જો તમને ખબર પડે કે ગુજરાતમાં જ મોટા પ્રમાણ મા કાજુની ખેતી થાય છે તો તમને વિશ્વાસ આવશે?
હા, આ વાત સાચી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી,ડાંગ જિલ્લા તથા દાદર નગર હવેલી ખાતે કાજુની ખેતી કરવામાં આવે છે.અને તે હવે મોટા પાયા પર કરવામાં આવે છે.આ કાજુ ની ખેતી થી જે જમીન વિહોણા ખેડૂત છે તેમને રોજગારી પણ પ્રાપ્ત થઇ છે. તેમજ તેના આધારે હજારો ખેડૂતોને સારી આવક પણ મળે છે.
આ બધા ગામમાં નાગલી, તુવેર, અડદ,ની ખેતી વધુ પ્રમાણમાં જોવા મળે છે.તથા ત્યાં ડાંગર નું ઉત્પાદન પણ જોવા મળે છે.
ત્યાં એક મંડળી છે જેનું નામ છે દીક્ષલ મંડળી.આ મંડળી ના આધારે તે લોકો ડાંગરના બિયારણ લાવી ચોખાનું ઉત્પાદન પણ કરે છે તથા કાજુનું પણ ઉત્પાદન કરતા હોય છે.અને તેના લીધે ગામના ખેડૂતોને સારી એવી આવક પણ ઉભી થઇ છે. આ ખેતી થવાના લીધે તે ખેડૂતોને બહાર જવાની જરૂર પડતી નથી અને તેના આધારે દર વર્ષે હજારો મા આવક ઉભી થાય છે.
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના 140 થી વધુ ગામોમાં 64% એટલે કે 10,000 થી વધુ પરિવાર દ્વારા 5740 એકર જેટલી જમીન મા કાજુ ની ખેતી નું વાવેતર કરવામાં આવ્યું છે.આ ખેતી કરવાથી આ ખેડૂતો ને 40 થી 45 હજાર જેટલી આવક ઉભી થાય છે.તેની સાથે જ સ્થાનિક મહિલાઓ ને પણ રોજગારી મળી છે.
ત્યાં ની મહિલાઓ નું કેહવું છે કે તેઓ શરૂઆતમાં તો બીજે કામ કરવા માટે જતા હતા.જેમકે વાપી, નાસિક જેવી જગ્યા પર રોજગારી મેળવવા જવું પડતું હતું.પરંતુ છેલ્લા એક વર્ષથી અહીંયા કામ કરે છે અને તેમને ત્યાં કામ કરવાનું સારું લાગે છે.અને બીજું કે ગામની નજીક જ આ મંડળી હોવાથી તેમને ત્યાં જવાનું સહેલું પણ પડે છે.
આ વાડી યોજના માં અનેક ઉત્પાદન થાય છે જેમકે કાજુ, કેરી,અને બીજા ઉત્પાદન માટે પ્રોસેસ હાઉસ અને માર્કેટિંગ વ્યવસ્થા વિકસાવવાની જરૂરિયાત ઉભી થતા ત્યાં 10 થી વધુ મંડળીઓ કાર્યરત છે.
આ મંડળીઓ વાડી યોજના દ્વારા ઉત્પાદિત ફળોની ખરીદી, પ્રોસેસિંગ અને વેચાણ પણ કરે છે.આ સહકારી મંડળી દ્વારા લગભગ બે કરોડ રૂપિયા ના કાજુ ની ખરીદી કરીને તેનું માર્કેટિંગ કરવામાં આવે છે. જેનાથી ખેડૂતો ની આર્થિક સ્થિતિ માં સુધારો થયો છે.
તે મંડળીના મેનેજર જણાવે છે કે તેમની દીક્ષલ મંડળીમાં ૨૫૦૦ જેટલી ફેમિલીને તેમને રોજગારી આપી છે.
તે જણાવે છે કે કાજુની ખેતી માં સૌ પ્રથમ કાજુનું રો મટીરીયલ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેનું ગ્રેડિંગ કરવામાં આવે છે પછી તેને મોટા બમ્બા માં ઉકાળવામાં આવે છે. તે બફાઈ જાય ત્યારબાદ કાજુ નું કટિંગ કરવામાં આવે છે.તેનું કટિંગ કર્યા બાદ તેના છોતરા બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ તેને ફરીથી ગ્રેડિંગ અને રીગ્રેડિંગ કરવામાં આવે છે. આમ કાજુ તૈયાર થાય છે.
આ કાજુ તૈયાર થઇ ગયા બાદ તેના પેકેટ તૈયાર કરવામાં આવે છે અને તે બીજી સંસ્થાઓને વેચે છે.
કેરી તથા કાજુ ની વિવિધ બનાવટો નું વેચાણ ગુજરાત ના તમામ શહેરો ઉપરાંત ૧૪ રાજયોમાં થાય છે. તદુપરાંત વલસાડ,ડાંગ જિલ્લો તથા દાદરાનગર હવેલીના 400 જેટલા ગામોમાં 24500 પરિવારો આજે 9,181 હેકટર જમીનમાં કાજુની સફળ ખેતી કરે છે અને તેમાંથી ઉત્પાદન મેળવે છે.
આ સહકારી મંડળીઓ દ્વારા અંદાજે બે કરોડ રૂપિયાની કાજુની ખરીદી કરીને તેનું માર્કેટિંગ કરવામાં આવે છે.અને તેમાંથી ખેડૂતોને આર્થિક સહાય મળી રહે છે.
ઉલ્લેખનીય છે કે કાજુની મૂલ્યવર્ધન પ્રક્રિયા મહારાષ્ટ્રના પેઠ ખાતેના કેન્દ્રમાં કરવામાં આવે છે. ત્યાં સોલ્ટેડ કાજુ, મરી કાજુ, મસાલા કાજુ, વગેરે જેવી બનાવટો પણ તૈયાર કરવામાં આવે છે.
ગયા વર્ષ દરમિયાન આ સહકારી મંડળીઓ દ્વારા ૩.૫૦ લાખ કિલો ગ્રામ કાજુની ખરીદી કરવામાં આવી હતી. તેના કારણે ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે કારણ કે બહારથી જે વેપારી ખરીદી કરવા આવે છે તે લોકો કાજુ તથા કેરીની ઓછા ભાવે ખરીદી કરે છે.તેના કરતાં જે મંડળી ના લોકો તેમની પાસેથી ખરીદી કરે છે તેમાં ખેડૂતોને ભાવમાં અથવા તો વજનમાં છેતરપિંડી થતી નથી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team