આજની ભાગદોડ વાળી જીંદગીમાં આપણે ખાવાપિવા પ્રત્યે ઓછું અને કામ પ્રત્યે વધારે ધ્યાન આપીએ છે જેના કારણે આપણા સ્વાસ્થ્ય પરં તેની ગંભીર અસર પડતી હોય છે. ખાસ કરીને આજ કાલ ગમે તેવી બિમારી કેમ ન હોય પણ લોકો ઘરનું છોડીને બહારનું ખાવા પહેલા જાય છે. માટે તમારે પણ તેજ આદતોને સુધારવાની જરૂર છે જેથી તમે સ્વસ્થ રહી શકશો.
ખાસ કરીને આપણું ખાનપાન આપણા શરીર પર ઘણો આધાર રાખે છે. આપણા શરીરની ત્વાચા પણ આપણા ખાનપાન પર નિર્ભર છે. તમે જો તમારો ફેસ પણ લાંબા સમય સુધી જેમ છે તેવો રાખવા માગો છો. તો તમારે તમારા ખાવા પ્રત્યે ધ્યાન રાખવું જરૂરી છે.
જેથી આજે અમે તમને એવી વસ્તુઓ વીશે માહિતી આપીશું કે જેને તમારા ડાયટ પ્લાનમાં શામેલ કરવાથી લાંબા સમય સુધી તમે જવાન લાગી શકશો.
ગ્રીન ટી
રોજ સવારે મોટા ભાગના લોકો ઉઠીને પહેલા ચા પીતા હોય છે. પરંતુ જો તમે તેની જગ્યાએ એંટી ઓક્સિડેંટ્સથી ભરપૂર ગ્રીન ટી પિવાનું રાખશો તો તમને ઘણો ફાયદો થશે. ગ્રીન ટી પિવાથી સૌથી પહેલાતો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. તે સિવાય ગ્રીન ટીને કારણે આપણી સ્કીનને પણ ઘણો ફાયદો મળી રહેતો હોય છે. જેથી રોજ તમે ચા પિવાની જગ્યાએ ગ્રીન ટી પિવાની આદત પાડો તેનાથી તમને ઘણો ફાયદો મળી રહેશે.
ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર ફુડ ખાવાનું રાખો
જે વસ્તુઓમાં ઓમેગા 3 ફૈટી એસિડ હોય તેવી વસ્તુઓ તમારે પહેલા ખાવી જોઈએ. ખાસ કરીને અખરોટ, અળસી, બદામ અને માછલી જેવી વસ્તુઓમાં ઓમેગા 3 ફૈટી એસિડ ભરપૂર પ્રમાણમાં રહેલુ હોય છે. જેનાથી આપણા શરીરને ઘણો ફાયદો મળી રહેતો હોય છે. ખાસ કરીને આપણા મગજને પણ તેનાથી ઘણો ફાયદો થાય છે. સાથેજ તેના કારણે આપણી સ્કીન પણ લાંબા સમય સુધી સારી રહેતી હોય છે.
એવોકોડો અને ટામેટા
એવોકાડોમાં ઘણા પ્રકારના વિટામિન્સ રહેલા હોય છે. જેના કારણે આપણા શરીરને ભરપૂર પ્રમાણમાં પોષણ મળી રહેતું હોય છે. સાથેજ તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી તમે જુવાન રહેશો. તે સિવાય ટામેટામાં પણ લાઈકોપીન હોય છે. જે આપણા શરીરને વધતી ઉંમરના પ્રભવાથી રક્ષણ આપતું હોય છે. પરંતુ મહત્વનું છે કે આ બંનેને તમે પર્યાપ્ત માત્રામાંજ ખાવા જોઈએ.
અંકુરિત અનાજ
મગ, ચણા અને સોયાબીન જેવી વસ્તુઓને તમે રોજ સવારે ખાવાનું રાખો. તેનું સેવન કરવાથી તમારા શરીરમાં પ્રોટીનની કમી દૂર થશે. તેમા ઘણા બધા પ્રકારની વિટામન્સ પણ રહેલા હોય છે, જેના કારણે તમને શારિરીક સમસ્યાઓથી પણ છૂટકારો મળી રહેશે.
ઉપરાત તમે ખાવામાં લીલી શાકભાજીનું સેવન કરી શકો છો. જેમા તમે દૂધી, ટિંડોળા, મેથી, ગાજર જેવી વસ્તુઓ ખાઈ શકો છો. જેના કારણે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વોતો મળી રહેશે સાથેજ તમારી સ્કીન પણ ઘણી સારી રહેશે,
દૂધ સાથે હળદર
રાતે સુતી વખતે રોજ તમારે હળદર વાળું દૂધ પીવું જોઈએ. કારણકે હળદર એંટીબાયોટિક હોય છે. જેના કારણે તમને સ્કીનને લગતી બધીજ સમસ્યાઓથી રાહત મળી રહેશે. તે સિવાય તેમા એંટીએજિંગના ગુણ રહેલા હોય છે. જેના કારણે લાબાં સમય સુધી તમે જુવાન લાગશો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team