વરિયાળી માં એંટિઓક્સિડેંટ અને એંટિસેપ્ટીક ગુણો હોય છે.આવો જાણીએ તેના વિશે..
વરિયાળી માં ઘણા એવા પોષક તત્વો મળી આવે છે જે સ્વસ્થ રહેવા માંટે ખૂબ જ જરુરી હોય છે. વરિયાળી માં કેલ્સિયમ, પોટેશિયમ,સોડિયમ, અને આયરન મળી આવે છે. ઠંડી તાસીર વાળી આ વરિયાળી ને મોઢા નો સ્વાદ વધારવા ની સાથે જ ઔષધિ ના રૂપ માં વિભિન્ન રોગો ના ઈલાજ માંટે પણ ઉપયોગ માં લેવા માં આવે છે. તે ખાસ પ્રકાર ના છોડ ના સુગંધિત અને સ્વાદિષ્ટ બીજ હોય છે. મીઠી અને કડવી સ્વાદ વાળી વરિયાળી માં કેલ્સિયમ, પોટેશિયમ,સોડિયમ, અને આયરન, વિટામિન એ અને સી તેમજ ડાયટ્રી ફાઇબર હોય છે. વરિયાળી માં એંટિઓક્સિડેંટ અને એંટિસેપ્ટીક ગુણો હોય છે.
બદામ, વરિયાળી અને મીશ્રી ને સમાન માત્રા માં લઈ ને પીસી લો. રોજ રાતે અને બપોરે જમતા પહેલા અથવા સૂપ ના સેવન થી યાદશક્તિ વધે છે. વાત્ત,પિત્ત,અને કફ ત્રણેય દોષો ને સંતુલિત કરે છે. ખાલી પેટે વરિયાળી ખાવાથી લોહી સાફ થાય છે. અને ત્વચા ચમકી ઉઠે છે. આંખો નું તેજ વધારે છે.સાથે પાચન સુધારવું અને કબજિયાત,એસિડિટિ,તેમજ વધુ તરસ ની સમસ્યા માટે તે ગુણકારી છે. તે માઉથ ફ્રેશનેર પણ છે. તણાવ, હાઇ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ને પણ ઘટાડે છે. વરિયાળી નું ઉકાળેલુ પાણી પેટ ફૂલવાની સમસ્યા થી છુટકારો મળે છે. અને તે વજન ઘટાડવા માંટે પણ મદદ કરે છે. વરિયાળી ના બીજ નો ઉપયોગ દર્દ નિવારક તરીકે પણ થાય છે. સોજા ને ઓછા કરવા માટે પણ વરિયાળી ઘણી સારી છે.
ઉપયોગ: વરિયાળી નો પાવડર કરી ને તમે તેને ચા માં પણ નાખી શકો છો. વરિયાળી ના પાવડર ને ચા માં નાખવા થી ઘણો સારો સ્વાદ આવે છે. વરિયાળી ને વધુ પકવવા થી તેના ગુણ નષ્ટ થાય છે. જો કે તવા પર હલકું શેકી શકો છો. તેને પલાળી ને કે પછી ખાધ્ય સામગ્રી ના ઉપર થી નાખી શકો છો. તેને આખી પણ લઈ શકાય છે અથવા તો તેને ચૂર્ણ ના રૂપ માં કે ચા માં કે પાણી માં નાખી ને પણ લઈ શકાય છે. વરિયાળી ના બીજ અથાણું બનાવા માંટે પણ ઉપયોગી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team