જગ્યા એ ચિરોનજી પણ વપરાય છે. પણ ચણા ની સાથે ગોળ નું સંયોજન સારું છે.
કેસર
ઉજ્જૈન માં મંગલનાથ પર કેસર થી મંગલ ની શાંતિ થાય છે. હનુમાનજી ને કેસરભાત નો ભોગ લગાવા માં આવે છે. તેનાથી હનુમાનજી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. કોઈ વ્યક્તિ 5 મંગળવાર આ નૈવેધ્ય ચઢાવે છે તો તેના દરેક પ્રકાર ના કષ્ટ દૂર થાય છે.
રોટ
એવી માન્યતા છે કે હનુમાનજી ને મંગળવારે રોટ અથવા મીઠી રોટલી નો ભોગ ચઢાવા માં આવે તો મનવાંછિત ફળ મળે છે. ઘઉં ના લોટ માં ગોળ, ઘી, ઈલાયચી, નારિયેળ ની છીણ, અને દૂધ મિક્સ કરી ને આ રોટલી બનાવા માં આવે છે. કેટલીક જગ્યા પર તેને શેકી ને રોટલી ની જેમ ભોગ ચઢાવે છે. અને કેટલીક જગ્યા એ પૂરી ની જેમ તળી ને ભોગ લગાવા માં આવે છે. આ રોટ હનુમાનજી ને ખૂબ પ્રિય છે.
ભગવાન ને ભોગ લગાવું એ ધાર્મિક જ નહીં વૈજ્ઞાનિક પણ છે. જો તમે ભોજન ને ગુસ્સા માં, ઉતાવળ માં કે મન વગર બનાવશો તો તે સુપાચ્ય નથી રહેતું. જેનું શરીર અને મન પર નકારાત્મક અસર પડે છે. ઘણા હિન્દુ ઘર માં એવી પ્રથા છે કે ભોજન બની ગયા પછી ભગવાન ને ભોગ ચઢાવે છે. તે પછી જ ઘર ના બધા લોકો ભોજન જમે છે. શાશ્ત્ર માં તેને અન્ન નો કુપ્રભાવ દૂર કરવા માંટે સારું ગણવા માં આવે છે. ભાવ શુદ્ધિ માંટે પણ તે જરુરી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
सियावर रामचंद्र की जय….पवनसुत हनुमान की जय…🙏😢😭♥️