ધાણા ના પાવડર નો ઉપયોગ સ્વાદ ની સાથે સ્વાસ્થ્ય માંટે પણ ખૂબ જ ઉત્તમ ગણાય છે. એટલે જ તેને તમારા ડાયટ માં જરૂર થી શામેલ કરો.
ધાણા નો પાવડર કિચન માં વપરાતો સામાન્ય મસાલા માનો એક છે. તેનો ઉપયોગ ખાવા ના સ્વાદ ને વધારવા ની સાથે સ્વાસ્થ્ય માંટે પણ ખૂબ જ જરુરી છે. ધાણા પાવડર નો નિયમિત ઉપયોગ થી મધુમેહ નિયંત્રિત રહે છે. અને તે બ્લડ પ્રેશર ને પણ નિયંત્રિત કરે છે. એટલું જ નહીં તેનું 2 ચમચી જેટલું સેવન કરવાથી વજન પણ ઓછું થાય છે.
ઘણા પોષક તત્વો થી ભરપૂર ધાણા પાવડર ના સ્વાસ્થ્ય ને લગતા ઘણા ફાયદા છે. દિલ્લી ના પ્રસિદ્ધ ડોક્ટર આકાંક્ષા અગ્રવાલ તેના ફાયદા વિશે જણાવશે.
શું છે ધાણા પાવડર
ધાણા પાવડર આખા ના ધાણા માંથી તૈયાર કરવા માં આવે છે. આજે તે દુનિયાભર ના ઘણા વ્યંજનો નો હિસ્સો છે, ખાસ કરી ને એશિયા માં. ભારત જેવા દેશ માં જ્યાં ખૂબ વ્યંજન છે, જે આ સુગંધિત પદાર્થ વિના પર તૈયાર કરી શકાય છે. ધાણા એ સૌથી જૂના મસાલા માનો એક છે. અને તેને મસાલા અને જડી બુટ્ટી ના રૂપ માં ઉપયોગ કરવા માં આવે છે. ધાણા પાવડર ને ઘણા સ્વાસ્થ્ય ના લાભ માં ઉપયોગ માં લેવા માં આવે છે. સોજા માંથી રાહત મેળવવા માટે થી લઈ ને અપચા માટે તેનો ઉપયોગ કરવા માં આવે છે.
ધાણા નું પૌષ્ટિક મૂલ્ય
આયુર્વેદ માં,પેટ ને લગતી બીમારી ઓ માંથી છુટકારો મેળવવા માંટે ધાણા નો ઉપયોગ થતો. તે પાચન ને સુધારવા માં મદદ કરે છે. અને ધાણા ના સ્વાસ્થ્ય લાભ ઉચ્ચ પોષણ મૂલ્ય થી જોડાયેલ છે. ધાણા વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન કે, પોટેશિયમ અને ફોલેટ નું સમૃદ્ધ સ્ત્રોત છે. તે ફાયટોન્યુટ્રિઅન્ટ્સ, ફેનોલિક યોગીકો અને ફ્લેવોનોઇડ્સનું પાવરહાઉસ પણ છે. ધાણા માં કોલેસ્ટ્રોલ, કેલેરી અને વસા પણ ખૂબ ઓછી હોય છે. જે તમારા સ્વસ્થ્ય આહાર માં શામેલ કરવા માંટે એક આદર્શ અને સ્વસ્થ વિકલ્પ છે. ધાણા માં વિટામિન એ અને કે સિવાય વિટામિન સી અને વિટામિન ઇ પણ ભરપૂર માત્રા માં હોય છે. આ જડી બુટ્ટી માં ફાઇબર પણ સારી માત્રા માં હોય છે.તેમા આયરન, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ સારા માત્રા માં હોય છે. આ બધા પોષક તત્વો ના લીધે ધાણા ન તો ફક્ત વ્યંજન માં સ્વાદ વધારે છે. પણ સ્વાસ્થ્ય માંટે પણ ખૂબ જ ઉપયોગી બને છે.
બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલ કરે છે.
ઉચ્ચ રક્ત શર્કરા ના સ્તર વાળા લોકો માં ટાઇપ 2 મધુમેહ વિકસિત થવા નું વધુ જોખમ હોય છે. ધાણા કોઈ પણ સ્વરૂપ માં હોય, તે અર્ક ના સ્વરૂપ માં, પાવડર સ્વરૂપ તે શુગર ને ઘટાડવા નું કામ કરે છે.ધાણા નો પાવડર ડાયાબિટિસ ની દવા લેતા લોકો અથવા તો ઓછું બ્લડ શુગર ધરાવતા લોકો ની સરખામણી માં રક્ત શર્કરા ને ઓછી કરવા માં મદદ કરે છે. ધાણા પાવડર નો ઉપયોગ રક્ત શર્કરા ના લેવલ ને મેન્ટેન કરવા માંટે ઘણું ઉપયોગી થાય છે. એક અધ્યયન અનુસાર, ધાણા પાવડર થી રક્ત શર્કરા ને દૂર કરવા માટે ના એન્જાઈમ ની ગતિવિધિઓ ને વધારી ને રક્ત શર્કરા ના સ્તર ને ઓછું કરવા માં મદદ કરે છે.
