ભારતમાં એકથી એક ચઢિયાતો સ્વાસ્થ્યનો ખજાનો ભરેલો છે. પછી ભલે તે શાકભાજી રૂપે હોય, કે ફળો રૂપે કે પછી આયુર્વેદિક ઔષધીઓ રૂપે. સરગવો એક એવી જ રોગનાશક શકિત છે જેને શાકભાજી રૂપે ભારતના અલગ અલગ રાજ્યોમાં ઉપયોગ કરવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સરગવો ૩૦૦ થી પણ વધારે રોગોને દૂર કરનાર પ્રાકૃતિક ઔષધિ છે, જેનું અઠવાડિયામાં ૧-૨ દિવસ સેવન કરવાથી ઘણા રોગો દૂર થઈ શકે છે.
સરગવો અથવા મૂનગા મૂળથી લઈને ફળ-પાંદડા સુધી સ્વાસ્થ્યનો ખજાનો છે. તેના તાજા ફૂલમાંથી હર્બલ ટોનિક બનાવવામાં આવે છે અને તેની પટ્ટીમાં ઘણા પોષક તત્વો પણ જોવા મળે છે. સરગવાનું વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. ફિલિપાઇન્સ, મેક્સિકો, શ્રીલંકા અને મલેશિયા જેવા દેશોમાં સરગવાનો ખુબ વધારે ઉપયોગ કરવામાં આવે છે.
ભારતમાં ખાસકરીને દક્ષિણ ભારતમાં તેનો ઉપયોગ અલગ અલગ ભોજનમાં કરવામાં આવે છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે અને તેની છાલ, પાંદડા, ગુંદર અને મૂળ વગેરે માંથી આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. આયુર્વેદમાં ૩૦૦ રોગોના સહજન દ્વારા ઉપાય બતાવવામાં આવ્યા છે. તેથી તેનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ
૧. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ વિટામિન એ – સી અને બી કૉમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. એક અભ્યાસ મુજબ તેમાં દૂધની સરખામણીમાં ચાર ગણું કેલ્શિયમ અને બમણું પ્રોટીન જોવા મળે છે. પ્રાકૃતિક ગુણોથી ભરપૂર સરગવો એટલા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે કે તેના ફળનું અથાણું અને ચટણી ઘણી બીમારીઓથી રાહત મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. તે ફક્ત સેવન કરવા માટે જ નહિ, પરંતુ જે જમીન પર તે ઉગાડવામાં આવે છે, તેના માટે પણ ફાયદાકારક છે.
૨. સરગવો પાચન સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે. કોલેરા, ઝાડા, મરડો, કમળો અને કોલિટિસના કિસ્સામાં તેના પાનનો તાજો રસ, એક ચમચી મધ અને નારિયેળ પાણી ઉમેરી લો, આ એક ઉત્કૃષ્ટ આયુર્વેદિક દવા છે.
૩. કુપોષણથી પીડિત લોકોને ખોરાક રૂપે સરગવાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. એક થી ત્રણ વર્ષના બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે તેને વરદાનરૂપ માનવામાં આવ્યું છે. સરગવાના મુળનો અજમા, હિંગ અને સુંઠ ની સાથે ઉકાળો બનાવીને પીવાનું ચલણ છે. તેનો ઉકાળો સાઈટિકા રોગની સાથે જ, પગના દુખાવા અને સોજામાં પણ ખૂબ ફાયદાકારક છે.
૪. તેનું જ્યુસ ગર્ભવતી સ્ત્રીને આપવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી પ્રસૂતિ દરમિયાન થનારી સમસ્યાથી રાહત મળે છે અને પ્રસુતિ પછી પણ માતાને તકલીફ ઓછી થાય છે.
૫. તેમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે, જેનાથી હાડકા મજબુત બને છે. આ ઉપરાંત તેમાં આયર્ન, મેગ્નેશિયમ અને સિલિયમ હોય છે. તેથી સ્ત્રીઓ અને બાળકોને તેનું સેવન જરૂર કરવું જોઈએ. તેમાં ઝીંક પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે પુરુષોની કમજોરીને દુર કરવામાં અચૂક પણે દવાનું કામ કરે છે. તેની છાલનો ઉકાળો અને મધના ઉપયોગથી શીઘ્ર પતનની બીમારી મટાડે છે અને યૌન દુર્બળતા પણ બંધ થાય છે.
૬. સરગવામાં ઑલિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફૈટ છે અને તે શરીર માટે ઘણુ જરૂરી છે. સાથેજ સરગવામાં વિટામિન સી વધારે માત્રામાં હોય છે. તે કફની સમસ્યા માટે પણ રામબાણ દવારૂપે કાર્ય કરે છે. શરદીમાં સરગવાને પાણીમાં ઉકાળીને તેના પાણીનો બાફ લો.
તમે લોકોએ વાંચ્યું અમને સારું લાગ્યું. હવે તમને વિનંતી છે કે તમે આજથી જ સરગવો ખાવાની શરૂઆત કરી દો અને ખૂબ સારું સ્વાસ્થ્ય બનાવો. શાકભાજીની રેસિપી માટે સરગવાની રેસિપી લખી લો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team