કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમા તેમણે એયરોસોલ અને ડ્રોપલેટ્સથી કોરોના ફેલાઈ રહ્યો હોવાની વાત કરી છે. તેમની ગાઈડલાઈન પ્રમાણે મોઢેથી અને નાકથી નીકળવા વાળા કણ ડ્રોપલેટ્સ અને એયરોસોલના રૂપે બીજા વ્યક્તિઓમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે સંક્રમણ વાયુવેગે ફેલાઈ રહ્યું છે.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈમાં વેન્ટીલેશન અને ખુલ્લી જગ્યાઓને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને હોસ્પિટલોમાં અને કોવિડ હેલ્થ સેન્ટરમાં આ વાતનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. સાથેજ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે વેક્સિનેશનનું કામ પણ સારી એવી જગ્યાએ વેન્ટિલેશન હોય ત્યા કરવામાં આવે.
આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી વૈજ્ઞાનિકો પણ એવો દાવો કરતા હતા કે ડ્રોપલેટ્સ દ્વારા કોરોના ફેલાઈ રહ્યો છે. જે હવામાંથી પસાર થઈને બીજા વ્યક્તિઓ સુધી પહોચી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા પણ વેન્ટિલેશનની ભૂમિકા મહત્વની ગણાવામાં આવી છે.
આ મહિને WHO દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં એ લોકોમાં સંક્રમણ જલ્દી ફેલાઈ રહ્યું છે કે જેઓ પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવી રહ્યા છે. જેથી કોરોના દર્દીઓથી 1 મીટરનું અંતર રાખવું જરૂરી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ વાયરસ વાળા ડ્રોપલેટ્સ અને એયરોસોલના સંપર્કમાં આવે છે. ત્યારે તે મોઢાથી તેમજ નાકથી પહેલા સંક્રમિત થતો હોય છે.
આ વાયરસ ખરાબ વેન્ટિલેશન તેમજ ભીડ વાળી જગ્યાઓ પર વધારે બેસી રહેતા લોકોમાં પહેલા ફેલાય છે. તેના પાછળનું કારણ છે કે એયરસોલ હવામાં બનતા રહેતા હોય છે. સાથેજ તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા જે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમા પણ એવું કહેવામાં આવ્યું છે કે એયરોસોલ હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે.
એક સર્વેમાં સામે આવ્યું છે કે ઘરમાં જો સાફ હવા હશે તો મહામારીથી તમને છૂટકારો મળી શકશે. તે સિવાય તમને અન્ય વાયરલ ઈન્ફેકશનોથી પણ રક્ષણ મળી રહેશે. જેથી કોરોના સામે લડવા માટે મોટી બિલ્ડીંગોમાં વેન્ટિલેશન અને ફિલ્ટ્રેશન હોવું ઘણું જરૂરી છે.
વૈજ્ઞાનિકોએ એક વાર ફરીથી વેન્ટિલેશનની સિસ્ટમ પર ભાર આપ્યો છે. તેમનું કહેવું છે કે ઘરની અંદર સાફ અને રજકણો મુક્ત હવા હોવી જોઈએ. કુલ 14 દેશોના 39 વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઘરમાં વેન્ટિલેશન સિસ્ટમમાં સુધારો કરીને સંક્રમણને ફેલાતું રોકી શકાશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા હવામાં ફેલાતા રજકણોને રોકવા માટે ઈનડોર એયર ક્વોલિટી ઉપર પણ એક ગાઈડલાઈન જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથેજ તેમણે બિલ્ડિગોમાં વેન્ટિલેશન સ્ટાન્ડર્ડમાં પણ એયરફ્લો અને ફિલ્ટ્રેશન વધારવાની માગ કરી છે.
ઘરમાં જો તમે વેન્ટિલેશન વધારવા માગો તો પંખાને એક એવી દિશામાં રાખો જ્યાથી દૂષિત હવા કોઈ એક તરફ જાય સાથેજ રસોડામાં ખાસ કરીને એગ્જોસ્ટ ફેન લગાવો જોઈએ. જો દરવાજા અને બારીઓ બંધ છે. તો તમારે એગ્જોસ્ટ ફેન લગાવોજ જોઈએ. ગામડામાં જે કાચા મકાનો છે તેમા વેન્ટીલેશનની સુવિધા નથી. માટે ત્યા એગ્જોસટ ફેન સાથે જાળી લગાવી જોઈએ.
બારી બારણા બંધ કરીને જ્યારે આપણે એસી ચાલુ રાખીએ છે ત્યારે સંક્રમણ વાળી હવા આખા રૂમમાં ફેલાય છે. જેના કારણે સંક્રમણનું જોખમ પણ વધી જતું હોય છે. એસી ચલાવતા સમયે ઓફિસની બારી અથવા તો દરવાજા થોડા ખુલ્લા રાખવા જોઈએ. જેથી બહારથી તાજી હવા અંદર આવે સાથે વાયરસના કણો પણ હવામાં બહાર નીકળી જાય.
જે જગ્યાએ સેન્ટ્રલાઈઝ એસીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમકે ઓફિસ શોપિંગ મોલ,, થિયેટર ત્યા વેન્ટિલેટર અને ફિલ્ટર પર ધ્યાન આપવું જોઈએ. ફિલ્ટરોની તમારે નિયમિત રૂપે સફાઈ કરવી જોઈએ સાથેજ તેને સમયસર બદલતા રહેવું પડશે.
ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનોમાં હવા ક્રોસ ફ્લો થાય તે ધણું જરૂરી છે. બસ અને ટ્રેનોમાં બારીઓ હંમેશા ખુલ્લી રાખવી જોઈએ. એસી વાળી ટ્રેનમાં પણ હવાની અવરજવર યોગ્ય રહે તે માટે એગ્જોસ્ટ સિસ્ટમ શરૂ કરવી જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team