પાચન ને સુચારું બનાવશે
ધાણા પાવડર પાચન ને સુચારૂ બનાવી ને કબજિયાત થી છૂટકરો મળે તે માટે મદદ કરે છે. તેને ડાયટ માં શામેલ કરવા થી પાચન ની સાથે આતરડા ની બીમારીઓ માંથી પણ છૂટકરો મળે છે. ધાણા પાવડર માં રહેલ ફાઇબર થી પેટ ની સમસ્યા દૂર થાય છે.
કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરશે
ધાણા ના બીજ માં લિપિડ પાચન ની ક્રિયા ને નિયંત્રિત કરવા માટે ના તત્વો હોય છે. તે કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સ્વસ્થ હર્દય ને વધુ સ્વસ્થ રાખે છે. કેટલાક આયુર્વેદિક ચિકિત્સક કોલેસ્ટ્રોલ ના નિયંત્રિત માટે ધાણા નો પાવડર ખાવાની સલાહ આપે છે. કારણ કે તે ન તો ફક્ત પાચન માં સહાય કરે છે પણ વસા ને પણ અવશોષિત કરે છે. આ ઉપરાંત, ધાણામાં ઓલેક એસિડ, લિનોલીક એસિડ, પેલેમિટીક એસિડ, એસ્કોર્બિક એસિડ અને સ્ટીઅરિક એસિડ જેવા ઘટકો શામેલ છે, જે બધા લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવાનું કામ કરે છે. ધાણા પાવડર એલડીએલ કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે, પરંતુ હાર્ટ એટેક, સ્ટ્રોક અને એથરોસ્ક્લેરોસિસ જેવી ઘણી ગંભીર હૃદય સમસ્યાઓથી પણ બચાવે છે. તે જ સમયે, ધાણા પાવડર લોહીમાં સારા એચડીએલ કોલેસ્ટરોલનું સ્તર પણ વધારે છે.
વજન નિયંત્રિત કરે છે
ધાણા પાવડર ના ઉપયોગ થી વજન નિયંત્રિત થાય છે. ધાણા પાવડર અને તજ ના પાવડર થી બનેલ ચા પીવાથી વજન ઓછું થવાની શક્યતા વધી જાય છે. તેનું 2 ચમચી જેટલું સેવન કરવાથી વજન જડપ થી ઓછું થાય છે.
ઇંમ્યુંનિટી સ્ટ્રોંગ કરે છે.
ધાણા પાવડર માં એંટિ ઓક્સિડેંટ હોય છે. શરીર માં એંટિ ઓક્સિડેંટ ની પ્રાથમિક ભૂમિકા મુક્ત કણો ના કારણે થતી ક્ષતિ ને રોકવા માંટે થાય છે. ધાણા માં રહેલ એંટિ ઓક્સિડેંટ શરીર ના સોજા ને ઘટાડવા માંટે અને પ્રતિરક્ષા પ્રણાલી ને વધારવા માંટે કારગર છે. ધાણા પાવડરમાં રહેલા એન્ટીઓકિસડન્ટ યોગીકો માં ક્યુરેસેટિન, ટેર્પેન અને ટોકોફેરોલ શામેલ છે. ધાણા પાવડર માં રહેલા એંટિઓક્સિડેંટ શરીર ના સોજા ને ઓછા કરવા માં મદદ કરે છે. અને પ્રોસ્ટેટ, ફેફસાં, સ્તન અને પેટના કેન્સર કોષોની વૃદ્ધિ ને ધીમી કરે છે. તેમાં હાજર પોષક તત્વો પ્રતિરક્ષા મજબૂત કરવામાં અને રોગો સામે લડવામાં મદદ કરે છે.
હર્દય ને સ્વસ્થ રાખે છે.
એક અધ્યયન થી ખબર પડી છે કે ધાણા પાવડર થી હર્દય રોગ ના જોખમ કારકો ને ઓછા કરવા માં મદદ કરે છે. જેમ કે એલડીએલ (ખરાબ) કોલેસ્ટરોલનું ઉચ્ચ સ્તર અને હાઈ બ્લડ પ્રેશર.ધાણા ને તમારા હર્દય માંટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. ધાણા ના બીજ નો અર્ક એક મૂત્રવર્ધક રીતે કામ કરે છે. જે શરીર ના વધુ પડતાં પાણી અને સોડિયમ ને શરીર ની બહાર કાઢી નાખે છે. તે તમારા રક્તચાપ ને પણ ઓછું કરે છે. ધાણા નો પાવડર કોઈ પણ સ્વરૂપ માં ખાસ કરી ને તેને પાવડર ના સ્વરૂપ માં સેવન કરવાથી હર્દય સંબંધિત રોગો દૂર થાય છે.
વિભિન્ન પોષક તત્વો થી ભરપૂર ધાણા ને તમારી ડાયટ માં જરૂર થી શામેલ કરો. પણ સ્વાસ્થ્ય સંબંધિત બીજી કોઈ તકલીફ થવા પર ડોક્ટર ની સલાહ જરૂર થી લો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team