શરીરને ખડતલ રાખવા આ કસરતો જરૂર કરવી જોઈએ….જાણો બધીજ કસરતો વીશે

આપણા જીવનમાં કસરતનું ઘણું મહત્વ રહેલું છે. શરીરને ફીટ રાખવા માટે તમારે કસરત જરૂર કરવી જોઈએ, પરંતુ આજની ભાગદોડ વાળી જિદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય અને શરીર પ્રત્યે ઓછું અને કામ પ્રત્યે વધારે ધ્યાન આપે છે. જેના કારણે પછી વધતા વજનની સમસ્યા તેમજ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે પણ તમારું શરીર ખડતર રાખવા માગો છો તો તમારે આ કસરતો જરૂર થી કરવી જોઈએ. કારણકે તેનાથી તમને ઘણો ફાયદો મળી રહેશે.

Image Source

પુશ અપ

પુશ અપ કરવાથી આપણા શરીરને ઘણા લાભ મળતા હોય છે. ખાસ કરીને આપણા ખભા અને છાતીનો ભાગ પહોળો થાય છે. જેથી તેને શરીર માટે સૌથી સારી કસરત માનવામાં આવે છે. પરંતુ પુશઅપ કરતી વખતે તમારે શરીરની સ્થિતી પર ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. કારણકે આ કસરત કરવાથી તમારા પેટની માસપેશીઓ પણ મજબૂત થતી હોય છે. સાથેજ તમારું શરીર પણ ફિટ રહેતું હોય છે.

Image Source

એબ્ડોમિનલ ક્રંચેજ

આ કસરત કરીને તમે તમારા એબ્સને શેપમાં લાવી શકો છો. સાથેજ એક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે આ કસરત કરવાથી માંસપેશિઓમાં બદલાવ આવતો હોય છે. પીઠ સાઈડ સુઈને ઘુટણવાળીને તમારા હાથ માથાની નીચે રાખજો ત્યારબાદ તમે જમીનથી થોડા ઉપર થવાનું રાખો. આ કસરત તમારે ઓછામાં ઓછી 12 વખત કરવી જોઈએ, જેથી તમને ફાયદો મળી રહેશે.

Image Source

ચેયર સ્ટેપ

ચેયર સ્ટેપ કરતી વખતે ખાસ તમારે એ વાતનું ધ્યાન રાખનું જરૂરી છે કે તમારું શરીર સીધું હોય. આ કસરત માટે તમારે એવી ખુરશીનો પસંદ કરવી કરવી જોઈએ જેનો શેપ યોગ્ય હોય. જેથી તેજ શેપ પ્રમાણે બાદમાં તમે શરીરને ઢાળી શકો છો. પરિણામે તમને કસરક કરતા ફાવશે

Image Source

શોલ્ડર સ્ટ્રેચ

સ્ટ્રેચીંગ કરવાને કારણે આપણી પીઠના ભાગે ઘણો ફાયદો થતો હોય છે. સાથેજ આપણા ખભાને પણ ઘણો આરામ મળે છે. આ કસરતમાં તમારે સીધા બેસીને શ્વાસને ખેચીને ખભા તમારા કાન પાસે લઈ જજો. બાદમાં ખભાને ધીરે ધીરે ફરાવીને કાન તરફ લઈ જાવ. ત્રણ વખત ખભો આગળની તરફ ફેરવો અને ત્રણ વખત ખભો પાછળની તરફ ફેરવો. બંને ખભાને પછી શ્વાસ ખેચીને કાન પાસે લઈ જાવ. બાદમાં તમારા ખભાને શ્વાસ છોડીને નીચેની તરફ લાવવા પડશે.

Image Source

ચેસ્ટ સ્ટ્રેચ

આ કસરત કરવાથી પણ તમને ઘણા ફાયદા મળી રહેતા હોય છે. જેમા તમારે પીઠના ભાગને યોગ્ય શેપ મળતો હોય છે. સાથેજ તમારા ખભાનો ભાગ પણ મજબૂત થાય છે. આ કસરતને તમારે 10 -15 વખત કરવી જોઈએ. જેથી તમને ફાયદો મળી રહેશે.

Image Source

સાયકલિંગ

જો તમે સાયકલિંગ કરો છો તો તમારા ઘુટણ લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે. કારણકે સાયકલિંગ કરવાને કારણે ખાસ કરીને આપણા ઘુટણોમાં મુવમેંટ રહેતી હોય છે. જે લાંબા સમય સુધી તમારા ઘુટણોને મજબૂત રાખે છે.

Image Source

જમ્પિંગ રોપ એક્સરસાઈઝ

આ કસરત કરવાથી એક કલાકમાં તમે 670 જેટલી કેલરી બર્ન કરી શકો છે. સાથેજ જંમ્પિગ રોપ કરવાથી તમારી બોડીમાં બ્લડ સર્ક્યુંલેશન ફાસ્ટ થઈ જાય છે સાથેજ આપણા શરીરના અંગો પણ મજબૂત રહેતા હોય છે.

Image Source

સ્વિમીંગ

સ્વિમીંગ પણ એક પ્રકારની કસરત માનવામાં આવે છે. આ કસરતમાં તમારી બોડી પૂરી રીતે મૂવમેન્ટ કરતી હોય છે. એક્સપર્ટોનું કહેવું છે કે એક કલાક સ્વિમીગ કરવાથી તમારા શરીરમાં 585 કેલરી બર્ન થતી હોય છે.

Image Source

સીડિયો ઉતરચઢ કરવી

જો તમે સીડિઓ ઉતર ચઢ કરશો તો પણ તમારી ઘણી કેલરી બર્ન થઈ શકે છે. એક રીસર્ચમાં સામે આવ્યું છે કે સીડિઓ ચડવા તેમજ ઉતરવાને કારણે 852 જેટલી કેલરી બર્ન થાય છે

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment