સોફ્ટ રોટલી બનાવવા અને બાંધેલો લોટ સ્ટોર કરવા માટેની 5 કિચન હેક્સ જાણો

Image Source

જો તમારી રોટલી પણ સોફ્ટ બનતી ન હોય તો તમે આ પાંચ કિચન હેક્સનો ફાયદો ઉઠાવી શકો છો. તેનાથી તમારો રસોઈ નો અનુભવ ઘણો સરળ બની જશે.

દરરોજ ભોજનમાં જો ગરમાગરમ રોટલી મળે તો તેની મજા જ કંઇક અલગ છે. રોટલી જો સોફ્ટ હોય અને સરખી રીતે શેકાયેલી હોય તો ભોજનની મજા જ બમણી થઇ જાય છે, પરંતુ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેમનાથી રોટલી સરખી બનતી નથી. કોઈકની રોટલી કાળી થઈ જાય છે, કોઈકની રોટલી નરમ બનતી નથી તો કોઈકની શેકતી વખતે ફુલતી નથી. રોટલી બનાવવી ખુબ જ સરળ છે જો આપણને અમુક ખાસ કિચન હેક્સની જાણ હોય તો. આજે આપણે એવીજ કેટલીક કુકિંગ હેકસની વાત કરીશું જે રોટલીઓ સાથે જોડાયેલી છે.

શા માટે રોટલી ફાયદાકારક છે?

સૌપ્રથમ આપણે રોટલી સાથે જોડાયેલી હેક્સની વાત કરીએ તે પહેલા વાત કરી લઈએ કે રોટલી શા માટે ફાયદાકારક હોય છે. રોટલીમાં ફાઇબરનું પ્રમાણ ભરપૂર હોય છે અને તેમાં કેલેરી પણ ઓછી હોય છે. રોટલી ખાવાના ઘણા ફાયદા છે. તેમાં સોડિયમ, પ્રોટીન, ફાઇબર, કાર્બ, પોટેશિયમ વગેરે જેવા જરૂરી ન્યુટ્રીઅંસ્ મળી આવે છે.

Image Source

૧. લોટ બાંધતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરવો:

રોટલી માટે જ્યારે પણ લોટ બાંધો ત્યારે ધ્યાન રાખવું કે પાણી થોડું હૂંફાળું હોવું જોઈએ. જો તમારી રોટલી નરમ બનતી ન હોય તો આ એક ઉપાયની મદદથી તેમાં ઘણો ફેરફાર જોવા મળશે. તમે ઈચ્છો તો થોડું મોણ એટલે કે અડધી ચમચી તેલ પણ રોટલીના લોટમાં નાખી શકો છો. પરંતુ તેને બાંધતી વખતે પાણી હૂંફાળું કરી લો. આ ખૂબ જ ઉપયોગી કિચન હેક્સ છે.

Image Source

૨. લોટ બાંધ્યા પછી તરત જ રોટલી ન બનાવવી:

રોટલી બનાવતી વખતે ઉતાવળ ન કરવી. જો લોટ બાંધી લીધો હોય તો તેને ઓછામાં ઓછી દસ મિનિટ સુધી ઢાંકીને મૂકી દો. જીહા, સાધારણ રોટલીના લોટને પણ થોડી વાર માટે મૂકી રાખવાથી રોટલી ખૂબ સારી બને છે. ઈચ્છો તો શાક બનાવાતા પહેલા જ લોટ બાંધીને રાખી દો. રસોડામાં સમય બચાવવાનો આ સારો ઉપાય છે. પરંતુ આ સ્ટેપ ન ભૂલશો. ખૂબ વધારે નહિ તો પાંચથી સાત મિનિટ સુધી તો તમે રોટલીને અલગ રાખી શકો છો.

3. સૂકો લોટ રોટલી પરથી ખેરી નાખવો:

જો તમે તેવા લોકોમાંથી છો જે ખૂબ વધારે સૂકો લોટ લગાવીને રોટલી બનાવો છો તો તેને ગરમ લોઢી પર નાખતા પેહલા ખેરી નાખો. આમ ન કરવાથી રોટલી પરનો સૂકો લોટ બળી જાય છે. તેનાથી રોટલી કાળી દેખાય છે અને બરાબર લાગતી નથી. તેથી યોગ્ય રહેશે જો તમે રોટલી બનાવતી વખતે ધ્યાન રાખવું કે સૂકા લોટને ખેરવાનો છે. સાથે રોટલી શેકતી વખતે ગેસનો તાપ વધુ રાખો. મધ્યમ તાપે રોટલી નરમ બનતી નથી.

add curd in white muslin cloth to make hung curd - Fakt Gujarati

૪. લોટ સ્ટોર કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું:

લોટ સ્ટોર કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું કે તેને સીધો ડબ્બામાં બંધ કરીને ફ્રિઝમાં ન રાખવો. તેમ કરવાથી લોટ કાળો પડી જાય છે. આવા લોટની રોટલી સ્વાદમાં બરાબર નથી હોતી અને તેને ખાવો તમારા સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય નથી. સૌ પ્રથમ પ્રયત્ન કરો કે તમારો લોટ ખૂબ વધુ સમય માટે પડેલો ન રહે. ચોવીસ કલાક જૂનો લોટ બિલકુલ વાપરશો નહિ.

ત્યારબાદ તેને સ્ટોર કરતી વખતે લોટ પર તેલ અને ઘી લગાવેલું છે તેનું ધ્યાન રાખવું. આ ઉપરાંત જો તમે ખૂબ વધારે ઢીલો લોટ સ્ટોર કરો છો તો તે પણ ન કરો. તેમ કરવાથી ખરાબ થવાની સંભાવના વધુ રહે છે. સાથે જ ઘી કે તેલ લગાવ્યા પછી તેને એલ્યુમિનિયમ ફોઇલ પેપરમાં વીંટાળીને કોઈ હવા ચુસ્ત ડબ્બામાં જ ફ્રીઝમાં રાખો. આમ કરવાથી લોટ વધુ લાંબો સમય સુધી ફ્રેશ રહેશે.

૫. રોટલીને ફ્રોઝન કરી શકાય છે:

બની શકે કે આ સાંભળીને તમને આશ્ચર્ય થાય, પરંતુ ખરેખર તે સત્ય છે. રોટલીને તમે ફ્રોઝન કરી શકો છો. ફ્રોઝન કરેલી રોટલી અઠવાડિયા સુધી ટકી પણ રહે છે. તેના માટેની ટિપ્સ એ છે કે તમે રોટલીને ત્યારે જ ફ્રોઝન કરો જ્યારે તે થોડી ગરમ હોય. એકદમ ગરમ કે એકદમ ઠંડી રોટલી ફ્રોઝન કરવી નહિ. કોઈ ચેન વાળી બેગમાં થોડી ગરમ રોટલીઓ રાખો અને ફ્રોઝન કરી દો. આમ કરવાથી જ્યારે પણ તમે તેને ખાવા માટે કાઢશો તો તે સોફ્ટ જ હશે.

આ દરેક ટિપ્સ અજમાવીને જુઓ, ખરેખર તમારો રસોઈનો અનુભવ પણ ઘણો સારો થઈ જશે. આમ કરવાથી તમારી રોટલી સોફ્ટ પણ બનશે અને સ્ટોર કરવામાં સરળતા પણ રહેશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો. આવા બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો ફક્ત ગુજરાતી સાથે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “સોફ્ટ રોટલી બનાવવા અને બાંધેલો લોટ સ્ટોર કરવા માટેની 5 કિચન હેક્સ જાણો”

Leave a Comment