ગંગાજળને હિંદુ ધર્મમાં ઘણું પરિવત્ર માનવામાં આવે છે. તેને વર્ષો સુધી તમારા ઘરમાં રાખશો તો પણ તે ખરાબ નહી થાય. ઉપરાંત લોકો એવું પણ કહેતા હોય છે કે કોઈ પણ વસ્તુ પર જો તમે ગંગાજળને છાટશો તો તે વસ્તુ શુદ્ધ થઈ જતી હોય છે. એવી માન્યતા પણ છે કે જો ગંગાજળથી તમે સ્નાન કરશો તો તમારા બધાજ પાપ દૂર થઈ જતા હોય છે.
આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ ગંગાજળને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. તેના ઉપયોગથી માત્ર શુદ્ધિકરણ નહી પરંતું બીજી ઘણી બધી સમસ્યાઓથી પણ છૂટકારો મળતો હોય છે.
મોટાભાગે ગંગાજળનો ઉપયોગ હવન, યજ્ઞ કે પૂજાપાઠ જેવા સારા કામમાં થતો હોય છે. એવી પણ માન્યતા છે કે પૂજામાં જો ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે તો આપણને સારુ પરિણામ મળતું હોય છે. ગંગાજળના ઉપયોગથી આપણાથી બધા પ્રકારના રોગ દૂર રહેતા હોય છે. તે સિવાય આપણા શાસ્ત્રમાં ગંગા સ્નાનને પણ વિશેષ મહત્વ આપવામા આવ્યું છે.
ત્યારે આજે અમે તમને જણાવાના છે કે ગંગાજળના ઉપયોગથી તમે વાસ્તુદોષ દ્વારા કેવી છૂટકારો મળી રહેશે. સાથેજ તેનાથી તમને કયા કયા ફાયદાઓ થશે.
નકારાત્મક ઉર્જા દૂર રહેશે
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય જેનો તમને અનુભવ થતો હોય તો તેવી ઉર્જાથી તમને છૂટકારો મળી રહેશે. તેના માટે તમારે ઘરમાં પૂજા કર્યા બાદ ગંગાજળ છાટવું પડશે. જેથી ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. સાથેજ જો ઘરમાં તમે ગંગાજળ છાંટશો. તો તમને અને તમારા ઘરના સભ્યોને ઘણી શાંતિનો અનુભવ થશે.
ગ્રહ દોષથી છુટકારો મળશે
જે વ્યક્તિ ગ્રહદોષથી હેરાન થઈ રહ્યો હોય તેણે સોમવારના દિવસે તેમજ શનિવારના દિવસે એક વિશેષ ઉપચાર કરવો જોઈએ. સોમવારના દિવસે તેણે મહાદેવની પૂજા કરીને તેમના પર ગંગાજળ ચઢાવવું જોઈએ. સાથેજ તેણે શનિવારના દિવસે પણ પાણીમાં ગંગાજળ ભેગુ કરીને પીપળાના ઝાડને ચઢાવું જોઈએ. જેથી તેમને જે પણ ગ્રહદોષ નડી રહ્યા છે. તેનાથી તેને છુટકારો મળી રહેશે.
દેવામાંથી મુક્તિ મળી રહેશે
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે પણ વ્યક્તિ દેવાદાર હોય તેમજ આર્થિક તંગીમાં હોય તેવા લોકોએ ઘરમાં ગંગાજળ જરૂર રાખવું જોઈએ. આવા લોકોએ ગંગાજળને પીત્તળના વાસણમાં રાખીને ઘરની ઉત્તરપૂર્વ દિશામાં રાખવું જોઈએ. જેથી તેમને દેવાની સમસ્યાથી રાહત મળી રહેશે.
બાળકોનું ભણવામાં મન લાગશે
તમારા બાળકોનું ભણવામાં મન લાગે તે માટે પણ તમે ગંગાજળનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે બુધવારે ગણેશજીની પૂજા કરવી પડશે. ત્યારબાદ તમે ઘરના ખૂણામાં ગંગાજળને છાંટજો. જેથી તમારા બાળકનું ભણવામાં મન લાગશે. તે સિવાય પણ જો તમારા બાળકને રાતે ઉંઘતી વખતે ડર લાગે છે. તો તેની પથારી પર તમે ગંગાજળ છાંટી શકો છો.
ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં ગંગાજળને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. લોકો દૂર દૂરથી ગંગા નદીમાં સ્નાન કરવા માટે આવતા હોય છે. કારણકે એવી માન્યતા છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી તમારા બધા પાપ ધોવાઈ જતા હોય છે. ઉપરાંત માત્ર ભારતમાંજ નહી પરંતુ વિશ્વભરમાં ગંગા નદીને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team